Breaking News

નાની ઉંમરેજ માં બની ગઈ આ અભિનેત્રીઓ એક તો માત્ર 16 વર્ષની ઉંમરેજ થઈ ગઈ પ્રેગ્નેન્ટ,જુઓ તસવીરો…….

રહે છે.પછી ભલે તે તેમની લવ સ્ટોરી હોઈ કે કોઈના લગ્ન બોલીવુડમાં આ બધું તો સામાન્ય છે.પરંતુ આજે અમે તમને બોલિવૂડની આવી 3 અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેઓ 18 વર્ષની વયે એટલે કે બહુમતી પ્રાપ્ત કરતા પહેલા ગર્ભવતી થઈ ગઈ હતી.ચાલો જાણીએ તે 3 બોલિવૂડ અભિનેત્રીઓ કોણ છે.

ઉર્વશી ધોળકિયા.

તમારે ઉર્વશી ધોળકિયાને ખૂબ સારી રીતે જાણવી જ જોઇએ. ઉર્વશી ધોળકિયા ટીવી ઇન્ડસ્ટ્રીની જાણીતી અને સુંદર અભિનેત્રી છે. તેણે કસોટી જિંદગી કીમાં કોમોલિકાનું પાત્ર ભજવ્યું હતું. તે 2013 માં બિગ બોસની વિજેતા પણ રહી હતી.રિપોર્ટ અનુસાર, જ્યારે ઉર્વશી ધોળકિયા 15 વર્ષની હતી ત્યારે તેણે લગ્ન કર્યાં હતાં. 16 વર્ષની ઉંમરે તેણે સાગર અને ક્ષિતિજ નામના બે જોડિયાઓને જન્મ આપ્યો.

ઉર્વશી ધોળકિયાના જન્મદિવસના અવસર પર ગાયિકા નેહા કક્કડે ગુરુવારે અભિનેત્રીને ઉર્વશીને સોશિયલ મીડિયા પર ખાસ અંદાજમાં બર્થ-ડે વિશ કર્યું હતું.નેહાએ ઉર્વશી સાથેની પોતાની તસવીર પોસ્ટ કરીને લખ્યું હતું, હેપ્પી બર્થ-ડે દીદી!!! મારા જાણકારોમાં સૌથી સશક્ત મહિલાઓમાંથી એક, તમામ સિંગર મધર્સ માટે એક પ્રેરણા, પરંતુ તે તમામ મહિલાઓ માટે પણ જે આ વિચારે છે કે પોતાના લાઈફ પાર્ટનરને ખોવા અને માતા બન્યા બાદ તે વધારે કંઈ ન કરી શકી છે. થોડું તેને જોવો! તે અને તેના બાળકો સારી રીતે જિંદગી જીવી રહ્યાં છે. તે મારા માટે પણ એક પ્રેરણા છે. લવ યુ દીદી.

તમને જણાવી દઈએ કે, ઉર્વશીને ‘કસૌટી જિંદગી કી’ સીરિયલથી નવી ઓળખ મળી હતી. પોતાની એક્ટિંગના સફરમાં તેણે ચંદ્રકાંતામાં પણ કામ કર્યું હતું. ચંદ્રકાંતામાં ઉર્વશી ઈરાવતીની ભૂમિકામાં જોવા મળી હતી. ઉર્વશી રિયાલિટી શોનો પણ હિસ્સો રહી ચૂકી છે તેણે નચ બલિએ અને બિગ બોગ જેવા રિયાલિટી શોમાં ભાગ લઈ ચૂકી છે.

ભાગ્યશ્રી.

તમેં બોલિવૂડની અભિનેત્રી ભાગ્યશ્રીને સારી રીતે ઓળખતા હશો. 1990 માં તેના લગ્ન હિમાલયા દાસાણી સાથે થયા હતા. 17 વર્ષની ઉંમરે ભાગ્યશ્રીએ એક બાળકને જન્મ આપ્યો.સલમાન ખાનની એક સમયની સુપરહીટ ફિલ્મ ‘મૈને પ્યાર કિયા’ ની માસુમ ચુલબુલી ગર્લ ‘સુમન’ નો રોલ પ્લે કરેલી ભાગ્ય શ્રી તમને યાદ જ હશે. હાલમાં જ તે ટીવી ‘ચેનલ લાઈફ ઓકે’ નાં શો ‘લૌટ આઓ તૃષા’ માં પણ નજરમાં આવી હતી.
આ સમયે તે પોતાનાં પતી હિમાલય દાસાનીની સાથે ગ્રીસમાં છુટ્ટીઓ મનાવી રહી છે. ‘મૈને પ્યાર કિયા’ ની સીધી-સાદી આ ગર્લ આ તસવીરોમાં એકદમ યંગ એન્ડ ફ્રેસ નજરમાં આવી રહી છે.

ડિમ્પલ કાપડિયા.

ડિમ્પલ કાપડિયા તે સમયની ખૂબ જ સુંદર અને લોકપ્રિય અભિનેત્રી હતી. તમને ખબર નહીં હોય કે ડિમ્પલ કાપડિયાએ રાજેશ ખન્ના સાથે લગ્ન કર્યા હતા જ્યારે તે 16 વર્ષની હતી. તેણે લગ્ન કર્યાના 10 મહિના પછી જ પુત્રી ટ્વિંકલ ખન્નાને જન્મ આપ્યો હતો.સિનેમામાં માત્ર 16 વર્ષની ઉંમરમાં જ પોતાની પહેલી ફિલ્મથી એક આગવી ઓળખ બનાવનાર ડિમ્પલ કાપડિયા પહેલી એવી એક્ટ્રેસ છે જેણે જણાવ્યુ કે, ”લગ્ન અને બાળકો કોઇ પણ એક્ટ્રેસની સફળતા માટે નડતરરૂપ નથી.”

એક્ટ્રેસ ડિમ્પલ કાપડિયા પોતાના જીવનમા 60 વર્ષ પૂરા કર્યા પછી પણ નવા કેરેક્ટર્સને લઇને ઉત્સાહિત રહે છે અને ત્યાં સુધી કે જરૂર પડે તો તેના માટે ઑડિશન પણ આપવા માટે નથી અચકાતા. હિંદી સિનેમાની બૉબીને આજે 62 વર્ષ થયા છેડિમ્પલ કાપડિયાનો જન્મ 8 જૂન 1957ના એક ગુજરાતી પરિવારમાં થયો, તેમના પિતા ચુન્નીભાઇ કાપડિયા મુંબઇના એક જાણીતા ઉદ્યોગપતિ હતા, ડિમ્પલની દેખરેખ પણ સારા વાતાવરણમાં થઇ. ચુન્નીભાઇ ફિલ્મી દુનિયાના ઘણા લોકો સાથે સંબંધ રાખતા તેના કારણે સ્ટાર્સનુ તેમના ઘરે આવવા-જવાનું રહેતુ. શૌમેન રાજ કપૂરે પણ ડિમ્પલને તેમના ઘરે જ જોઇ.

રાજ કપૂરે મેરા નામ જોકર બનાવી જે રિલીઝના સમયે સુપરફ્લોપ રહી, જેના કારણે તેમનો બંગ્લો, ઑફિસ વેચવા મૂકવા પડે તેવી સ્થિતિમાં આવી ગયા, ત્યારે તેમને યુવાનો માટે ફિલ્મ બનાવી ‘બૉબી’, ફિલ્મનો હીરો તો ઘરમાં જ હતો પરંતુ હીરોઇન માટે રાજ કપૂરની ઇચ્છા ડિમ્પલને લેવાની હતી. ડિમ્પલ કાપડિયાના પિતા ચુન્નીભાઇ સાથે વાત કરી તેઓ બહુ વિંનતી પછી માન્યા. માત્ર 15 વર્ષની ઉંમરમાં ડિમ્પલે ફિલ્મ બૉબી માટે કામ કર્યુ. ઋષિ કપૂર સાથે કરેલી પહેલી ફિલ્મ બૉબી માટે ડિમ્પલને ફિલ્મફેર બેસ્ટ એક્ટર ફિમેલનો એવોર્ડ મળ્યો.

ડિમ્પલ કાપડિયા તે દિવસોમાં ઇન્ડસ્ટ્રીના  અને કાકાના નામથી ફેમસ એવા રાજેશ ખન્નાની ફેન હતી. ફિલ્મ બૉબી દરમિયાન ડિમ્પલના ઋષિ કપૂર સાથેના સંબંધોને લઇને ચર્ચા થઇ હતી. આ દરમિયાન રાજેશ ખન્ના અને અંજૂ મહેન્દ્રના બ્રેકઅપના સમાચાર સામે આવ્યા. આ પછી બૉબીના સેટ પર રાજેશ ખન્નાની મુલાકાત ડિમ્પલ કાપડિયાની સાથે થઇ. રાજેશ ખન્નાએ ડિમ્પલને લગ્ન માટે પ્રપોઝ કર્યુ. 1973માં માત્ર 16 વર્ષની ઉંમરમાં ડિમ્પલે લગ્ન કર્યા પોતાનાથી 15 વર્ષ મોટા રાજેશ ખન્ના સાથે. લગ્ન પછી ડિમ્પલે ફિલ્મ બૉબીની બાકી રહેલી શૂટિંગ પૂરી કરી. લગ્ન પછી રાજેશ ખન્નાના કહેવા પર ડિમ્પલ કાપડિયાએ ફિલ્મો માટે કામ કરવાનું બંધ કરી દીધુ. આ પછી ડિમ્પલે 2 દિકરી ટ્વિકંલ અને રિન્કીને જન્મ આપ્યો. રાજેશ ખન્નાએ જ્યારે ડિમ્પલને વધારે રોકવાનો પ્રયત્ન કર્યો તો તેમના લગ્ન વધારે દિવસો સુધી ના ચાલ્યા. લગ્નના થોડા વર્ષો પછી 1982માં અલગ થવાનો નિર્ણય કર્યો. ડિમ્પલ પોતાની બંને દિકરીઓ ટ્વિંકલ અને રિન્કી સાથે રાજેશ ખન્નાથી અલગ થઇ ગયા.

About Admin

Check Also

કતારની સૌથી ઉંચી ઈમારત પર મૌની રોયની સ્ટાઈલિશ ચાલ, ચાહકોએ કરી વાહ વાહ – જુઓ વીડિયો

બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોય તેના ખૂબસૂરત અને અદભૂત લુકને કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે મૌની …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *