Breaking News

રણબીર કપુરથી શાહરુખ સુધી આ સુપરસ્ટાર,આવી નાની નાની વસ્તુઓથી ડરે છે,જાણી ચોંકી જશો તમે……

મિત્રો આજના અમારામાં આ લેખમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે અમે તમારા માટે આ લેખમાં આજે એવા અભિનેતાઓ વિશે જણાવવા જઈ રહ્યા છે જેમના અંદર કોઈને કોઈ વસ્તુ ને લઈને ડર છે જેને ફોબિયા પણ કહેવામાં આવે છે.દુનિયામાં દરેક વ્યક્તિનું મગજ એક જેવું હોતું નથી. ફોબિયાની વાત કરવામાં આવે તો કોઈ વ્યક્તિને પાણીથી ડર લાગે છે, તો કોઈ વ્યક્તિને ઉંચાઈથી ડર લાગે છે અને અમુક વ્યક્તિને પાણી ડર લાગે છે. અમુક લોકોનો ડર વિચિત્ર હોય છે અને તેમાં આપણા બોલિવૂડ સેલિબ્રિટીનો પણ સમાવેશ થાય છે. ઘણા સ્ટાર માટે તે ચીજો નોર્મલ હોતી નથી.આજે આ લેખમાં તમને જણાવીશું કે કયાં સેલિબ્રિટી ને કઈ વસ્તુથી ડર લાગે છે.

શાહરુખ ખાન.

બોલિવૂડના બાદશાહને પણ ડર લાગે છે. શાહરૂખ ખાનને કરિયરની શરૂઆતમાં જે કામ કરવું પડતું હતું તેનાથી તેને ખૂબ જ બીક લાગતી હતી. ફિલ્મ બાઝિગર અને કરણ- અર્જુન ફિલ્મમાં તેને ઘોડેસવારી કરવી પડતી. તે સમયે કિંગ ખાનને પરસેવા છૂટી ગયા હતા. તેને જ્યારે પણ ઘોડા સાથે શૂટિંગ કરવાનું થાય છે ત્યારે તે એવોઈડ કરતો હોય એવું લાગે છે.બોલિવૂડના કિંગખાનને ઘોડા થી ડર લાગે છે. જ્યારે ઘણી ફિલ્મોમાં તેમણે ઘોડા દોડાવેલા છે. તે ઘોડા સવારી નો સીન હતો. ત્યારબાદ તેમને ઘોડાથી ફોબિયા થઈ ગયો.

કેટરિના કૈફ.

દર્શકોની ફેવરિટ એક્ટ્રેસ કેટરિનાને જેનાથી ડર લાગે છે તે આૃર્યજનક છે. તેને ટામેટાંથી બીક લાગે છે. કેટરિનાને પહેલાથી જ ટામેટાંથી ડર લાગતો હતો, પણ તે ડર હવે વધી ગયો છે. કારણ કે ફિલ્મ ઝિંદગી ના મિલેગી દોબારામાં એક ગીત હતું જેમાં ટામેટાં એકબીજાને મારવાના હોય છે. તેથી કેટરિનાનો આ ફોબિયા એટલો વધી ગયો છે કે તે ટામેટાંને પોતાની પાસે પણ આવવા નથી દેતી કે કોઈપણ વસ્તુ જે ટામેટાંની બનાવી હોય તો તે જમતી પણ નથી. માનવામાં ન આવે પણ કેટરિનાએ એક જાહેરાતમાં કામ કરવાની એટલા માટે ના પાડી હતી, કારણ કે તે સોસની જાહેરાત હતી. શૂટિંગ તેણે ટામેટાં સાથે કરવાનું હોવાથી. તે જાહેરાતથી તેને કરોડો રૂપિયા મળે તેમ હતા તે છતાં પણ તેનો સ્વિકાર કર્યો નહોતો. તેને ઊંચાઈથી પણ બીક લાગે છે. કેટરિના જ્યારે પણ ઘર ચેન્જ કરે છે ત્યારે તે ખાસ ધ્યાન રાખે છે કે તે ઘર વધારે પડતું ઊંચાઈ પર તો નથી ને.

દીપિકા પદુકોણ.

ભણસાલીની ફિલ્મ પદ્માવતમાં એક બહાદૂર રાણીનું પાત્ર ભજવતી દીપિકાને પણ ડર લાગે છે. જોકે એને જેનો ડર લાગે છે એ વસ્તુથી તો ભલભલા બીએ છે. દીપિકાને સાપથી ડર લાગે છે. તેને જ્યારે પણ સાપોની સાથે શૂટિંગ કરવાનું આવે ત્યારે દીપિકાના જાણે હોશ ઊડી જતા હોય એમ લાગે છે. તે શૂટિંગ સ્થળ પર એકદમ ડરતી ડરતી ફરતી હોય તેવા એના હાવભાવ જોવા મળતા હોય છે.

અર્જુન કપુર.

અર્જુનને જેનાથી ડર લાગે તે સાંભળીને બધાને ખૂબ નવાઈ લાગશે. દરેક ઘરમાં સીલિંગ હોય અને સીલિંગમાં પંખો તો હોવાનો જ.આ પણ ખૂબ જ વિચિત્ર છે. અર્જુન કપૂરના ઘરમાં પંખા નથી અને તેઓ તે રૂમમાં રોકાવાથી પણ ઈનકાર કરી દેતા હોય છે, જ્યાં પંખા હોય છે. પણ અર્જુનના ઘરમાં એક પણ સીલિંગ ફેન નથી. તેને સીલિંગ ફેનથી ડર લાગે છે. તેને લાગે છે કે પંખો તેના પર પડશે. તેને એટલે સુધી બીક લાગે છે કે જે રૂમમાં પંખો હોય તે રૂમમાં જવાનું પણ પસંદ કરતો નથી. આ જાતના ડરને ફોબિયા કહેવાય છે.

સોનમ કપૂર.

હકીકતમાં સોનમની અંદર કલેઇથ્રોફોબીઆ અને કેલુંસ્ટ્રોફોબીઆ બંનેના લક્ષણ છે. એવામાં તેમને એલીવેટર થી ડર લાગે છે. કલેઇથ્રોફોબીઆ નો મતલબ એવો થાય છે કે જેમાં તમને પોતાને ફસાઈ જવાનું મહેસૂસ થાય છે અથવા તમને લાગે છે કે તેઓ ભાગી શકશે નહીં. વળી બંધ જગ્યાઓ પર ના ડર ને કેલુંસ્ટ્રોફોબીઆ કહેવામાં આવે છે.

સલમાન ખાન.

સલમાન ખાન સાથે પણ તેવું જ છે જેવું સોનમ કપૂરની સાથે છે. તેમને પણ એલિવેટર્સ થી ડર લાગે છે જોકે તેમને કલેઇથ્રોફોબીઆ વળી કોઈ પરેશાની નથી.

રણબીર કપૂર.

રણબીર પડદા પર જાતજાતના સાહસો કરતો દેખાય છે. એની મર્દાનગી ઉપર છોકરીઓ પાગલ થઈ જાય છે. પણ આ મર્દ પણ સાવ નાનકડી તુચ્છ વસ્તુથી ડરે છે. રણબીરને વંદાથી બીક લાગે છે. રણબીરને જ્યારે પણ વંદો દેખાય તે ત્યાંથી તરત ભાગી જાય છે. તેને વંદાની તો બીક લાગે જ છે, સાથે સાથે કરોળિયાથી પણ ડરે છે. ઘણા લોકોની જેમ રણબીર કપૂરને પણ વાંધા થી ડર લાગે છે. ખાસ કરીને ત્યારે જ્યારે તે અચાનકથી ઉડતા હોય છે. એટલું જ નહીં રણબીર કપૂરને અરચનોફોબીઆ એટલે કે કરોળિયા થી પણ ડર લાગે છે.રણબીરને પાણીમાં કૂદકો મારવાનું કહેવામાં આવે તો તેને પરસેવો છૂટી જાય છે. અનજાના અનજાની ફિલ્મમાં તેને સમુદ્રમાં કૂદવામાં હતું જેનું શૂટિંગ તેણે માંડ પૂરું કર્યું હતું.

વિકી કૌશલ.

વિકી કૌશલને ડૂબી જવાનો અને ભૂતો થી ખૂબ જ વધારે ડર લાગે છે. જ્યારે તેમણે ફિલ્મ ભૂત માં પણ કામ કર્યું છે. આ ફિલ્મમાં એવા સીન પણ હતા, જેમાં તેઓને સમુદ્રની અંદર જવાનું હોય છે. તેવામાં આ ખૂબ જ હેરાન કરી દેવાવાળી હકીકત છે. વળી પાણીને લઈને તો ડર ઘણા લોકોમાં જોવામાં આવે છે. જ્યાં વધારે પાણી હોય છે ત્યાં લોકો જવા થી ડરતા હોય છે.

આલિયા ભટ્ટ.

બોલિવૂડના કલાકારોને શૂટિંગ માટે ગમે તે સ્થળે જવું પડે છે અને ગમે તે સમયે પૂરું થાય તેનું નક્કી હોતું નથી. તેમને ફિલ્મ માટે અંધારામાં હાઈવે પર પણ શૂટિંગ કરવું પડે છે. ત્યારે આલિયાને બહુ જ બીક લાગે છે. તેને અંધારાથી ડર લાગે છે. તેના ઘરમાં પણ તે ક્યારેય લાઈટો બંધ કરવા દેતી નથી. એ ઉપરાંત તે તેના રૂમમાં પણ ક્યારેય લાઈટ બંધ નથી કરતી અને જો કોઈ વાર તેના એપાર્ટમેન્ટમાં લાઈટો જાય તો સૌથી પહેલી બૂમ તેની જ હોય છેે. આલિયા હંમેશાં એવી કોશિશ કરે છે કે તેનો સામનો અંધારા સામે ન થાય.

કરીના કપૂર ખાન.

કરીનાને ગોલમાલ રિટર્ન અને ગોલમાલ-૩માં આપણે બાઈક પર અને ૩ ઈડિયટ્સમાં તેને સ્કૂટર ચલાવતી જોઈએ છીએ. પરંતુ હકીકત એવી છે કે તેને બાઈક ચલાવવાનું અને બાઈક પર પાછળ બેસવામાં ડર લાગે છે. ફિલ્મોમાં જે પણ સીન તેને ટુ વ્હીલર પર કરવાનો હોય તો તે ભગવાનનું નામ લેતી-લેતી પૂરો કરે છે.

About Admin

Check Also

કતારની સૌથી ઉંચી ઈમારત પર મૌની રોયની સ્ટાઈલિશ ચાલ, ચાહકોએ કરી વાહ વાહ – જુઓ વીડિયો

બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોય તેના ખૂબસૂરત અને અદભૂત લુકને કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે મૌની …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *