જન્મ અને મૃત્યુ નિશ્ચિત છે. જે જન્મે છે તેને એક દિવસતો મરવાનું જ છે. દરેક જીવે અંતમાં આ દુનિયાને છોડીને જવું પડશે. તો આપણા હિંદુ ધર્મ અનુસાર બાળકના જન્મથી મૃત્યુ સુધીના 16 સંસ્કાર હોય છે. મૃત્યુ બાદ પણ સંસ્કાર કરવામાં આવે છે. તો જ્યારે માણસનું મૃત્યુ થાય ત્યારે તેને ઘરથી સ્મશાન સુધી લઈ જવામાં આવે છે, જેને આપણે સ્મશાન યાત્રા અથવા અંતિમ યાત્રા કહીએ છીએ.સ્મશાન ઘાટ એટલે એક એવી જગ્યા કે જ્યા મૃત્યુ પામેલા માણસો ની અંતિમ વિધિ કરવામા આવે છે. સામાન્ય રીતે આ સ્મશાન ઘાટો નદી ના તટ પાસે જ બનેલા હોય છે. આ સ્મશાનમા જ્યારે શબને બાળવામા આવે છે અને ત્યારે જે અગ્નિ ઉત્પન્ન થાય છે તે ખુબ જ કષ્ટદાયક હોય છે.
શાસ્ત્રો અનુસાર અગ્નિ ના ૨૭ પ્રકાર હોય છે અને ચિતા ની અગ્નિ સૌથી વિશેષ હોય છે. આ જગ્યા એ કોઈપણ શુભ કાર્ય થઈ શકતુ નથી તથા આ સ્થાન પર પ્રભુ શિવ ધ્યાન મા લીન હોય છે. શાસ્ત્રો અનુસાર સ્મશાન ઘાટ એ લોકો વસવાટ કરતા હોય તે જગ્યા એ થી દૂર હોવો જોઈએ. જેથી અપવિત્ર ધૂળ અને નેગેટિવ એનર્જી ઘર મા ના પ્રવેશી શકે.એવી માન્યતા છે કે સ્મશાન મા ભૂત-પિશાચો નો વસવાટ હોય છે એટલા માટે ક્યારેય પણ રાત્રિ ના સમયે સ્મશાન પાસે થી પસાર થવા મા સાવચેતી રાખવી. એવી પણ માન્યતા છે કે જ્યારે આકાશ મા ચંદ્ર દેખાય છે ત્યાર થી સૂર્યોદય ના સમયગાળા સુધી કોઈ જીવિત વ્યક્તિ એ સ્મશાન ની આસપાસ પણ ના જવુ. શાસ્ત્રો અનુસાર કોઈપણ કારણ વિના આ જગ્યાએ ના જવુ.
શુ તમને ખ્યાલ છે કે સ્ત્રીઓ ને કેમ સ્મશાન મા પ્રવેશવા ની મનાઈ છે ? તો આ વાત નો સીધો સંબંધ શાસ્ત્રો સાથે જોડાયેલો છે. હિંદુ શાસ્ત્ર મુજબ અમુક સ્થાનો પર ફક્ત પુરુષ જ જઈ શકે છે. આ કાર્યો મા સ્ત્રીઓ ભાગ નથી લઈ શકતી. આ ઉપરાંત હિંદુ ધર્મ અનુસાર નારીયેળ માત્ર પુરુષો જ ફોડી શકે છે. સ્ત્રીઓ આ કાર્ય નથી કરી શકતી. આવુ જ કઈક સ્મશાન ઘાટ ની બાબત પર લાગુ પડે છે.આપણે ઘણી વખત આ મૂંઝવણ ઊભી થાય છે આવુ કેમ હશે ? સ્ત્રીઓ ને સ્મશાન ઘાટ મા પ્રવેશવા જયારેપર નિષેધ કેમ હશે ? તો આ પાછળ ઘણા તથ્યો રહેલા છે. જેના વિશે આજે આપને માહિતગાર કરીશુ. હિન્દુ ધર્મ મુજબ પણ કોઈ સ્વજન મૃત્યુ પામે છે. ત્યારે અંતિમવિધિ ના સમયે માથા નુ મૂંડન કરવુ પડે છે. જ્યારે સ્ત્રીઓ ને મૂંડન કરવા ની પરવાનગી નથી.
સ્ત્રીઓ નુ હૃદય અત્યંત નરમ અને કોમળ હોય છે. તે કોઈ નુ દુઃખ ક્યારેય પણ જોઈ ના શકે અને જયારે સ્મશાન મા મૃત વ્યક્તિ ની અંતિમક્રિયા ચાલતી હોય ને ત્યા જો રોકકડ થાય તો તેના આત્મા ને શાંતિ પ્રાપ્ત થતી નથી. આ ઉપરાંત જો ચિતા પર સળગતા મૃત માણસ ને કોઈ સ્ત્રી જોઈ જાય તો તે વિરહ તે સહન ના કરી શકે. જેના લીધે તે મુશ્કેલી મા મુકાઈ શકે છે. આ ઉપરાંત એક કારણ એવુ છે કે જ્યારે પુરુષો અંતિમક્રિયા પૂર્ણ કરી ને ઘેર પરત આવે ત્યારે તેમને કોઈ વસ્તુ અડકતા પહેલા સ્નાન કરી ને શુધ્ધ થવુ પડે છે પછી જ ઘર મા પ્રવેશી શકાય. માટે આ બધી વ્યવ્સ્થા સ્ત્રીઓ ઘેર હોય તો જ થઈ શકે. આ વાત પર થી આપણે સૌ વાકેફ છીએ.સ્મશાન મા ભૂત-પિશાચો નો વાસ થાય છે અને મોટાભાગે આ ભૂત-પિશાચો સ્ત્રીઓ ને જ પોતાનો નિશાનો બનાવે છે. આ કારણવશ પણ સ્ત્રીઓ ને સ્મશાન ઘાટ મા પ્રવેશ નિષેધ છે. આ બધા ધાર્મિક તથા લોજીકલ કારણો ને લીધે સ્ત્રીઓ નો સ્મશાન ઘાટ મા પ્રવેશ નિષેધ છે.
જો કોઈ વ્યક્તિ કોઈની અંતિમ યાત્રામાં શામિલ હોય, અથવા તેને કાંધ આપતો હોય, તો તેના પુણ્યમાં વધારો થાય છે. આ એક એવું પુણ્ય છે જેની અસરથી જુના પાપ નાશ પામે છે. આ માન્યતાના કારણે મોટાભાગના લોકો અંતિમ યાત્રામાં શામિલ થઈને કાંધ આપતા હોય છે. માટે તમે કોઈ પણ વ્યક્તિની અંતિમ યાત્રામાં જોડાઈ શકો અને શબને કાંધ આપી શકો. જે દરેક માટે પાપનાશક છે. જ્યારે કોઈની અંતિમ યાત્રા જોવા મળે તો, રામ નામનો જાપ કરવો જોઈએ. શ્રી રામચરિતમાનસ અનુસાર રામ નામના જાપથી ભગવાન શિવજી ખુબ જ પ્રસન્ન થાય છે. શિવપુરાણમાં જણાવવામાં આવ્યું છે કે, મૃત્યુ બાદ આત્મા પરમાત્મા એટલે કે શિવજીમાં વિલીન થઇ જાય છે. એટલા માટે અંતિમ યાત્રાને જોઇને રામ નામનું જાપ કરવું જોઈએ. તેનાથી ભગવાન શિવજીની કૃપા મળે છે.
જો આપણે સમયના અભાવના કારણે કોઈ અજાણ્યા વ્યક્તિની અંતિમ યાત્રામાં શામિલ ન થઇ શકીએ, તો જ્યારે શબ યાત્રા નીકળે ત્યારે આપણે રસ્તામાં જતા હોઈએ તો થોડી વાર થંભી જવું જોઈએ. પહેલા અંતિમ યાત્રાને જવા દેવી જોઈએ. ઉભા રહીને ભગવાનને પ્રાથના કરવી જોઈએ કે મૃતકના આત્માને શાંતિ મળે.જ્યારે પણ અંતિમ યાત્રા જોવા મળે ત્યારે પહેલા મૌન થઇ જવું જોઈએ. જો આપણે કાર અથવા બાઈક પર હોયએ તો હોર્ન પણ ન મારવો જોઈએ. આવું કરવામાં આવે તો મૃતકનો આદર અને સમ્માનની ભાવના આપણામાં પ્રકટ થાય છે. તે એક પ્રકારની શ્રદ્ધાંજલિ પણ માનવામાં આવે છે