ખોડો એક સામાન્ય પ્રક્રિયા છે જે માથાના ઉપરના ભાગની ત્વચાના મૃત સેલ્સને કારણે ઉત્પન્ન થાય છે. આ થોડાક સમય બાદ જાતે જ સરખી થાય જાય છે. આ રીતે જુની ત્વચાનું ઉતરી જવું અને નવી ત્વચાનું આવવું એક સામાન્ય પ્રક્રિયા ચાલતી રહે છે. પરંતુ આ પ્રક્રિયા વધારે માત્રામાં થવા લાગે છે ત્યારે સમસ્યાનુ રૂપ લઈ લે છે જેને ખોડાની સમસ્યા કહેવાય છે.ખોડો ઉત્પન્ન થવાના ઘણાં કારણો હોઈ શકે છે. જેવી રીતે વધારે પડતી ક્રિયાશીલ વસામય ગ્રંથીઓ જે ત્વચાને ચિકણી બનાવે છે કે પછી એવી ગ્રાંથિઓ જે ફંગસ વધારે છે. હવામાનમાં આવતાં ફેરફાર જેવી રીતે ગરમીમાંથી વરસાદ ત્યાર બાદ ઠંડી વગેરે તે પણ આને અસર કરે છે. અસંતુલિત ભોજન, શારીરિક થકાવટ, આલ્કોહોલ સાબુનો પ્રયોગ, હેરકંડીશનરનો ઉપયોગ, પાચન ક્રિયા સરખી ન હોવી વગેરે આ સમસ્યાને વધારી શકે છે.
ખોડો બે પ્રકારનો હોય છે- શુક્લ અને તૈલિય. શુક્લ ખોડાનો સંબંધ રૂખા વાળ અને શુષ્ક ત્વચાથી થાય છે જેને તમે વાળની અંદર, માથામાં અને ખભા પર સ્પષ્ટ રીતે જોઈ શકો છો. આ પ્રકારનો ખોડો સામાન્ય રીતે ચાલીસથી પચાસ વર્ષની ઉંમરમાં થાય છે. આવા પ્રકારનો ખોડો થવા પર વધારે પડતું બ્રશિંગ અને ખરાબ કેમિલક્સનો પ્રયોગ વધારે પડતો હાનિકારક હોય છે. પોતાના વાળને રોજ કોઈ સારા શેમ્પુથી સાફ કરો.
ખોડાની સમસ્યાથી ઘણા લોકો પરેશાન રહે છે. કોઇને પણ સારુ નથી લાગતું કે તેમનામાંથી ખોડો ખરીને કપડા પર ફેલાઇ જાય કેટલીક વખત ખોડાની સમસ્યા એટલી વધી જાય છે કે અતિશય ખંજવાળ આવવા લાગે છે અને પછી અન્ય લોકોની સામે શરમ અનુભવવી પડે છે.માથામાં ખોડો અનેક કારણોસર થાય છે. આહારમાં ઉણપ, તણાવ, ખરાબ શેમ્પુ, થાઇરોઇડની સમસ્યા કે પછી ફંગલ ઇન્ફેક્શનના કારણે થાય છે. ખોડાના કારણથી લોકોના વાળ ખરવા લાગે છે. શિયાળામાં તો તેની સમસ્યા વધી જાય છે. સ્કેલ્પમાં ડ્રાયનેસના કારણથી ખોડો વધી જાય છે અને ફેલાવવા લાગે છે. ખોડાનો ઇલાજ અનેક ઘરેલુ નુસખા દ્રારા કરવામાં આવે છે.
જેમાથી સૌથી અસરકારક નુસખો નારિયેળ તેલ અને કપૂરનો છે. આ બન્ને સામગ્રીઓ આરામથી ઘરમાં જ મળી જાય છે. તેને માથામાં લગાવવાથી ખોડાનો કેવી રીતે સફાયો થાય છે અને તેને સાથે લગાવવાનો ઉપાય શું છે?ખોડા માટે સૌથી સારો ઘરેલુ અને પ્રાકૃતિક ઉપચાર ચે. જેમાથી નારિયેળ તેલ ખૂબ અસરકારક નુસખો છે. જે માથામાં આવતી ખંજવાળ અને ખોડાને દૂર કરવાનું કામ સહેલાઇથી કરે છે. નારિયેળ તેલમાં એન્ટી-ફંગલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. તેમા વિટામીન અને ખનીજોની પણ ભરમાર હોય છે. આ સ્કેલ્પની ડ્રાયનેસને ભેજ પ્રદાન કરે છે ખોડાને દૂર કરવા માટે કોલ્ડ પ્રેસ અને નેચરલ ઓઇલ બેસ્ટ છે. નારિયેળ તેલને નવશેકુ ગરમ કરો અને માથામાં તેનાથી માલિશ કરો. તેને લગભગ 10-20 મિનિટ માટે લગાવીને રાખી દો અને તે બાદ વાળમાં સામાન્ય રીતે શેમ્પુ અને કન્ડિશનર કરો.ભારતીય ઘરોમાં પૂજામાં કપૂરનો ઉપયોગ કરવામાં આવે છે. તેના ઉપયોથી વાળ ખરવાની અને ખોડાની સમસ્યા દૂર કરી શકાય છે.
આ પ્રકારનો ખોડો સામાન્ય રીતે 14 થી 15 વર્ષની ઉંમરે થાય છે. કેમકે આ સમયે વસા ગ્રંથીઓ વધારે પડતી ક્રિયાશીલ હોય છે. જેથી કરીને તે વધારે તેલ ઉત્પન્ન કરે છે. આવા સમયે તમારા વાળનું ખુબ જ ધ્યાન રાખવું જરૂરી છે અને વાળને કોઈ સારા બ્રાંડયુક્ત શેમ્પુથી ધોવા જોઈએ.
ધ્યાન રાખો માથાની વધારે પડતી માલિશ ન કરો. કેમકે વધારે પડતી માલિશ અને ગરમ પાણીથી વાળમાં વધારે ચીકાશ થાય છે. વાળને નવાયા પાણીથી ધુઓ. તમે કોઈ મેડિકેટેડ શેમ્પુનો પણ પ્રયોગ કરી શકો છો. તણાવમુક્ત રહો અને સંતુલિત આહાર લો.દિવસમાં ઓછામાં ઓછા આઠ કલાક અવશ્ય ઉંઘ લો. ખાવામાં સલાડ, તાજા ફળ અને બાફેલા કઠોળનો વધારે ઉપયોગ કરો. દિવસમાં ઓછામાં ઓછા આઠથી દસ ગ્લાસ પાણી પીવો.વાળની સફાઈ કરતાં પહેલાં વાળની પ્રકૃતિને અનુરૂપ શેમ્પુનો ઉપયોગ કરો.વાળને પ્રાકૃતિક રીતે સુકાવા દો. તેના માટે અન્ય કોઈ સાધનોનો ઉપયોગ ન કરશો.ખોડો ફુડ એલર્જીનું સામાન્ય લક્ષણ છે તેથી તેની જાણ કરો જે તમારા ખોડાનું કારણ છેખોડાની સમસ્યામાં તમે દહીનો ઉપયોગ કરી શકો છો.દહીને વાળના મૂળમાં લગાડી દો.એક કલાક બાદ વાળ ધોઈ નાખો.વાળચમકીલા તો બનશે સાથે ખોડો પણ દૂર થશે.
લીંબુ:
લીંબુનો ઉપયોગ ખોડા માટેનો અકસીર ઈલાજ છે.3-4લીંબુ લઈ એને 5કપ પાણીમાં 10-15 મિનિટ સુધી ઉકાળો.આ પાણીનેગાળીને એના વડે વાળ ધોઈ નાખો.આ ઉપરાંત તમે વાળમાં લીંબુ પણ લગાવી શકો છો.લીંબુથી વાળમાં કુદરતી ચમક આવે છે અનેખોડાની તકલીફ દૂર થાય છે.
મેથી:
એક વાટકી મેથી રાતે પલાળી દો.સવારે આ દાણાની પેસ્ટ બનાવી વાળમાં લગાવી દો.એક કલાક બાદ વાળ ધોઈ નાખો. મેથીથી વાળમજબૂત બને છે અને ખોડો દૂર થાય છે.
તુલસી:
તુલસી અને આંબળાનો પાવડર સરખા ભાગે લઈ એની પેસ્ટ બનાવી લો.આ પેસ્ટને વાળમાં લગાડી દો.ત્યારબાદ અડધી કલાક બાદવાળ ધોઈ નાખો.આ ઉપાયથી વાળને પોષણ મળે છે.અને વાળને લગતી સમસ્યાઓથી છુટકારો મળે છે.
લીમડાના પાન:
કડવા લીમડાના પાન લઈ એને ગરમ પાણીમાં નાખી ઉકાળો.આ પાણીને લીમડાનાપાન સહિત જ આખી રાત રહેવા દો.સવારે આપાણી વડે તમારા વાળ ધુઓ.ખોડાના કારણે આવતી ખંજવાળથી તરત જ રાહત મળશે.અઠવાડીયામાં 2 થી 3 વાર આ પ્રયોગકરવાથી ખોડો જળમૂળમાંથી દૂર થશે.