મન ચંચળ હોય છે એટલે જ તેમાં રોજબરોજ અનેક ઈચ્છાઓ જન્મે છે. તેમાંથી કેટલીક ઈચ્છા એવી હોય છે જેને પૂર્ણ કરવાનું સામર્થ્ય વ્યક્તિમાં હોય છે પરંતુ કેટલીક ઈચ્છા પૂરી કરવામાં ઈશ્વરના આશીર્વાદ અને ભાગ્ય સાથે આપે તે જરૂરી બની જાય છે. આવી મનોકામના પૂરી કરવા માટે અહીં દર્શાવેલા ઉપાય તમને કામ લાગી શકે છે. આ ઉપાય અમલમાં મુકવા સરળ છે અને સાથે જ તે ગણતરીની કલાકોમાં અસર કરે છે. તો જાણી લો કયા કયા છે આ કામ.
જો તમે આ સપ્તાહમાં કોઈ ખાસ કામ કરવા જઈ રહ્યા હો તો ખાસ ઉપાયો સાથે તમારા દિવસની શરૂઆત કરો. આ ઉપાયોના પ્રભાવથી તમારા કાર્યમાં સફળતાના યોગ વધારે પ્રબળ થઈ જશે. જીવનની બધી પરેશાનીઓ, રૂપિયાની સમસ્યા, ગ્રહદોષ વગેરે દૂર કરી શકે છે. અહિંયા સપ્તાહના દિવસ પ્રમાણે કેટલાક સટીક ઉપાય બતાવવામાં આવ્યા છે. જેનાથી બહુ જલ્દી શુભ ફળ પ્રાપ્ત થાય છે.
આ ઉપાયોથી ધન સંબંધી સમસ્યાઓનો ઉકેલ આવશે. આ પ્રકારે દરેક દિવસે અલગ-અલગ ઉપાયો અપનાવો તો નિશ્ચિત શુભ ફળ પ્રાપ્ત થવા લાગશે. આ ઉપાયોની સાથે મેહનત પણ કરતાંરહેવું.તુલસીના છોડમાં સવારે સૂર્યોદય સમયે જળ ચઢાવવું અને સંધ્યા સમયે દીવો કરવો. આમ કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને મનની ઈચ્છા ઝડપથી પૂર્ણ કરે છે. જીવનની નાની-મોટી સમસ્યાનો અંત પણ તુરંત આવે છે. સંધ્યા સમયે તુલસીજી પાસે માટીના કોડીયામાં વિશેષ પ્રાર્થના સાથે દીવો કરશો તો તે અચૂક પૂર્ણ થશે.
સોમવાર.
જ્યોતિષ પ્રમાણે સોમવાર ચંદ્રનો દિવસ હોય છે. ચંદ્રમા પાસેથી શુભ ફળ પ્રાપ્ત કરવા માટે આ દિવસે ખીર જરૂર ખાવો જોઈએ. જો કુંડળીમાં ચંદ્ર નીચનો હોય તો સફેદ કપડાં પહેરવા જોઈએ અને શ્વેત ચંદનનું તિલક લગાવવું જોઈએ.આ સિવાય આ દિવસે સફળતાની પ્રાપ્તિ માટે શિવલિંગ પર કાચુ દૂધ ચડાવો. કાચુ દૂધ એટલે કે ગરમ કર્યા વગરનુ દૂધ. જો આ શકય ન હોય તો ઘરથી નિકળતા પહેલા દૂધ કે પાણી પીવુ. સાથે જ ऊँ श्रां श्रीं श्रौं स: सोमाय नम: મંત્ર બોલી ઘરેથી નિકળો. સફેદ રંગનો રૂમાલ સાથે રાખો. સોમવારે આટલું કરવાથી તમારા બધાં અટકેલા કાર્યો પૂર્ણ થશે અને ધારેલી સફળતા હાંસલ થશે.
મંગળવાર.
મંગળવાર એટલે મંગળની વિશેષ પૂજાનો દિવસ હોય છે. આ દિવસે મસૂરની દાળનું દાન કરો. જે લોકો માંગલિક હોય તેઓ લાલ વસ્તુઓનું દાન ખાસ કરીને કરો. દરેક મંગળવારે કેટલીક રેવડીઓ નદીમાં પ્રવાહિત કરો. ગળ્યો પરોઠો બનાવીને ગરીબ બાળકોનો ખવડાવો.આ સિવાય મંગળવારના દિવસે જો કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરવી હોય તો હનુમાનજીના દર્શન કરીને જ કરવી જોઈએ. કારણ કે મંગળવારને હનુમાનજીનો દિવસ માનવામાં આવે છે અને હનુમાનજી તમામ મનોકામના પૂર્ણ કરનારા દેવ પણ માનવામાં આવે છે. શક્ય હોય તો નજીકમાં આવેલા હનુમાનજી મંદિરે દર્શન કરી દિવસની શરૂઆત કરવી. સફળતા તમારા કદમ ચૂમશે.
બુધવાર.
બુદ્ધિના દેવતા બુધ ગ્રહનો દિવસ છે બુધવાર. જે લોકોની કુંડળીમાં બુધ અશુભ ફળ આપી રહ્યો હોય તેઓ આ દિવસે આખા મગ ન ખાવા અને તેનું દાન કરો. મંગળવારની રાતથી જ લીલા મગ પલાળીને રાખો અને બુધવારની સવારે આ મગને ગાયને ખવડાવો.આ સિવાય આ દિવસે ગણેશજીને દૂર્વા અર્પિત કરો.ગણપતિજીને ગોળ ધાણાનો ભોગ ધરાવો. ઘરેથી વરિયાળી ખાઈને નિકળો. ब्रां ब्रीं ब्रौं स: बुधाय नम: મંત્રનો જાપ કરો. લીલા રંગના વસ્ત્ર પહેરો અથવા લીલો રૂમાલ સાથે રાખો. આટલું કરવાથી તમને ધન લાભની સાથે સમૃદ્ધિ પ્રાપ્ત થશે.
ગુરૂવાર.
દેવ ગુરુ બૃહસ્પતિનો દિવસ છે ગુરુવાર. જે લોકોની કુંડળીમાં ગુરુ ગ્રહ સારી સ્થિતમાં ન હોય તે લોકો આ દિવસે કોઈ બ્રાહ્મણને પીળા રંગના વસ્ત્રો દાનમાં આપવા. કઢી-ચોખા પણ ખાવા અને ગરીબ બાળકોને પણ ખવડાવવા.આ સિવાય જ્યોતિષ અનુસાર ગુરૂવારે ગુરુ ગ્રહની આરાધના માટે સર્વોત્તમ દિવસ છે. આ દિવસે બૃહસ્પતિ ગ્રહ નિમિતે વિષેષ પૂજન કરવુ જોઈએ. આ ઉપરાંત આ દિવસે ભગવાન વિષ્ણુના મંદિરમાં જાઓ. શ્રીહરીને પીળા ફુલ અર્પણ કરો. સાથે જ ऊँ ग्रां ग्रीं ग्रों स: गुरुवे नम: મંત્ર જાપ કરો. પીળા રંગની કોઈ મીઠાઈ ખાઈને ઘરેથી નિકળવુ. પીળા વસ્ત્ર પહેરવા અને પીળો રૂમાલ સાથે રાખો.
શુક્રવાર.
અસુરોના ગુરુ શુક્રનો દિવસ છે શુક્રવાર. આ દિવસે શુક્રગ્રહ માટે વિશેષ ઉપાસના કરવી જોઈએ. આ દિવસે દહીં અને લાલ જુવારનું દાન કરવું જોઈએ. સફેદ રેશ્મી વસ્ત્રોનું દાન કરવું જોઈએ.આ સિવાય આ દિવસે સફળતા માટે લક્ષ્મીજીને લાલ ફુલ અર્પિત કરો. ऊँ द्रां द्रीं द्रौं स: शुक्राय नम:મંત્રના જાપ કરો. ઘરમાંથી નિકળ્યા પહેલા દહીનુ સેવન કરો. સફેદ રંગના કપડા પહેરવા અને સફેદ રંગનો રૂમાલ સાથે રાખવો.શુક્રવારે સવાર અને સાંજ એ બંને સમયે સ્નાન પછી યથાશક્તિ લાલ વસ્ત્ર પહેરીને દેવી લક્ષ્મીની લાલ સામગ્રીઓથી પૂજા કરો.દેવીની ચાંદી કે કોઈપણ ધાતુની બનેલી પ્રતિમાને દૂધ, દહીં, ઘી, ખાંડ અને મધથી બનેલા પંચામૃત અને પવિત્ર જળથી સ્નાન કરાવ્યા પછી લાલ ચંદન,કંકુ, લાલ અક્ષત, કમળ, ગુલાબ કે ઉમરડાના ફૂલ ચઢાવીને ઘરમાં બનેલી દૂધની ખીરનો ભોગ લગાવો.
લક્ષ્મી પૂજા કરવી અને પછી નીચે લખેલા મંત્રમાંથી કોઈપણ એકનો જાપ લાલ આસન પર બેસીને કમળકાકડીની માળાથી ઓછામાં ઓછા 108 વાર કરો અને પૂજામાં પધરાવેલું કંકુ તિજોરીમાં મુકી દેવુ
શનિવાર.
જ્યોતિષ પ્રમાણે શનિવારના દિવસે શનિની પૂજાનો વિશેષ દિવસ હોય છે. આ દિવસે કોઈ નવા કામ શરૂ ન કરવા જોઈએ. દર શનિવારે એક નારિયેળ નદીમાં પ્રવાહિત કરો. હનુમાન ચાલીસાનો પાઠ કરો. શનિદેવના દર્શન કરો અને તેલ ચઢાવો.આ સિવાય હનુમાન મંદિર જાઓ. હનુમાનજીને બનારસી પાન અને લાલ ફુલ ચડાવો. ऊँ प्रां प्रीं प्रौं स: शनैश्चराय नम:મંત્ર જાપ કરી ઘરેથી નિકળો. તલનું સેવન કરો. વાદળી રંગના વસ્ત્ર પહેરો અને વાદળી રૂમાલ સાથે રાખો.
રવિવાર.
રવિવારને સૂર્યનો દિવસ માનવામાં આવે છે અને આ દિવસે સૂર્યની ઉપાસનાનું ખાસ મહત્વ છે. સૂર્યથી શુભ ફળ પ્રાપ્ત કરવા માટે દર રવિવારે ગોળ અને ચોખાને નદીમાં પ્રવાહિત કરો. તાંબાના સિક્કાને નદીમાં પ્રવાહિત કરો. આ સિવાય રવિવારે સૂર્ય દેવને જળ ચડાવો પછી લાલ ફુલ અર્પણ કરો. આ દિવસે ऊँ ह्रां ह्रीं ह्रौ स: सूर्याय नम: મંત્ર જાપ કરો. ગોળનુ સેવન કરો. લાલ રંગના કપડા પહેરો અને લાલ રૂમાલ સાથે રાખો. તમારી તમામ સમસ્યાઓનો ફટાફટ અંત આવશે.રવિવારે પુષ્ય નક્ષત્રમાં સફેદ આંકડાનું મૂળ તોડી લાવવું. તેમાંથી ગણેશજીની પ્રતિમા બનાવી સફેદ ચંદન, દૂર્વા ચઢાવી વિધિપૂર્વક તેની પૂજા કરવી. પૂજા પછી આ પ્રતિમાને કુશના આસન પર બેસાડી અને ‘ॐ ગં ગણપતયે નમ:’ મંત્રની 108 માળા કરવી.