આપણે દરેક જાણીએ છે કે આપણા ભારત દેશમાં સંગીત,,ગીત,,નૃત્ય આ બધાનું કેટલું મહત્વ છે.સંગીત વિના તો આપણો દેશ અધુરો છે.અત્યારે આપણા દેશમાં ઘણા બધા એવા પ્રસિદ્ધ ગાયક ગાયક કલાકારો છે જેમના સુર પર દરેક વ્યક્તિ ડાન્સ કરવા લાગે છે.પછી એ હિન્દી ગીતના ગાયક હોઈ કે કોઈ ગુજરાતી ગાયક કલાકાર પરંતુ આપણે ગુજરાતીઓ તો ગુજરાતી ગીત સાંભળતા જ નાચવાનું ચાલુ કરી દઈએ છીએ.
આજે ગુજરાતી ગીતો પણ ઘણા ચાલી રહ્યા છે.અને તે ગીત ને સુરમાં પરોવનાર એવા ગુજરાતી કલાકારો પણ તો આજે આપણે એવા જ એક ગુજરાતી સુપ્રસિદ્ધ ગાયક કલાકાર વિશે જણાવીશું.
ગુજરાતના લોક ગાયિકા એવા કિંજલ દવે તમે જાણતા હશો કિંજલ દવે તેમના ચાર ચાર બંગડી વાળા ગીત ખૂબ જ જાણીતા થયા હતા અને હાલ પણ તેમના ચાહકો લાખોની સંખ્યામાં છે હાલ મિત્રો કિંજલ દવેના જે પણ આલ્બમ આવે છે તે બધા સુપરહિટ જતા હોય છે કિંજલ દવે આલ્બમ તો કરે જ છે પરંતુ તેમને એક ફિલ્મ પણ કરી છે જેનું નામ છે.
દાદા હો દીકરી અને આ ફિલ્મ ના પણ કિંજલ દવે ને ખુશ પસન્દ કરવામાં આવ્યા હતા.સેલિબ્રિટી હોવાને કારણે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડતો હોવાથી કિંજલ દવેએ અમદાવાદને બદલે પ્રાંતિજની એમ.સી.દેસાઇ કોલેજમાં સામાન્ય પ્રવાહમાં એડમિશન લીધું છે.
કિંજલ દવેએ અભ્યાસ પૂરો કર્યા પહેલા જ પોતાની આવક પાંચ આંકડા સુધી પહોંચાડી દીધી છે. કોમર્સ સાથે ધો-12 પાસ કર્યા પછી તેણે આર્ટ્સમાં ગ્રેજ્યુએશન કરવા નક્કી કરી લીધું છે.
પોતે ગાયકીની સાથે સાથે વ્યસ્ત સમયમાં પણ ભણતર માટે સમય કાઢવા પ્રયત્નશીલ છે. કિંજલ દવેનાં માનવા મુજબ તમે સફળતાના ગમે તેટલા શિખરો સર કરો પરંતુ જીવનમાં અભ્યાસ ખૂબ જરૂરી છે. તેમાંયે દીકરીઓએ ભણવામાં જરાય પાછી પાની કરવી જોઇએ નહી. કિંજલ દવેના એડમિશનને પગલે કોલેજ સત્તાવાળાઓમાં પણ આનંદ સમાતો નથી.
કિંજલ દવે પોતાના મધૂર કંઠ અને અદાથી ગુજરાત ભરમાં જાણીતી બની છે. કિંજલ દવેનો પરિવાર મૂળ ઉત્તર ગુજરાતનો રહેવાસી છે પણ ઘણાં વર્ષોથી વ્યવસાય અર્થે અમદાવાદ આવેલો પરિવાર અહીં જ રહે છે.મિત્રો જો તમે કિંજલ દવેના ચાહક હસો તો તમને ખબર હશે કિંજલ દવે એ ગયા વર્ષે સગાઈ કરી હતી કિંજલ દવે એ સમાજ ના રીતિ રિવાજ સાથે તેમના ગામ જેસંગપુરામાં તેમના બાળપણના મિત્ર પવન જોશી સાથે સગાઈ કરી છે.
પવન જોષી અમદાવાદના વસ્ત્રાપુરમાં રહે છે. પનવ જોષી મૂળ પાટણ જિલ્લાના સરિયદ ગામનો વતની છે. તે અમદાવાદમાં બિઝનેસ કરે છે. પવન જોષીને મોડેલિંગ ફોટોનો બહુ જ શોખ છે. સગાઈના દિવસે કિંજલે ચણિયાચોળી પહેરી હતી અને પવન જોધપુરીમાં સજ્જ થયો હતો. સગાઈ થયા બાદ પવને કિંજલ દવેનો એક વીડિયો શેર કર્યો હતો.
કિંજલે સગાઈ પહેલા અમદાવાદમાં પરિવાર સાથે શોપિંગ કરી હતી જેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. જોકે કિંજલ તેની સગાઈની તૈયારી કરી રહી હતી. જ્યારે સગાઈના બે દિવસ પહેલા જ કિંજલે હાથમાં મહેંદી પણ લગાવી હતી.
કિંજલ દવે સગાઈ કરી હતી ત્યારે પણ તેઓ ખાસી ચર્ચામાં રહ્યા હતા અને તેમના સગાઈના ફોટા અને વિડીયો ખૂબ જ વાયરલ થયા હતા કિંજલ દવે એ સગાઇ કરી ત્યારે એક ટીવી ચૅનલ માં ઇન્ટરવ્યુ આપ્યું હતું ત્યારે કિંજલ લગ્ન ક્યારે કરશે એવું પુસવામાં આવ્યું હતું તો કિંજલ દવે એ ૨૪ વર્ષે લગ્ન કરશે એવું કહ્યું હતું.
કિંજલ દવે સોશિયલ મીડિયા પર તેમના ફિયાન્સી પવન જોશી સાથે ઘણા બધા ફોટા અને વિડિયો અપલોડ કરતા રહે છે.કિંજલ દવે ફિયાન્સી પવન જોશી એ નવું ઘર લીધું હતું અને તેના મુહૂર્ત માં કિંજલ દવે પણ હાજર રહ્યા હતા કિંજલ દવે સાથે રહીને તેમના નવા ઘર નું મુહૂર્ત કરાવ્યું હતું.
એના કેટલાક ફોટા પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયા હતા એ ફોટામાં તમે જોઈ શકો છો. વધુ અપડેટ મેળવતા રહેવા અમારા ફેસબુક લાઈક કરો.