નમસ્કાર મિત્રો આજે અમે તમારુ આ લેખ દ્વારા તમારુ સ્વાગત કરીએ છે મિત્રો આજે આપણે વાત કરવાના છે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના સુપર સ્ટાર રિતિક રોશન વિશે મિત્રો રિતિક રોશન એક ભારતીય અભિનેતા છે તેઓ મુખ્યત્વે હિન્દી ફિલ્મો જ કરે છે તેમનો જન્મ 10 જાન્યુઆરી 1974 ના રોજ મુંબઈ મા થયો હતો મિત્રો હિન્દી ફિલ્મ અભિનેતા રિતિક રોશને પોતાની ઘણી બધી ફિલ્મો માટે ઘણા બધા ઍવોર્ડ મેળવ્યા છે મિત્રો રિતિક રોશન ફિલ્મ નિર્માતા અને એક સમયના અભિનેતા રાકેશ રોશનના પુત્ર છે.
મિત્રો રિતિક રોશને પોતાની ફિલ્મી અભિનય કારકિર્દીની શરુઆત 2000મા આવેલી ફિલ્મ કહોના પ્યાર હે થી એક અભિનેતા તરીકે પોતાના કારકિર્દી ની શરૂઆત કરી હતી તેમજ મિત્રો રિતિક રોશન ખુબજ લકઝરિ જિંદગી જીવે છે તેમની પાસે કરોડો નો આલિશાન બંગલો છે આ સિવાય તેમની પાસે એક સુંદર મર્સિડીઝ બેન્ઝ V ક્લાસ પણ છે જેની કિમત આશરે 1.10કરોડ માનવામા આવે છે મિત્રો બોલિવુડના અમુક જ એવા અભિનેતા છે જેમની પાસે આવી આલિશાન કાર છે.
મિત્રો બોલિવૂડના એક્ટર, ડાન્સર અને સુપરહીરો તરિકે ઓળખાતા રીતિક રોશનને કારનો ખૂબ જ શોખ છે મિત્રો એવામાં હવે તે કારની બાબતમાં વધારે ધ્યાન આપી રહ્યા છે અને રીતિક રોશને થોડાં સમય પહેલાં જ તેમની નવી Mercedes-Benz V-Class કારને ઇન્ટેરિયર કંપની DC2 પાસે કસ્ટમાઇઝ કરાવી છે મિત્રો રીતિકની કારના કેટલાંક ફોટો સોશિયલ મીડિયામાં સામે આવ્યા છે જે રીતિકની આ મર્સિડીઝ આલીશાન ઘરને પણ ટક્કર આપે છે તો અમે તમને જણાવીએ કે રીતિક રોશને મોડિફાઇડ કરાવેલી મર્સિડીઝના ઇનસાઇડ ફોટો કેવો લુક આપે છે.
મિત્રો રિતિક રોશન તેમની વૈભવી લાઇફ સ્ટાઇલ માટે પણ ખુબજ જાણીતા છે મિત્રો તમને જણાવી દઈએ કે રીતિક રોશનની લાઇફસ્ટાઇલ ના તેમના ફેન્સ પણ દીવના છે તે પછી રીતિકનું ઘર હોય કે તેમની કાર દરેક એકથી એક ચઢિયાતી છે મિત્રો તમને જણાવી દઈએ કે રીતિક રોશનને કારનો ખૂબ શોખ હોવાને કારણે તેમને મર્સિડીઝ વી-ક્લાસને મોડિફાઇડ કરાવી છે જે હવે ખૂબ જ આલીશાન બની ગઈ છે અને તે પહેલા થી પહેલા ખુબજ લગ્ઝરિઝ લાગે છે.
રીતિકની મર્સિડીઝને DC2 કંપનીએ કસ્ટમાઇઝ્ડ કરી છે. તેમની કારના ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યાં છે મિત્રો ડિઝાઇનર કાર બનાવતી આ કંપનીએ સોશ્યલ મીડિયા પર તેમના કામની તસવીરો શેર કરી હતી આ ચિત્રો જોઈને તમે આ કારની ભવ્યતાથી આંખોને દૂર કરી શકશો નહી મિત્રો કારના અંદરના ભાગને જોતા એમ કહી શકાય છે કે આ એમપીવીને ઉત્તમ બનાવવા માટે કોઈ કસર બાકી રાખી નથી.
મિત્રો તમને જણાવી દઈએ કે મર્સિડીઝ વી ક્લાસ ને ભારતમાં જાન્યુઆરી 2019 માં પ્રથમ રૂ. 68.40 લાખની શો રૂમ કિંમત સાથે શરૂ કરવામાં આવી હતી અને આ પછી મર્સિડીઝે આ વર્ષે જાન્યુઆરીમાં વી-ક્લાસ એલિટ લોન્ચ કરવા માટે વી-ક્લાસને અપડેટ કરી અને આ પછી આ એમપીવીનું માર્કો પોલો એડિશન 2020 ઓટો એક્સ્પોમાં શરૂ થયું હતુ.
મિત્રો આ મર્સિડીઝ વી-ક્લાસની કિંમત 1.10 કરોડ રૂપિયા એક્સ શોરૂમ પ્રમાણે છે જ્યારે વી ક્લાસ એલિટની કિંમત 1.38 કરોડ રૂપિયા છે મિત્રો ડીસી ડિઝાઇને મર્સિડીઝ વી-ક્લાસ કારને એક નવો લુક આપવા બદલ્યું છે મિત્રો આ કારના ફોટો જોઈ લાગે છે કે કાર કેટલી આલીશાન છે તેમજ તેમની મર્સિડીઝને કસ્ટમાઇઝ કરવામાં એક મહિનાનો સમય લાગ્યો હતો અને જે પછી આ કાર એક આલીશાન ઘર જેવી દેખાવા લાગી હતી.
મિત્રો તમને જણાવી દઈએ કે રીતિક રોશનની આ મર્સિડીઝ વી ક્લાસના અંદરના ભાગને મૉડીફાઇડ કરવામાં આવી છે અને જેની બીજી લાઇનની સીટને કેપ્ટન સીટના રૂપમાં રાખવામાં આવી છે તેમજ ત્રીજી લાઇનમાં સોફા સીટની રીતે રાખવામાં આવી છે અને બંને એકબીજાની સામે રાખવામાં આવી છે તેમજ આ સોફા સીટમાં હોરિઝૉન્ટલ અને ફૂટ રેસ્ટની સુવિધા પણ રાખવામાં આવી છે જેને લીધે તે એક બેડની જેમ પણ બની જાય છે.
મિત્રો કારની અંદર એમ્બિયન્ટ લાઇટિંગ અને રીડિંગ લાઇટ પણ લગાવવામાં આવી છે અને આ સાથે જ ઇન્ટેરિયરમાં અનેક જગ્યા પર લાકડા સાથે ક્રોમ પણ લગાવવામાં આવ્યું છે જેના કારણે તેની છત પર એસી વેન્ટ્સ પણ જોવા મળે છે તેમજ મિત્રો આ કારની અંદર રેફ્રિજરેટર અને સેન્ટર ટેબલની પણ સુવિધા આપવામાં આવી છે મિત્રો આ કારની વિંડો ઇલેક્ટ્રીકલી છે તેમજ છત પર લાઇટ રાખવામાં આવી છે જેને લીધે કેબિનમાં સરળતાથી લાઇટ થઈ જાય છે.
મિત્રો રીતિક રોશનની આ કારના એન્જીનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી તેમજ આ ઉપરાંત કારમાં ટ્વિન જંપ સીટ પણ લગાવવામાં આવ્યા છે જેમાં એક 32 ઇંચનું ટીવી પણ લગાડવામાં આવ્યું છે તેમજ આ કારની અંદરનું કામ લેધરથી કરવામાં આવ્યું છે અને આ કારની સીટનો રંગ સફેદ છે કારણ કે મિત્રો રીતિક રોશનને સફેદ રંગ ખૂબ જ પસંદ છે તેમજ આગળ બે સીટમાં ઇલેક્ટ્રીક કંટ્રોલ પણ આપવામાં આવ્યું છે મિત્રો તમને જણાવી દઈએ કે રીતિક રોશનની આ કાર કોઈ આલીશાન ઘર કરતાં ઓછી નથી.