મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું અને કાયમની જેમ આજે પણ હું તમારા માટે એક નવો લેખ લઈને આવ્યો છું અને તેમજ બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન, ફિલ્મ ઉદ્યોગનો સૌથી ધનિક અભિનેતા માનવામાં આવે છે અને તેમજ તે મુંબઇમાં 200 કરોડનો બંગલો ધરાવે છે અને મુંબઈ આવતા લોકો માટે મન્નત કોઈ પર્યટક સ્થળથી ઓછું નથી. તેનો બંગલો જોવા માટે કિંગ ખાનના ચાહકો દૂર-દૂરથી આવે છે પણ ખૂબ જ ઓછા લોકો જાણે છે કે કિંગ ખાનનું ઘર માત્ર દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ ખરીદવામાં આવ્યું છે અને તેમક આ શાહરૂખનું લંડન અને દુબઇ તેમજ અમેરિકાના લોસ એન્જલસમાં એક ઘર છે અને જ્યાં તે દર વર્ષે પોતાના પરિવાર સાથે રજાઓ પર જાય છે તેમજ તમે પરિવાર સાથે તમારા લક્ઝરી ઘરમાં આરામ કરો તો આજે અમે તમને અમેરિકામાં શાહરૂખ ખાનના ઘરની તસવીરો બતાવીએ.
બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાન ને કહેવામાં આવે છે. તેને કિંગ ખાન કહેવા ના પાછળ એક નહિ પરંતુ અનેક કારણો છે. શાહરૂખ એક એવું નામ છે જેને પરિચયની જરૂરત નથી. દુનિયાભરના લોકો તેને બોલીવુડના કિંગ અથવા કિંગ ખાન ના નામ થી ઓળખે છે. આટલા વર્ષોમાં, તેમને એ પણ સાબિત કરી દીધું છે કે બોલીવુડનો અસલી કિંગ છે અને બીજું કોઈ તેમનું સ્થાન લઈ શકતું નથી.
શાહરૂખ અમેરિકાના કેલિફોર્નિયાના બેવલી હિલ્સમાં આલીશાન મકાન ધરાવે છે. કોરોના વાયરસને કારણે, ઉનાળાની રજાઓમાં એસઆરકે અહીં આવી શક્યો નહીં. તમને જણાવી દઈએ કે બેવલી હિલ્સ એ અમેરિકાની સૌથી સુંદર જગ્યા છે. અહીં કિંગની સાથે પ્રિયંકા-નિક અને પ્રીતિ ઝિન્ટા-જેન ગુડિનફ અને સની લિયોનનું ઘર છે. હોલીવુડના બધા સુપરસ્ટાર બેવલી હિલ્સમાં રહે છે.શાહરૂખના બંગલામાં 6 મોટા બેડરૂમ છે. શાહરૂખ ગૌરીએ સુહાના, અબરામ અને આર્યન ખાન માટે અલગ રૂમ સ્થાપ્યા છે. શાહરૂખનો બંગલો કોઈ લક્ઝરી રિસોર્ટથી ઓછો નથી. આસપાસ હરિયાળી અને વચ્ચે મહેલ જેવો બંગલો.
શાહરૂખ ખાન એકમાત્ર એવા કલાકાર છે જેમને તમામ પ્રકારની ફિલ્મોમાં કામ કર્યું છે. આપણે બધાએ તેમને રોમાંસ, ડ્રામા, કોમેડી અને એક્શન કરતા દેખી ચુક્યા છે. ત્યાં કોઈપણ ભૂમિકા ને ખૂબ નિશ્ચિતપણે ભજવે છે. અભિનેતા હોવા ઉપરાંત શાહરૂખ નિર્માતા પણ છે. તેમની ફેન ફોલોઈંગ ભારતની સાથે સાથે વિદેશમાં પણ ખૂબ છે. વિદેશો માં પણ શાહરૂખના લાખો ની સંખ્યા માં ચાહકો છે.
આ મકાનમાં એક ખૂબ મોટો સ્વિમિંગ પૂલ છે. જ્યાં કિંગ ખાન તેના બાળકો સાથે તરવા જાય છે. આટલું જ નહીં, અહીં એક ખાનગી ટેનિસ કોર્ટ અને જેકુઝી છે. શાહરૂખનો સુંદર બંગલો વેસ્ટ હોલીવૂડ અને સાન્ટા મોનિકાના રોડિયો ડ્રાઈવથી માત્ર 5 મિનિટના અંતરે છે. એટલું જ નહીં, આ બંગલો તે લોકો માટે ભાડા માટે પણ ઉપલબ્ધ છે અને તમજ જેમના એક રાત્રિનું ભાડુ 2 લાખ રૂપિયા છે.
આ બંગલાનો ડાઇનિંગ હોલ પણ મોટી જગ્યામાં બનાવવામાં આવ્યો છે. જ્યાં આખો ખાન પરિવાર સાથે મળીને લંચ અને ડિનર લે છે.ડાઇનિંગ ટેબલની ઉપરનો ઝુમ્મર ખૂબ ખર્ચાળ અને પ્રાચીન છે.આ બંગલાનો વસવાટ વિસ્તાર પણ ખૂબ વૈભવી છે. જ્યાં દિવાલો મોટા પેઇન્ટિંગથી સજ્જ છે. મોટા સોફા અને ભવ્યદીવાલો પર ભવ્ય પડધા મૂકવામાં આવ્યા છે. જેની સાથે તમે તેનો અંદાજ મેળવી શકો છો કે તેમની જીવનશૈલી કેટલી વૈભવી હશે. ઘરની સજાવટ માં કિંમતી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
લગભગ દરેક જણ તેમના સંઘર્ષના દિવસોની વાર્તાથી વાકેફ હશે. ટીવીથી લઈને મોટા પડદા સુધીની શાહરૂખની યાત્રા ખૂબ જ લાજવાબ રહી છે. શરૂઆતના દિવસોમાં શેરીઓમાં ઘણી રાતો ગાળનાર શાહરુખ આજે ઘણા બંગલાઓનો માલિક છે. શાહરૂખના મુંબઇ સ્થિત બંગલા જન્ન્ત ના વિશે મોટાભાગના લોકો જાણતા હશે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે મન્નત સિવાય શાહરૂખ પાસે બીજા પણ ઘણા બંગલા છે.
ગૌરીએ પોતે આ મેન્શનનું ઇન્ટિરિયર કરાવી લીધું છે. તેઓએ ઘરના દરેક ખૂણાને પોતે ડેકોરેટ કર્યા છે. ગૌરી ખાન એક જાણીતી ઇન્ટિરિયર ડિઝાઇનર છે અને તેણે પોતાનું ઘર પણ સજ્જ કર્યું છે.અંતે એવું પણ જણાવવામાં આવ્યું છે કે આ શાહરૂખનું દુબઈમાં એક ઘર પણ છે. શાહરૂખનું દુબઈના પામ જુમેરાહમાં એક શાનદાર ઘર છે. શાહરૂખનું 8500×14000 સ્ક્વેર ફીટનું ઘર દુબઈમાં છે. જેની કિંમત લગભગ 17.84 કરોડ છે. આ સિવાય શાહરૂખનું સેન્ટ્રલ લંડનમાં એક એપાર્ટમેન્ટ છે તેવુ પણ અહીંયા જણાવવામાં આવ્યું છે.