તમે બધા જાણો છો કે બોલિવૂડની જાણીતી અભિનેત્રી હેમા માલિની એ અભિનેતા ધર્મેન્દ્રની પત્ની છે, જેને બોલિવૂડના રોમાંન્સ કિંગ તરીકે ઓળખવામાં આવે છે, તમે બોલીવુડના પ્રખ્યાત અભિનેતા ધર્મેન્દ્ર અને તેની સુંદર પત્ની હેમા માલિનીને પણ જાણતા હશે. તે જાણીતું છે કે અભિનેત્રી હેમા માલિનીએ ઘણી બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે અને તેણે તેના અભિનય દ્વારા લાખો કરોડો લોકો ને પોતાનાદીવાના બનાવી લીધા છે. લોકોએ પોતાને પાગલ બનાવી દીધા છે હેમા માલિની દેખાવમાં ધર્મેન્દ્ર અને હેમા માલિનીએ સાથે મળીને ઘણી ફિલ્મો કરી હતી અને તે બંનેને લોકોએ ખૂબ પસંદ કરી હતી.
બોલિવૂડની ખુબસુરત એકટ્રેસની જ્યારે જ્યારે વાત થાય ડ્રીમગર્લ હેમા માલિનીને કોઈ કેવી રીતે ભૂલી શકે? હેમાએ 70ના દશકમાં પોતાની એક્ટીંગથી એક એવી સિદ્ધિ મેળવી હતી જ્યાં પહોંચવા માટે ભલભલી અભિનેત્રીઓએ ખુબજ મથામણ કરી હતી. હેમા માલિની એક ખુબસુરત અભિનેત્રી હોવાની સાથે સાથે ક્લાસિકલ ડાન્સર પણ છે.
ભરત નાટ્યમમાં તેને મહારથ હાસીલ છે. જ્યારે સ્ટેજ પર તે ક્લાસિકલ ડાન્સ કરે છે આપણને લાગે કે તેમનો નાતો નટરાજન સાથે મનથી જોડાઈ ચુક્યો છે. હેમા માલિનીનો આજે જન્મદિવસ છે. 16 ઓક્ટોબર 1948માં તમિલનાડૂમાં જન્મેલી આ અભિનેત્રીએ સાઉથની ફિલ્મોથી તેની કેરિયરની શરૂઆત કરી હતી.એક ખાસ વાત તો એ કહી શકાય કે હેમા માલિનીને તમિલ સિનેમાના ડાટરેક્ટર અમ્માનકુડીએ રિજેક્ટ કરી દીધી હતી. હેમાની જગ્યાએ જયલલિતાએ આ ફિલ્મ કરી હતી. પાછળથી જયલલિતાએ રાજકારણ ક્ષેત્રે જંપલાવ્યુ હતુ. હેમાએ બોલિવૂડમાં તેનું સ્થાન મજબુત કરી દીધુ હતુ.
હેમાના પિતા વી એસ આર ચક્રવર્તી તમિલ ફિલ્મોના નિર્માતા હતા. બોલિવૂડની વાત કરીએ તો ફિલ્મ સીતા ઔર ગીતા, શોલે, પ્રેમ નગર, સત્તે પે સત્તા, ડ્રીમ ગર્લ, ખુશ્બુ અને કિનારા જેવી ફિલ્મોમાં મહત્વનો રોલ કર્યો હતો.ધર્મેન્દ્ર અને હેમા માલિની એ ઘણી ફિલ્મો માં કામ કર્યું છે. અને તે બંને ફેમસ છે. તેણે બન્ને એ શોલે, ભાગવત, ડ્રીમગર્લ, સીતા ઓર ગીતા, જુગનુ, ધર્માત્મા, ચરસ, આઝાદ, અલીબાબા 40 ચોર, કિનારા, દોસ્ત, સુલ્તાન, સમ્રાટ, આસપાસ, પ્રતિજ્ઞા, દિલ્લગી, જેવા ફિલ્મ માં એક સાથે કામ કર્યું છે.
ઓટોબાયોગ્રાફીમાં હેમા માલિનીએ એ વાતનો ખુલાસો કર્યો હતો કે 70ના દશકમાં દિગ્ગજ અભિનેતા સંજીવ કુમાર અને જીતેન્દ્રએ તેને પ્રપોઝ કર્યું હતુ. જો કે હેમાનું દિલ ધર્મેન્દ્ર માટે ધડકતું હતુ. હેમાએ ધર્મેન્દ્ર સાથે 1979માં લગ્ન કર્યા હતા.
હેમા માલિની એક માત્ર એવી એકટ્રેસ છે જેણે કપૂર ફેમિલીના બે પેઢીઓ સાથે કામ કર્યુ છે. હેમા માલિનીએ રાજ કપૂર, શમ્મી કપૂર, રણધીર કપૂર, અને ઋષિ કપૂર સાથે ફિલ્મોમાં રોમાન્સ કર્યો હતો. હાલ હેમા માલિની રાજકારણમાં સક્રિય છે. BJP પાર્ટી તરફથી લોકસભામાં મેમ્બર ઓફ પાર્લામેન્ટ, તેઓ 2019ની ચૂંટણીમાં બીજીવાર મથુરાની સીટ પરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડ્યાં હતાં અને તેઓ સાંસદ બન્યા છે. છેલ્લાં પાંચ વર્ષમાં તેમની સંપત્તિમાં 34 કરોડનો વધારો થયો છે.
એફિડેટિવ પ્રમાણે 125 કરોડની સંપત્તિઃ
વર્ષ 2019ની ચૂંટણી સમયે કરેલાં એફિડેવિડ પ્રમાણે, હેમાની સંપત્તિ 125 કરોડ રૂપિયા છે, જેમાં રોકડા, બેંક ખાતામાં તથા જ્વેલરીના 13 કરોડ 22 લાખ 945 રૂપિયાનો સમાવેશ થાય છે.34 કરોડ સંપત્તિ વધી, પાંચ વર્ષ પહેલાં હેમાની સંપત્તિ 66 કરોડ હતો. વર્ષ 2019મા એટલે કે પાંચ વર્ષ પછી સંપત્તિ 34 કરોડ 46 લાખ વધી છે. હવે, તેમની સંપત્તિ 125 કરોડથી વધારે છે.
હેમા-ધર્મેન્દ્ર પાસે આ કાર્સ, હેમામાલિની ઘણી મોંઘી અને શાનદાર કારો નું કલેક્શન છે જેમાં મર્સડેસ બેનઝ ML-Class જેની કિંમત કિંમત 40-50 લાખ રૂપિયા છે. બીજી કાર છે Hyundai Santa Fe છે જેની કિંમત 20-30 લાખ રૂ. છે, Audi Q5 જેની કિંમત 50-60 લાખ રૂ. છે.ભારતીય જનતા પાર્ટી તરફથી વધુ એકવાર મથુરા લોકસભા સીટ માટે ચૂંટણી મેદાને ઉતરેલી બૉલીવુડ અભિનેત્રી અને હાલમાં સાંસદ હેમા માલિની એક અબજોપતિ છે.
છેલ્લા પાંચ વર્ષમાં, તેમની સંપત્તિના કુલ મૂલ્યમાં 34 કરોડ 46 લાખ રૂપિયાનો વધારો થયો છે. જો કે, તેમના પતિ ધર્મેન્દ્ર સિંહ દેઓલની સંપત્તિ ફક્ત 12 કરોડ 30 લાખ રૂપિયા વધી છે. આવકવેરા વિભાગમાં દાખલ કરાયેલા વળતર પ્રમાણે પતિ-પત્નીએ છેલ્લા પાંચ વર્ષમાં 10-10 કરોડની કમાણી કરી છે.
હેમા માલિનીએ વર્ષ 2013 – 14માં 15 લાખ 93 હજાર રૂપિયાની કમાણી કરી હતી અને ગયા વર્ષે 1 કરોડ 19 લાખ 50 હજાર રૂપિયાની જાહેરાત આવકવેરા વિભાગ સમક્ષ કરી છે. 2014-15 માં, તેમણે 3 કરોડ 12 લાખ રૂપિયા, 2015-16 માં 1 કરોડ 9 લાખ રુપિયા અને 2016-17 માં 4 કરોડ 30 લાખ 14 હજાર રૂપિયાની કમાણી કરી છે.
આમ, તેમના પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન, તેમની કુલ આવક 9 કરોડ 87 લાખ 55 હજાર રૂપિયા રહી અને ધર્મેન્દ્ દેઓલની 9 કરોડ 72 લાખ 78 હજાર રૂપિયાની આવક હતી. હેમા માલિની પાસે બે કાર છે. જેમાં એક મર્સીડીઝ છે, આ કાર 2011માં 33 લાખ 62 હજાર 654 રૂપિયામાં ખરીદી હતી.
તેના સિવાય, એક ટોયોટા છે જે 2005 માં પાંચ લાખ રૂપિયામાં ખરીદી હતી. ચૂંટણી માટે નોમિનેશન સાથે દાખલ કરેલા સોગંદનામા દ્વારા, તે પણ જાણવા મળે છે કે ધર્મેન્દ્ર તેના વ્હાલા લોકોથી જ નહીં પરંતુ તેના જુના વાહનો સાથે પણ નજીકનો સંબંધ રાખે છે. કદાચ આ માટે જ હજુ સુધી 1965માં માત્ર 7 હજાર રૂપિયામાં ખરીદેલી રેન્જ રોવર કાર, 8 હજાર રૂપિયામાં ખરીદેલી મારુતિ 800 અને 37 હાજરમાં ખરીદેલી મોટર સાઇકલને પણ હજુ સુધી તેના ગેરેજમાંથી દૂર કરી નથી.તે રીતે, તેઓ અબજોપતિઓની ગણતરીમાં પણ આવે છે.
તેમની કુલ સંપત્તિ હાલમાં 123 કરોડ 85 લાખ 12 હજાર 136 રૂપિયા છે. જ્યારે, હેમામલિની 1 અબજ 1 કરોડ 95 લાખ 300 રૂપિયાની રોકડ, જ્વેલરી, ફિક્સ્ડ ડિપોઝિટ, શેર, કોઠી બંગલાની માલિકી છે. પાંચ વર્ષ પહેલાં, આ મિલકતનું મૂલ્ય 66 કરોડ 65 લાખ 79 હજાર 403 રૂપિયા હતું.