Breaking News

પીરિયડ્સ દરમિયાન થતો હોય અતિશય દુખાવો તો એના માટે બેસ્ટ છે આ વસ્તુનું પાણી,બસ આ રીતે કરો સેવન…

આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું.મહિલાઓને દર મહિને પીરિયડ્સમાંથી પસાર થવું પડે છે. આ ચક્ર દર મહિને 3થી7 દિવસ સુધી ચાલે છે. આ દિવસોમાં મહિલાઓને દુખાવા અને અન્ય મુશ્કેલીઓમાંથી પસાર થવું પડે છે. કમર, પેટ અને પેટની નીચેના ભાગ, શરીરનો દુખાવો જેવી સમસ્યા સામાન્ય લક્ષણ છે. પરંતુ અનેર વાર આ દુખાવો સહન ન થાય તેવો હોય છે. તેનાથી છૂટકારો મેળવવા માટે દવાઓનો સહારો લેવો પડે છે. આ દર્દ નિવારણ ગોળીઓ દુખાવાથી છૂટકારો અપાવે છે. પરંતુ દર વખતે પીરિયડ્સ સમયે દવાઓનું સેવન કરવાથી સાઇડ ઇફેક્ટ પણ થઇ શકે છે. વધારે વજન વાળી મહિલાઓને પીરિયડ્સ દરમિયાન ખૂબ મુશ્કેલી થાય છે. ત્યારે તે લોકોએ એક્સરસાઇઝને તેમજ યોગ કરવા જોઇએ.

પીરિયડ્સ દરમિયાન આ લક્ષણ સામાન્ય.

પીરિયડ્સ દરમિયાન હોર્મોન્સ તેજીથી બદલાય જાય છે.તે દરમિયાન મહિલાઓના શરીરમાં અનેક પ્રકારના બદલાવ આવે છે. જેને લઇને મહિલાઓનો સ્વભાવ સુસ્ત થઇ જાય છે. તેમજ તણાવ અને ગુસ્સો પણ આવે છે. તે સિવાય વધારે ઉંઘ આવવી. ખાવા-પીવાનું મન ન થાય. આ સામાન્ય લક્ષણ છે.

પીરિયડ્સ સમયે કેમ દુખે છે પેટમાં

પીરિયડ્સ દરમિયાન કમર અને પેટની નીચેના ભાગમાં સહન ન થાય તેવો દુખાવો થવાના કારણે શારીરિક કમજોરી થઇ શકે છે. લોહીની ઉણપનથી માસિક રોકાઇને આવવું કે રેગ્યુલર ન આવવાથી પણ દુખાવો થાય છે. તેમજ ખાણી-પીણી યોગ્ય ન હોવી અને ઠંડુ પાણી પીવાથી પણ દુખાવો થઇ શકે છે. એક મહિનો બરાબર રક્ત સ્ત્રાવ થવાથી વિટામિન અને આર્યનની ઉણપ થાય છે. જેથી આહાર દ્વારા તેની પૂર્તિ કરવું જરૂરી છે. નહીતર આગામી મહિને પીરિયડ્સ દરમિયાન વધારે મુશ્કેલી થઇ શકે છે.

પીરિયડ્સ દરમિયાન ઘરેલુ ઉપચાર

પૌષ્ટિક ગુણોથી ભરપૂર આહાર લેવાથી શારીરિક તકલીફ દૂર રહે છે. જેનાથી તમે પીરિયડ્સ દરમિયાન પણ એનર્જી ભરપૂર તેમજ સ્વસ્થ રહે છે. જેથી ફળ, દૂધ ઉત્પાદ અને લીલી શાકભાજીનું સેવન કરો. જેમા વિટામિન અને એન્ટીઓક્સીડેન્ટ વધારે પ્રમાણમાં હોય છે. ડાયેટમાં વિટામીન બી,ઇ,સી અને ફોલેટ જેવી ઘણી સપ્લીમેંટ્સ લેવી પણ ફાયદાકારક રહેશે.આદુના ઔષધીય ગુણો દરેક લોકો જાણે છે. આજ કારણ છે કે તેનો ઉપયોગ ન માત્ર આયુર્વેદમાં પરંતુ ભારતીય ખાવાના પણ કરવામાં આવે છે, જેટલું ગુણકારી આદુ છે એટલું જ ગુણકારી આદુનું પાણી છે. તેમા રહેલા જિંજરોલ, ફાઇબર, કેલ્શ્યિમ, પોટેશિયમ, એન્ટીઓક્સિડેન્ટ જેવા તત્વ હેલ્થને અનેક રીતે ફાયદો પહોંચાડે છે.

રોજ આદુનું પાણી પીવાથી પાચન ક્રિયા સ્વસ્થ રહે છે. તે પેટમાં બળતરાની સમસ્યાને પણ દૂર કરે છે.આદુના પાણીમાં રહેલા જિંક તત્વ ઇંસુલિન વધારે છે જેનાથી ડાયાબિટીસના દર્દીઓનું શુગર લેવલ કંટ્રોલ કરવામાં મદદ થાય છે. આદુના બ્લડ શુગર લેવલને કંટ્રોલને કરવાની ખાસિયત ફૂડ ક્રેવિંગ ઓછી કરે છે સાથે તે શરીરની ચરબી ઓછી કરવાની પ્રક્રિયાને પણ બૂસ્ટ કરે છે. તેમા કેલરી પણ જીરો હોય છે. તે ક્વોલિટીજ લોકોને વજન ઓછું કરવામાં મદદ કરે છે એક રિસર્ચ મુજબ, પીરિયડ્સના દિવસોમાં આદુનું નવશેકુ પાણી પીવાથી દુખાવોસ બ્લોટિંગ અને મરોડની સમસ્યા ઓછી થઇ જાય છે. આવું આદુમાં રહેલા એન્ટી ઇંફ્લેમેટરી ગુણોના કારણે થાય છે. એક્સર્સાઇઝ કરતા સમયે મસલ્સ ડેમેજ થઇ શકે છે. તેને રિપેયર કરવામાં આદુનું પાણી મદદ કરી શકે છે. રોજ આ પાણીને પીવા પર સ્નાયુઓ રિપેયરની પ્રોસેસને બૂસ્ટ કરવામાં મદદ મળે છે.ઉલટી જેવું થાય કે ઉબકા આવે તો એવામાં આદુનું પાણી પી લો. તેનાથી તમને તરત રાહત મળશે. મોર્નિંગ સિકનેસની સ્થિતિમાં પણ આ પાણી પીવાથી રાહત મળે છે.

પેટમાં દુખાવો થવા પર ગરમ પાણીની બોટલ કે થેલી પેટના નીચેના ભાગ પર કે દુખાવો થતો હોય ત્યાં રાખો. તેનાથી રોકાયેલ રક્ત બહાર નીકળી જાય છે અને દુખાવામાંથી તરત રાહત મળે છેકમર અને બોડીમાં થતા દુખાવામાં રાહત મેળવવા માટે ઓલિવ અને નારિયેલના નવશેકુ ગરમ કરી મસાજ કરવાથી રાહત મળે છે.દુખાવો થવા પર વ્યાયામ, યોગ કે સ્ટ્રેચિંગનો સહારો લઇ શકાય છે, પરંતુ તે દરમિયાન વ્યાયામ અને સ્ટ્રેચિંગ કરો.

તુલસી – આ નેચલ પેન કિલર અને એંટીબાયોટિકથી તમારા પેટનો સુખાવો 2 મિનિટમાં ગાયબ થઈ જશે. પીરિયડ્સ દરમિયાન તેને ચા કે પાણીમાં ઉકાળીને પીવો. તેનાથી તમારા પેટના દુખાવામાં આરામ મળશે. ગાજરનુ જ્યુસ – બ્લડ ફ્લો ઠીક ન થવાને કારણે પેટનો દુખાવો થવા માંડે છે. આવામાં ગાજરનુ સેવન કરવાથી પેટનો દુખાવો પણ ઠીક થઈ જશે અને બ્લડ ફ્લો પણ ઠીક થશે.

અજમો – આ દિવસ દરમિયાન પેટમાં ગેસ બનવાને કારણે પણ દુખાવો થાય છે.  આવામાં ગરમ પાણી સાથે અજમાનુ સેવન કરો. 5 મિનિટ પછી પેટની ગેસ અને દુખાવાથી છુટકારો મળી જશેવરિયાળી – એક કપ પાણીમાં વરિયાળીને સારી રીતે ઉકાળીને દિવસમાં 2-3 વાર તેનુ સેવન કરો.. તમને પેટના દુખાવામાં આરામ મળી જશે

અળસી.

અળસીના બી પણ દુખાવાને દૂર કરે છે. અળસીના બીમાં ફૈટી એસિડ હોય છે જે માસિક સમયે થતા દુખાવાને દૂર કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત ગર્ભાશયની તકલીફોને પણ અળસી દૂર કરે છે. રોજ 2થી 3 ચમચી અળસીના બીનું સેવન કરવું જોઈએ.

About Admin

Check Also

શિયાળામાં આ ડ્રાયફ્રૂટ્સ ખાવાનું ફાયદાકારક છે, ફાઈબરથી ભરેલું આ ડ્રાયફ્રૂટ્સ સ્વાસ્થ્યને આપશે ઘણા ફાયદા

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, શિયાળામાં લોકો પાસે ખાવાના ઘણા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *