આપણે ત્યાં દરેકના ઘરે રસોડામાં તમાલપત્ર તો હોય જ છે. અને આ તમાલપત્રનો મસાલા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તે ઉપરાંત તેનો પ્રયોગ આયુર્વેદમાં ઔષધી તરીકે પણ થાય છે. સુકવેલા તમાલપત્રનો ઉપયોગ ભોજનની સુગંધ વધારવા માટે પણ કરવામાં આવે છે. એક વાર ભોજન તૈયાર થઇ જાય પછી તેને પીરસતા પહેલા તેમાંથી તમાલ પત્ર કાઢી નાખવામાં આવે છે.તેમાંથી આવતી સુગંધ તેના સ્વાદ કરતા પણ વધારે મહત્વની હોય છે. તમાલ પત્ર ઘણા સ્વાસ્થ્ય સબંધી લાભ પણ છે. પ્રાચિન કાળ થી જ તેનો પ્રયોગ લીવર, આંતરડા અને કીડની ના ઈલાજ માટે કરવામાં આવે છે. ઘણીવાર તેનો ઉપયોગ મધમાખી કરડી જાય તો તેના ડંખ પર પણ લગાવવામાં આવે છે. અને લોકો તમાલ પત્ર નો ઉપયોગ ઘણા નાના મોટા ઘણા રોગો ની સારવાર માટે કરે છે.
એટલું જ નહિ પરંતુ શું તમે જાણો છો કે તમાલ પત્રના બીજા પણ ઘણા ફાયદા છે. તમાલ પત્ર નો ઉપયોગ તનાવ દુર કરવા માટે પણ થાય છે. જેવી રીતે આપને સપા વગેરે થેરેપીમાં રીલેક્સ થવા માટે એરોમા નો ઉપયોગ કરીએ છીએ તમાલ પત્ર દ્વારા એનો આનંદ આપને ઘરે બેઠા ઉઠાવી શકીએ છીએ.તે ઉપરાંત એ પણ જણાવી દઈએ કે તમાલ પત્રને એક વાસણ માં નાખી તેને બાળવું અને પછી તેને એવી રીતે જ એક રૂમમાં રાખી દેવું. અને આવું કરતી વખતે ૧૫ મિનીટ સુધી રૂમને બહારથી બંધ રાખવી, થોડા સમય પછી જયારે તમે રૂમ ખોલશો તો રૂમમાંથી એક રિલેક્સિંગ સુગંધ આવશે. અને એ આપને ખુબજ સુકુન આપે છે. થોડી વાર રૂમમાં આખો બંધ કરી ને બેસવાથી તણાવ દુર થઇ જાય છે અને આરામ નો અહેસાસ થાય છે.
એટલું જ નહિ તમાલ પત્ર નો પ્રયોગ ખાસ કરીને દવા બનાવવામાં પણ કરવામાં આવે છે. ખાસ કરીને તેનો ઉપયોગ ભારતીય ઔષધિમાં વધારે થાય છે. તમાલ પત્ર ગરમ મસાલાનું એક મહત્વનું અંગ છે. તેનો પ્રયોગ હંમેશા આયુર્વેદમાં કરવામાં આવે છે. ઘણા પ્રકારની બીમારીઓ માં તમાલ પત્ર ફાયદાકારક સાબિત થાય છે. તેમજ દરરોજ સવારે તમાલ પત્રના પાવડર નું પાણી સાથે સેવન કરવાથી ડાયાબીટીસ માં પણ ફાયદો થાય છે. આ પાવડર દિવસમાં તરવ વાર લઇ શકાય છે તેનાથી ડાયાબીટીસ બિલકુલ દુર કરી શકાય છે.
તમને જણાવી દઈએ કે તમાલ પત્ર નો ઉપયોગ મગજ નો વિકાસ કરવા માટે પણ થાય છે. તમાલ પત્ર થી યાદ શક્તિ માં વધારો કરી શકાય છે. તમાલ પત્ર નો દરરોજ ના ભોજન માં ઉપયોગ કરવો જોઈએ. તેનું નિયમિત સેવન કરતા લોકો ને મગજ સાથે જોડાયેલી કોઈ પણ બીમારી નથી થતી દરેક બીમારી તેમનાથી દુર રહે છે. તેમજ યાદશક્તિ માં વધારો થાય છે. વૃદ્ધાવસ્થા માં પણ યાદશક્તિ ને લઈને કોઈ સમસ્યા નથી આવતી. તે ઉપરાંત મહિલાઓ માટે પણ તમાલ પત્ર ખુબજ ઉપયોગી અને ફાયદાકારક છે.
જો કોઈને પાચનતંત્ર સંબંધી સમસ્યા હોય તો તેનું નિવારણ તમાલ પત્ર થી થઈ શકે છે. આ સિવાય જો તમે સ્ટ્રેસમાં હોવ અને તમારી બાજુમાં તમાલપત્ર સળગાવો તો તેના ખુશ્બુદાર ધુમાડાથી આજુબાજુની હવા ફ્રેશ થઈ જશે. અને સાથે સાથે તમારો મૂડ પણ ફ્રેશ થઈ જશે. આ સિવાય તમાલપત્ર અને સળગાવવાથી કહેવાય છે કે મગજ શાંત રહે છે.જો તમારા દાંત પીળા થઇ ગયા હોય તો તમાલપત્ર અને પીસીને તેના પાઉડરમાં સંતરાની છાલનો પાવડર ભેળવી દો, હવે આ મિશ્રણથી અઠવાડિયામાં ત્રણ વખત પોતાના દાંત ઘસી લો આનાથી દાંત મા રહેલી પીળાશ ઓછી થાય છે.કિડનીની સમસ્યા હોય ત્યારે તમાલ પત્ર ખૂબ કામમાં આવી શકે છે. તમાલપત્ર અને પાણીમાં નાખી ઉકાળી લો ત્યારબાદ ઉકાળેલા પાણી ને ઠંડુ કરીને પીવાથી કિડનીને લગતી સમસ્યામાં રાહત મળી શકે છે.તમાલપત્ર અને પીસીને તેનું બારીક ચૂર્ણ બનાવી લો, આની એક ચમચી દરરોજ ત્રણ વખત પાણીમાં લેવાથી ડાયાબિટીઝના દરદીઓને લાભ મળે છે. લોહીમાં રહેલું સુગર ઘટવા લાગે છે.
સાંધાના દુખાવા માટે કઈ રીતે કરશો ઉપયોગ? તમાલ પત્ર ના 3-ચાર પાંદડાને એક ક્લાસ પાણીમાં ઉકાળી લો. જ્યારે પાણી અડધા ગ્લાસ જેટલું બચે ત્યારે તેને ગળીને રોજ ત્રણ વાર પીવો. આનાથી પેશાબ વધુ આવે છે તેમ જ શરીર નો દુખાવો ઓછો થઈ જાય છે.આપણને જ્યારે શરદી થાય ત્યારે પણ તમાલપત્ર કામ આવી શકે છે. શરદી ને લગતા રોગો પણ તમાલપત્રના ઉપયોગથી મટી શકે છે. આથી તમાલપત્ર અને માત્ર મસાલા સમજીને ખાવું નહીં પરંતુ તેના ઘણા બધા ફાયદાઓ છે.
તમાલપત્રમાં સારાં પ્રમાણમાં પોષક તત્વો મળી રહે છે. તેમાંથી વિટામિન સી, ફોલિક એસિડ, વિટામિન એ, નિયાસિન, રીબોફ્લેવિન, એન્ટીઓક્સીડેન્ડ, એન્ટીસેપ્ટીક, આયર્ન, કેલ્શિયમ, કોપર, પોટેશિયમ, મેગનીઝ, સેલેનિયમ, ઝિંક જેવા અઢળક પોષક તત્વો મળે છે.તમાલપત્ર મધુર, ગરમ, તીક્ષ્ણ, ઉત્તેજક,વાતહર અને પચવામાં હળવું હોય છે. એ કફ, વાયુ, હરસ, ઊલટી-ઉબકા, અરુચિ અને સળેખમ મટાડે છે. એ સર્વ પ્રકારના કફરોગો, અજીર્ણ, અપચો, પેટનો દુઃખાવો, અવાર-નવાર થતાં ઝાડા વગેરે પાચનતંત્રના રોગોમાં ફાયદાકારક છે.તમાલપત્રના 2-3 પાનને અડધો કપ પાણી કે ચા માં ઉકાળીને પીવાથી શરદી ખાંસીમાં આરામ મળે છે.જો તમને અપચો કે પેટમાં ભારેપણું અને પેટ ફુલવાની સમસ્યા રહેતી હોય તો 5 ગ્રામ તમાલપત્રનું ચૂર્ણ લેવું. કટકો આદુ વાટીને લેવું. અને 200 મિલિ. પાણીમાં અડધું રહે ત્યાં સુધી ઉકાળીને તેનું સેવન કરવું. તમે તેમાં થોડું મધ નાખીને પણ પી શકો છો. આ નુસખો દિવસમાં બે વાર કરવો.
માથાનો દુખાવો, ગેસ અને ઉધરસમાં રામબાણ
પારંપારિક હર્બલ જાણકારો મુજબ, તમાલપત્રના તેલથી માલિશ કરવાથી માથાનો દુખાવો, લકવો અને માંસપેશીઓમાં દુખાવા જેવી સમસ્યાઓમાં આરામ મળે છે. રાતે સૂતા પહેલાં આના તેલથી માલિશ કરવામાં આવે તો બહુ જ સારી ઉંઘ આવે છે અને લોહીનું પરિભ્રમણ પણ યોગ્ય રીતે થાય છે.મધની સાથે તમાલપત્રનું ચૂર્ણ લેવાથી શરદી અને ઉધરસમાં ઝડપથી રાહત મળે છે. પાતાળકોટના આદિવાસીઓ કહે છે જેના મોઢામાં ચાંદા હોય તે પણ આ નુસખાનો ઉપયોગ કરે તો તરત આરામ મળે છે.