Breaking News

માત્ર 2 ઉપાયથી ખરતા વાળની સમસ્યા થશે દૂર,આ રીતે લગાવો મેથીના દાણાની પેસ્ટ,જાણી લો રીત

છેલ્લા કેટલાંક વર્ષાેથી આપણે વાળ ઊતરવાની સમસ્યા અંગે ખૂબ સાંભળતા આવ્યા છીએ. વાળ એ ચહેરાની સુંદરતાનો મહત્ત્વનો ભાગ છે. જેઓના માથા પર પાંખા વાળ હોય છે તેઓ પોતાના દેખાવ બાબતમાં ઓછો આત્મવિશ્વાસ ધરાવતા હોય છે. આમેય માથા પરના ગાઢા વાળ યુવાની અને સુંદરતાનું પ્રતીક છે.થોડાં પ્રમાણમાં વાળનું ખરવું એ સામાન્ય પ્રક્રિયા છે. કારણ કે વાળની વૃદ્ધિ અને ક્ષયના ચક્રમાં એક તબક્કો ખરવાનો પણ હોય છે. પચાસથી એકસો પચાસ સુધીના વાળનું રોજ ખરવું એ સામાન્ય બાબત છે. પરંતુ તેનાથી વધુ ઝડપે વાળ ખરવા અને ધીમી ગતિએ વાળનું વધવું એ ટાલ તરફ દોરી જાય છે. કેટલીક વાર નવા ઊગતા વાળ પાતળા અને ટૂંકા હોય તો પણ વાળનો જથ્થો ઘટે છે.

વાળના વૃદ્ધિ અને ક્ષયના ચક્રમાં ત્રણ તબક્કા છે. ઊગવું, જળવાવું અને ખરવું સામાન્ય રીતે આ ચક્ર દર વર્ષે સર્જાય છે. સામાન્ય રીતે માથાના નેવું ટકા વાળ વૃદ્ધિના તબક્કામાં હોય છે. આ સ્થિતિ બેથી છ વર્ષ સુધી રહે છે. માથાના દસ ટકા વાળ આરામની સ્થિતિમાં રહે છે એટલે કે જળવાઈ રહે છે. આ તબક્કો બેથી ત્રણ માસનો હોય છે. આ તબક્કાના અંતે આ દસ ટકા વાળ ખરી જાય છે. જ્યારે આ સંતુલન ખોરવાય અને વૃદ્ધિની તુલનાએ ખરવાનું પ્રમાણ વધી જાય ત્યારે ટાલની સ્થિતિ સર્જાય છે.

વાળ કરેટિન નામના પ્રોટીનના બનેલા હોય છે. આપણાં હાથ-પગના નખ પણ આ જ તત્ત્વના બનેલા હોય છે. આથી દરેક વ્યક્તિએ રોજ પૂરતી માત્રામાં પ્રોટીનનું સેવન કરવું જોઈએ. માંસ, મરઘી, માછલી, ઈંડા, ચીઝ, કઠોળ, સોયાબીન, અંકુરિત અનાજ, અનાજ અને નટ્સમાં પ્રોટીન હોય છે. તમને જો એમ લાગે કે તમારા વાળ વધારે ખરી રહ્યાં છે. તો ડોક્ટરની સલાહ લો.વાળ ખરવાના કારણ વાળ ખરવાના અનેક કારણો હોય છે. વાળની ઉપેક્ષા તેમાનું એક કારણ છે. ઉગ્ર પ્રકારની બનાવટોનો ઉપયોગ વાળ પર રસાયણોનો ઉપયોગ અતિશય ગરમી આપીને વાળને સ્ટાઈલ આપવી વગેરેથી વાળ ખરવાની સમસ્યા ઉદ્ભવી શકે છે.

ઘણીવાર કોઈ જાતની બીમારી, આહાર, દવાઓનું સેવન, પ્રસૂતિ વગેરેને કારણે અચાનક વાળ ખરવા લાગે છે. જ્યારે આ સમસ્યાની શરૂઆત ધીમેધીમે થાય અને ઉત્તરોત્તર વધતી જાય ત્યારે માની શકાય કે તે વંશાનુગત બાબત છે. મેલ-પેટર્ન, બોલ્ડનેસ, માનસિક તાણ, રસાયણો, દવાઓ, કુપોષણ તેમજ બીમારીને કારણે કથળતું આરોગ્ય વગેરે વાળ ખરવાના મુખ્ય કારણો છે. આમાંથી કયું કારણ આપણને લાગુ પડે છે તે શોધવું જરૂરી હોય છે. કેટલીક વાર એક કરતાં વધુ કારણો જવાબદાર હોય છે. ઉંમર વધવા સાથે ઘણાં કારણો તેમાં ઉમેરાતા જાય છે. જેઓ આ સમસ્યા અનુભવે તેઓએ તરત જ નિષ્ણાતને બતાવવું જોઈએ.

મોટાંભાગે કોઈ દેખીતા કારણ વિના જ વાળ ખરવાની સમસ્યા ઉદ્ભવે છે. જો મૂંઝવણ, કબજિયાત, અરુચિ, ઝાડા, વજન ઘટવું, ઊલટી તાવ, દુખાવો અથવા ત્વચા રોગની સાથે વાળ ખરતા દેખાય તો તે એક ગંભીર પ્રકારની સમસ્યા ગણાય અને તે સ્થિતિમાં તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. ડોક્ટર દર્દીનો ઈતિહાસ વગેરે જાણીને નિદાન કરશે. ડોક્ટર દર્દીને ચાલુ દવા, રોગોની સ્થિતિ, હોર્માેનની સ્થિતિ, કામનો પ્રકાર, રહેવાની જગ્યા, ત્વચા રોગ, વંશાનુગત વલણો વગેરે પણ પૂછશે સ્ત્રીઓને તેમના માસિક-ધર્મ, સગર્ભાવસ્થા મેનોપોઝ વગેરે વિષે પૂછવામાં આવશે. ડોક્ટર વાળ, માથાની ત્વચા, શરીરની ત્વચા અને રૃંવાટી વગેરેની ચકાસણી કરશે. વાળ ખરવાની પદ્ધતિ ચેપ વગેરેની ચકાસણી કરશે. હેર-પુલ-ટેસ્ટ રક્ત-પરીક્ષણ, સ્કાલ્પ-બાયોપ્સી વગેરેની પણ જરૂર પડી શકે છે.

એક વાર સાચું કારણ જણાઈ જાય તે પછી સારવાર શરૂ થઈ શકે છે. આ સમસ્યાનું તત્કાલ નિવારણ કરવું શક્ય નથી. લાંબા ગાળે સારવારની અસર થાય છે. વાળ ખરવા પાછળ કોઈ રોગ કારણભૂત હોય તો સૌ પ્રથમ તે રોગની સારવાર કરવી પડે છે. ફક્ત વાળ ખરવાની સમસ્યા હોય તો તેના ઉપચારના અનેક રસ્તા છે. સમસ્યાની ગંભીરતા અનુસાર ઉપચાર કરવામાં આવે છે.પ્રતિબંધક ઉપાયઃ
સમયસર ઉપચાર કરીને વાળ ખરવાની સમસ્યાને દૂર કરી શકાય છે. કેટલીક વાર આ સમસ્યા એ વાસ્તવમાં હેર-ડ્રાયરનો વધુ પડતો ઉપયોગ હોટ આયર્ન્સનો ઉપયોગ ડાઈ અને સ્ટાઈલિંગ પ્રોડકટ્સનો ઉપયોગ વગેરેનું પરિણામ હોય છે.

જીવનશૈલીમાં ફેરફાર તમારા જીવનમાં તાણ કે ચિંતા હોય તો સૌ પ્રથમ તેને દૂર કરો. મનને તાણમુક્ત બનાવવા યોગ-ધ્યાનની મદદ લો.પ્રોટીન, ચરબી, વિટામિન્સ, કાર્બાેહાઈડ્રેટ્સ જેવા પાયાનો પોષક તત્ત્વો રોજિંદા ખોરાકમાં હોવા જરૂરી છે. સ્વસ્થ, સુંદર વાળ માટે આ તત્ત્વોની યોગ્ય માત્રા મળવી જરૂરી છે.

વાળ ખરવા, તેનુ અયોગ્ય સમયે સફેદ થવું, ઓઇલી સ્કેલ્પ અને આવી જ કેટલીક સમસ્યાઓથી તમે રોજ પસાર થતા હશો. પરંતુ શું તમે જાણો છો કે તમારી રસોઇમાં ઉપયોગમાં લેવાતી મેથી કોઇ જાદુઇ બીજથી કમ નથી. જે તમારા વાળની સમસ્યાઓને દૂર કરવા માટે ફાયદાકારક છે.


મેથીના બીજ વિભિન્ન પોષક તત્વોથી ભરપૂર હોય છે. તે વાળને સફેદ થવાથી બચાવવામાં મદદ કરે છે. મેથીના બીજ રોજ ખાવાથી વાળ સફેદ થતા નથી. એટલું જ નહીં તે ચહેરા માટે સારુ માનવામાં આવે છે. તે મુક્ત કણોને નષ્ટ કરે છે. જેનાથી ચહેરાની ફાઇનલાઇન અને કરચલી જેવી સમસ્યાઓને દૂર કરે છે. તો આવો વાળ માટે કેટલાક પ્રાકૃતિક ઉપાય જાણીએ.સામગ્રી 1 મુઠ્ઠી ફુદીનાની પાન પીસેલા 5 મોટી ચમચી તલનું તેલ2 મોટી ચમચી મેથીના બીજ બનાવવાની રીતએક બાઉલમાં તેલ ગરમ કરઓ ને તેમા પાન અને બીજ ઉમેરી લો.એક વખત જ્યારે તે તતડી જાય એટલે સ્ટવથી ઉતારી લો અને ઠંડુ થવા દો.તેલને વાળ પર લગાવી લો.  આ તેલ સ્કેલ્પ પર બેક્ટેરિયાથી છૂટકારો મેળવવામાં મદદ કરશે અને વાળને રોમ છિદ્રોનો પણ પોષણ આપશે.નિયમિત આ તેલનો ઉપયોગ કરવાથી વાળનો વિકાસ થશે.ઉપાય  2 સામગ્રી2 મોટી ચમચી એરંડાનું તેલ3 ચમચી મેથીના બીજની પેસ્ટ 1 મોટી ચમચી આંબળા પાવડર બનાવવાની રીત સૌ પ્રથમ દરેક સામગ્રીના મિશ્રણને તમારા સ્કેલ્પ પર લગાવી લો.

આ મિશ્રણને તમારા વાળના મૂળ અને સ્કેલ્પ પર એક કલાક લગાવી રાખો. તે બાદ તેને શેમ્પુથી ધોઇ લો. અઠવાડિયામાં બે વખત આ ઉપાય કરો.ખરતા વાળ માટેના ઘરેલું ઉપાય.

કડવા લીમડાના પાનને ધોઈને થોડાં પાણીમાં ઉકાળી લો. પાણીને ઠંડુ પાડીને તેનાથી વાળ ધુઓ. બીજાં ઉપાય તરીકે કોપરેલમાં લીમડાનું તેલ ઉમેરીને માથામાં તેનું માલિશ કરો.કોથમીરનો રસ વાળમાં અને માથાની ત્વચામાં લગાવો.એક કપ સરસિયામાં પાંચ ચમચી મહેંદીના પાન નાંખીને તેલને ઉકાળો. પાંચ-દસ મિનિટ બાદ તેલને ઠંડુ પાડીને, ગાળીને ભરી લો, આ તેલથી માથામાં માલિશ કરો. તેનાથી વાળની વૃદ્ધિ સારી થશે. ખરતા વાળનો આ શ્રેષ્ઠ ઉપચાર છે.

એક ઈંડાની જરદીમાં થોડો આમળાનો પાઉડર મિક્સ કરીને તે મિશ્રણને માથામાં ઘસો. ત્રીસ મિનિટ રહેવા દો. પછી વાળ ધોઈ નાંખો.થોડાં દૂધમાં જેઠીમઠના ટુકડા અને ચપટી કેસર મેળવીને તેની પેસ્ટ બનાવો. માથામાં લગાવો. પંદર મિનિટ બાદ ધોઈ નાંખો.અડદની દાળ અને મેથીના દાણાંને ગ્રાઈન્ડ કરી લો. તેમાં અડધો કપ દહીં મેળવીને માથામાં તેનાથી માલિશ કરો. એક, બે કલાક બાદ વાળ ધોઈ નાંખો.તાજો આમળાનો રસ અને લીંબુના રસ સરખા ભાગે મિક્સ કરો. આ મિશ્રણને શેમ્પૂની જેમ વાપરો. તેનાથી વાળ વધે છે અને ગાઢા બને છે.

ઈંડાની જરદીમાં મધ મેળવીને તેનાથી માથામાં માલિશ કરો. ત્રીસ મિનિટ બાદ વાળને ધોઈ લો.ત્રિફળા પાઉડરમાં કુંવારપાઠાનો રસ મેળવીને માથામાં લગાવો. સપ્તાહમાં એક વાર ત્રણથી છ માસ સુધી કરો.થોડાંક મેથીના દાણાં લો અને તેને આખી રાત પાણીમાં પલાળી રાખો. આ દાણાંને આમળા, અરીઠા અને શિકાકાઈના પાઉડરમાં મેળવો. પછી તેમાં લીંબુની સૂકી છાલ અને બે ઈંડા ઉમેરો. બધી ચીજોને ગ્રાઈન્ડ કરીને પેસ્ટ બનાવો. આ મિશ્રણનું માથામાં માલિશ કરીને ૧૫-૨૦ મિનિટ સુધી રાખો પછી વાળને સૌમ્ય શેમ્પૂથી ધોઈ લો. વાળની વૃદ્ધિ અને ખરતા વાળ માટેનો આ શ્રેષ્ઠ ઉપાય છે.

વાળ ખરવાની સમસ્યા માટેની સારવાર સમસ્યા કેટલી ગંભીર છે અને તેને દૂર કરવાની તત્પરતા કેટલી છે તેના પર તેની સારવારનો આધાર રહે છે. ગ્રુમિંગ ટેક્નિક્સ વિગ્સ અને હેર પિસીસ હોમ રેમેડીઝ દવાઓ અને સર્જરી આ સમસ્યાની સારવારના પ્રકાર છે. ચોક્કસ પ્રકારની હેર સ્ટાઈલ કરીને આ ખામીને ઢાંકી શકાય છે. પાર્શીયલ હેર પિસીસ અને વિગ્સનો ઉપયોગ કરીને ગંભીર સ્થિતિને સંભાળી શકાય છે. દવાઓ, આયર્નની ખામી વગેરે જેવા કારણો દૂર થવાથી આ સમસ્યા પણ દૂર થાય છે. ચેપને કારણે જો સમસ્યા થઈ હોય તો ઓરલ એન્ટિબાયોટિક્સ કે એન્ટિફન્ગલ્સનો ઉપયોગ કરીને તેને દૂર કરી શકાય છે. જેટલો વહેલો ઉપચાર તેટલી વહેલી સમસ્યા દૂર થશે.

એન્ડ્રોજિનેટિક-એલોપેશિયા એટલે કે મેલ પેટર્ન-બોલ્ડનેસની સમસ્યાનો કોઈ ઉપાય નથી. તેની સારવાર છે. પરંતુ સંપૂર્ણ સફળતા નથી મળતી. કેટલીક દવાઓ માથાની ટોચ પરની ત્વચામાં તેમજ પાછળના ભાગમાં વાળ ઉગાડી શકે છે. કારણ કે ત્યાં થોડાં વાળ બચ્યા હોય છે, ત્યાંની ત્વચામાં વાળ ઊગવાની સંભાવના હોય છે.

હેર-ટ્રાન્સપ્લાન્ટેશન ટેકનિક પણ હવે ઘણી સુધરી ગઈ છે. જ્યાં તેની જરૂર હોય ત્યાં તે અજમાવી શકાય છે.સારવાર દરમિયાન ડોક્ટર પાસે અવારનવાર જઈને તપાસ કરાવવી જોઈએ. સારવારની કેવી અસર થઈ રહી છે. કોઈ આડઅસર છે કે કેમ તે જાણવા માટે આમ કરવું જરૂરી છે.

About Admin

Check Also

શિયાળામાં આ ડ્રાયફ્રૂટ્સ ખાવાનું ફાયદાકારક છે, ફાઈબરથી ભરેલું આ ડ્રાયફ્રૂટ્સ સ્વાસ્થ્યને આપશે ઘણા ફાયદા

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, શિયાળામાં લોકો પાસે ખાવાના ઘણા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *