સ્કિન કેરના નામે માર્કેટમાં અનેક પ્રોડક્ટ્સ મળે છે. આ દરેક પ્રોડક્ટ્સના સાઈડ ઈફેક્ટ્સ પણ હોય છે. જો તમે ગ્લોઈંગ સ્કીન મેળવવા ઈચ્છો છો તો તમે ઘરે જ બનાવેલા ઉબટન (હળદર અને ચોખા)નો ઉપયોગ કરી શકો છો. તે તમારી સુંદરતા નિખારશે અને સાથે જ ખીલની સમસ્યા પણ દૂર કરશે.
ઉબટન એ દરેક ઘરમાં બનાવવામાં આવેલું એક પેક છે જે ત્વચાને બરાબર એક્સફોલિએટ કરે છે અને ચહેરા અને શરીર પર ચમક લાવે છે. આયુર્વેદમાં પણ ઉબટનનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. તે બજારમાં મળતી દુનિયાભરની પ્રોડક્ટથી અનેક ગણું સસ્તું અને ચોખ્ખુંછે.
તમે ઘરે પડેલી વસ્તુઓથી ઉબટન બનાવી શકો છો. જેને તમારી ત્વચા સંભાળ માટે નિયમિતમાં લગાવી શકો છો અને જેનો તમને થોડાક દિવસમાં ફરક જોવા મળશે. આજે અમે તમને કેટલાક એવા અસરકારક ઉબટન શીખવાડીશું. જેની મદદથી તમે સ્કિનના ડાઘ-ધબ્બા દૂર કરી શકશો અને કુદરતી ચમક લાવી શકશો.
ખીલના ડાઘથી આખો ચહેરો ખરાબ લાગે છે. આવી સ્થિતિમાં, તમારે તે જ વસ્તુને ચહેરા પર લગાવવી જોઈએ જેથી ડાઘ હળવા થઈ શકે. ખીલ અને તેના ડાઘોને ઘટાડવા માટે, તમે આ પેસ્ટ બનાવી શકો છો-સામગ્રી1 ચમચી – લીમડાનો પાવડર3 ચમચી – ચણાનો લોટ પાવડર2 ચમચી – ચંદન પાવડરએક ચપટી – હળદર2 ચમચી – ખીરા કાકડી
બનાવવાની રીત
આ બધી વસ્તુઓને એક સાથે મિક્ષ કરી પેસ્ટ બનાવો. આ પેસ્ટ ન તો જાડી કે પાતળી હોવી જોઈએ. આ પેસ્ટને ચહેરા પર લગાવો અને હળવા હાથથી મસાજ કરો. પછી સાદા પાણીથી ચહેરો ધોઈ નાખો અને તેને ટુવાલથી લૂછી લો. આ ઉપાય સતત અઠવાડિયા કરવાથી તમને ફરક જોવા મળશે સાથે જ તમારી ત્વચામાં ચમક આવશે અને ખીલની સમસ્યાથી છૂટકારો મળશે.
આ સિવાય તમે બીજા પણ ઉબટન બનાવી શકો છો..
2 ચમચી મલાઈ, 1 ચમચી બેસન, ચપટી હળદર ભેળવીને પેસ્ટ બનાવી લો. ચહેરા પર લગાવો. 10-15 મિનિટ પછી ચહેરો પાણીથી ધોઈ લો. રંગત નિખરવા લાગશે.
1 ચમચી અડદની દાળને કાચા દૂધમાં પલાળી દો, પછી પીસીને પેસ્ટ બનાવો. ત્યારબાદ તેમાં થોડું ગુલાબજળ મિક્ષ કરીને ચહેરા પર લગાવો. થોડીવાર સૂકાવા દો. પછી ધીમે ધીમેગોળાકારે ઘસતાં- ઘસતાં ઉતારી દો અને ચહેરો ધોઈ નાંખો. ત્વચા ચમકદાર બની જશે.2 ચમચી બેસન, 1 ચમચી સરસિયાનું તેલ અને થોડું દૂધ ભેળવીને પેસ્ટ બનાવી દો. આ ઉબટનને સમગ્ર શરીર પર લગાવી દો. થોડીવાર પછી હાથથી ઘસીને કાઢી નાંખો અને સ્નાનકરો. ત્વચા ગોરી અને મુલાયમ બની જશે.
મસૂરની દાળને પીસીને પાઉડર બનાવી લો. બે ચમચી દાળના પાઉડરમાં ઇંડાંની જરદી ભેળવીને પેસ્ટ બનાવી લો. તેમાં બે ટીપાં લીંબુનો રસ અને એક મોટી ચમચી કાચું દૂધ મિક્ષકરીને દરરોજ ચહેરા પર લગાવો. સૂકાઈ જાય પછી કાઢી નાંખી ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો. ચહેરાનો રંગ નિખરી ઊઠશે.
એક મોટો ચમચો દહીં, એક મોટો ચમચો બેસન, ચપટી હળદર અને 2-4 ટીપાં લીંબુનો રસ ભેળવીને ગાઢો લેપ તૈયાર કરો. લેપને હાથ-પગ, ચહેરો અને આખા શરીર પર લગાવીને 5 -10 મિનિટ રહેવા દો. પછી ધીમે ધીમે હાથથી ઘસીને કાઢો અને સ્નાન કરી લો.સંતરાની છાલને છાંયડામાં સુકવીને તેનો પાવડર બનાવી લો. તેમાં એક ચમચી બેસન, ચપટી હળદર અને ગુલાબજળ તેમજ મધ મિક્સ કરીને તેની પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ચહેરા પર લગાવી સુકાઈ જાય ત્યાર બાદ ધોવાથી ચહેરાની નમી બની રહે છે.
ચહેરા પર ચમક લાવવા પર કાકડીના રસમાં એક ચમચી મધ અને મુલતાની માટી કે બેસન ભેળવીને ચહેરા પર લગાવી લો અને સુકાઈ જવા પર ચહેરાને ધોઈ લો.પાકેલા કેળાને છુંદીને તેને ચહેરા પર લગાવી લો. ત્વચામાં કસાવ અને ચહેરા પર અનોખી ચમક આવી જશે.મુલતાની માટીનો સરખો પાવડર બનાવી લો. એમાં મલાઈ મિક્સ કરીને ચહેરા અને ગરદન પર લગાવો અને સુકાય એટલે ધોઈ નાંખો. તે ચહેરાની રંગતને પાછી લાવવાનો અક્સીર ઇલાજ છે. શુષ્ક ત્વચા હોય તેવા લોકો મુલતાની માટીમાં ઓલિવ ઓઇલ અને ગુલાબજળ મિક્સ કરીને લગાવશે તો ત્વચા સોફ્ટ થઇ જશે.
દુલ્હન માટે વિશેષ ઉબટન : વિવાહના 8-10 દિવસ પહેલાં વિશેષ પ્રકારના ઉબટન તૈયાર કરવામાં આવે છે જેનાથી ત્વચા મુલાયમ અને આભાયુક્ત થઈ જાય છે. ઉબટનની વિધિ:
1 ચમચી સંતરાની છાલનો પાવડર,1 ચમચી સુકા લીંબુની છાલનો પાવડર 2 ચમચી મગફળીના દાણાનો પાવડર,1 ચપટી મીઠું, 1 ચમચી ઘઉંનો લોટ થોડાક ટીંપા જાસ્મીન તેલ અને મગફળીના તેલના આવશ્યકતાનુસાર જેનાથી પેસ્ટ સારી બની શકે. પેસ્ટ બનાવી લીધા બાદ તેને ત્વચા પર સારી રગડી રીતે રગડો અને સુકાઈ ગયા બાદ તેને ધુઓ.