Breaking News

પતિ-પત્નીની ઉંમરમાં અંતર શા માટે જરૂરી છે,મોટા ભાગ ના લોકોને નથી ખબર આ માહિતી જાણી લો.

પહેલાના સમયમાં, વડીલો ભારપૂર્વક કહેતા હતા કે લગ્ન માટે પસંદ કરેલા છોકરા અને છોકરીની ઉંમરમાં મોટો ફરક કરવો જરૂરી છે. આજે પણ લગ્ન માટેના સંબંધની શોધમાં આ બાબતોનું ખૂબ ધ્યાન રાખવામાં આવે છે. મોટા ભાગે છોકરાઓનું લગ્ન 5થી 6 વર્ષ નાની છોકરી સાથે નક્કી કરવામાં આવે છે. જોકે લોકો આ વસ્તુ સરળતાથી સમજી શકતા નથી પરંતુ તેની પાછળ કેટલાક વિશિષ્ટ કારણો છે તો ચાલો આપણે સહેજ પણ રાહ જોયા વગર આ કારણો વિશે જાણીએ.

કદાચ તમે જોયું હશે કે પહેલા અને અત્યારના સમયમાં પતિ-પત્નીની ઉંમરની વચ્ચે ઘણું અંતર હોય છે. પહેલાના સમયની વાત કરીએ તો આ અંતર ૫ થી ૧૦ વર્ષનો હતું. આજના સમયમાં પણ એવું જોવા મળે છે. જોકે આવું લગભગ દરેક વિવાહમાં ફોલો કરવામાં આવે છે, પરંતુ તેની પાછળનું કારણ શું છે તે ભાગ્યે જ કોઇને માલુમ હશે. પરણિત કપલમાં ઉંમરમાં અંતર શા માટે હોય છે, તેની પાછળ એક નહીં પરંતુ ઘણા કારણ છે. તો ચાલો અમે તમને જણાવીએ કે પતિ પત્નીની ઉંમરમાં અંતર શા માટે જરૂરી છે.

પતિ પત્નીની ઉંમરમાં અંતર શા માટે જરૂરી  કહેવામાં આવે છે કે પ્રેમ ઉંમર પર આધાર નથી રાખતો. પ્રેમ તો કોઈપણ ઉંમરમાં કોઈની પણ સાથે થઈ શકે છે. ઘણી વખત જોવામાં આવે છે કે યુવક અથવા યુવતીઓને પોતાનાથી મોટી ઉંમરના વ્યક્તિ સાથે પ્રેમ થઈ જાય છે. ઘણી વખત એવું પણ બને છે કે યુવતીઓને પોતાનાથી ઘણી નાની ઉંમરના યુવક સાથે પ્રેમ થઈ જાય છે અને લગ્ન પણ કરી લે છે. પરંતુ મોટાભાગના મામલાઓમાં જોવામાં આવેલ છે કે હંમેશા યુવતીની ઉંમર યુવક કરતાં ઓછી હોય છે. પરંતુ આજે અમે તમને જણાવીશું કે લગ્ન માટે પતિ પત્નીની ઉંમરમાં અંતર શા માટે હોવું જોઈએ.

હકીકતમાં સમય જતાં સ્ત્રીઓમાં થતા આંતરસ્ત્રાવીય બદલાવને લીધે, તેઓ પુરુષો કરતા વધારે વૃદ્ધ દેખાવા લાગે છે. તમારા પતિ કરતા તમે વધારે વૃદ્ધ ન દેખાવ તેથી, કુટુંબ પહેલાંથી જ 5 થી 6 વર્ષ નાની છોકરી સાથે લગ્ન કરવાનું નક્કી કરે છે. છોકરાઓની તુલનાએ છોકરીઓની શારીરિક ક્ષમતા જલ્દી ઓછી થવા લાગે છે આવી સ્થિતિમાં કુટુંબ ઇચ્છે છે કે છોકરી નાની હોય તે વધારે કામ કરી શકે છે પરિશ્રમ કરી શકે છે.

છોકરાઓ કરતા છોકરીઓ વધારે લાગણીશીલ હોય છે. આવી સ્થિતિમાં, માતાપિતા હંમેશાં તેમની પુત્રીના ભાવનાત્મક ટેકાને ટેકો આપવાનો પ્રયત્ન કરે છે આ કિસ્સામાં, છોકરા અને છોકરી વચ્ચેના વયના તફાવતની નોંધ લેવી મહત્વપૂર્ણ છે.

પહેલું કારણ રિસર્ચમાં સાબિત થયું છે કે યુવક અને યુવતીમાં પરિપક્વતા એટલે કે મેચ્યોરિટીનાં સ્તરમાં અંતર હોય છે. તે વાત સાબિત થઈ ચૂકી છે કે યુવતીઓ યુવક કરતા જલ્દી મેચ્યોર થઈ જાય છે. એટલા માટે લગ્નની વચ્ચે યુવક અને યુવતીની ઉંમરમાં અંતર રાખવામાં આવે છે.

બીજું કારણ પતિ પત્નીની ઉંમરમાં અંતર હોવાનું બીજું કારણ એ છે કે જો કોઈ યુવકનાં લગ્ન સમાન ઉંમરની યુવતી સાથે કરવામાં આવે તો તેમના વિચાર એકબીજા સાથે ક્યારેય પણ મળતા નથી, એટલા માટે આ અંતર હોવું જરૂરી છે.ત્રીજું કારણ પતિ પત્નીની ઉંમરમાં અંતર હોવાનું ત્રીજું કારણ પરસ્પર સમજણ છે. એવું માનવામાં આવે છે કે જો બંનેની ઉંમર સમાન હોય છે, તો તેમનામાં સમજદારી આવી શકતી નથી. એક સફળ લગ્ન માટે પતિ પત્નીની ઉંમરમાં અંતર હોવું જરૂરી છે.ચોથું કારણ એવું માનવામાં આવે છે કે જો તમારો પાર્ટનર ઉંમર લાયક હોય તો તેને પોતાની જવાબદારીઓનો અહેસાસ હોય છે. પરંતુ જો બંનેની એક સરખી ઉંમર હોય તો તેમનામાં અનુભવની કમી હોય છે, જેના લીધે જીવનમાં ઘણી બધી પરેશાનીઓ આવી શકે છે.

પાંચમું કારણ સમય પસાર થવાની સાથે સાથે મહિલાઓમાં થતાં હોર્મોન્સ બદલાવને કારણે તેઓ જલ્દી વૃદ્ધ દેખાવા લાગે છે. એટલા માટે આપણા દેશમાં તે પરંપરા છે કે યુવતીના લગ્ન તેનાથી મોટી ઉંમરના યુવક સાથે કરવામાં આવે છે. એટલા માટે લોકો યુવતીની ઉંમર કરતાં ૫-૬ વર્ષ મોટો યુવક પસંદ કરે છે.

 

છઠ્ઠું કારણ એક અધ્યયન અનુસાર જો પતિ પત્નીની ઉંમરમાં અંતર ન હોય તો તેમના સંબંધો તૂટવાનો ખતરો વધારે રહે છે. જો પતિ-પત્ની વચ્ચે ઉંમરનું અંતર પાંચ વર્ષનું હોય તો તેમનો સંબંધ તૂટવાની સંભાવના ઓછી થઈ જાય છે. જો આ અંતર ના હોય તો વિવાહ તૂટવાની સંભાવના વધી જાય છે.

જો છોકરો છોકરી કરતા ઉંમરમાં મોટો હોય તો તે ઘર અને ઉંમરના નાના મોટા તો તે નાના કાર્યોમાં પત્નીની સારી રીતે મદદ કરી શકશે બીજી તરફ, જો તે બંને એક જ વયના હોય, તો અનુભવના અભાવે બંને લોકોને જીવનમાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ઘર અને બહારના કામ કરવા માટે ઉંમરમાં તફાવત જરૂરી છે. આની મદદથી, કોઈપણ કાર્ય ખૂબ જ સરળતાથી થઈ શકે છે અને બંનેને કોઈ સમસ્યા નથી હોતી.

About Admin

Check Also

છૂટાછેડા પછી કુતરા સાથે કર્યાં લગ્ન, મહિલાએ કહ્યું- પતિ કરતાં વધુ ખુશ રાખે છે..જાણો શા માટે

લંડનમાં રહેતી એક મહિલાએ તેની પાલતુ કૂતરી સાથે લગ્ન કર્યા મહિલાએ તેના પતિથી છૂટાછેડા લીધા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *