Breaking News

શરીરમાં ઓક્સિજનની ઉણપ થવાના આ છે લક્ષણો,જાણી લો નહીં તો જીવલેણ સાબિત થઇ શકે છે

ઓક્સિજનની ઉણપથી સૌથી પહેલા વ્યક્તિને થાક લાગે છે. શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને શ્વાસ ફૂલવા લાગે છે. જે પછી શરીરમાં લોહીનું પરિભ્રમણ ઓછું થાય છે.શરીરમાં ઓક્સિજનની ઉણપ થવી એ ઘણા રોગોનું કારણ બને છે. ઓક્સિજનનું સ્તર ઓછું થવા પર સૌથી જલદી અને સૌથી ખરાબ અસર આપણી રોગ પ્રતિકારક શક્તિ પર અસર પડે છે. આ સ્થિતિમાં કોઇપણ વાયરસ અને બેક્ટેરિયા આપણા શરીર પર હાવી થઇ શકે છે. શરીરમાં ઓક્સિજનની ઉણપ થવાના લક્ષણ અને કારણ શું હોય છે.

શરીરમાં ઓક્સિજનની ઉણપના લક્ષણ શરીરમાં ઓક્સીજનની ઉણપ થવાનો અર્થ છે કે શરીરને તેની નિયમિત ક્રિયાઓને યોગ્ય રીતે ચલાવવા માટે જેટલા પ્રમાણમાં ઓક્સિજન જોઇએ એટલા પ્રમાણમાં ઓક્સિજન ન મળી શકવું.જ્યારે શરીરમાં ઓક્સિજનની ઉણપ હોય છે તો સૌથી પહેલા વ્યક્તિને થાકનો અનુભવ થાય છે, શ્વાસ લેવામાં સમસ્યા થવા લાગે છે કે શ્વાસ ચઢવા લાગે છે તે બાદ શરીરમાં લોહીના પ્રવાહની ગતિ ધીમી થઇ જાય છે. તેનાથી થાક અને ગભરામણ વધી જાય છે.

થઇ શકે છે આ બીમારીઓ જો શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ વધારે ઓછું થઇ જાય તો બ્રેન ડેમેજ અને હાર્ટ એટેક સુધીની સ્થિતિ બની જાય છે. શુગરના દર્દીઓમાં આ ઓક્સિજનની ઉણપ થઇ જાય તો તેમની શુગર અચાનક વધી શકે છે. જે એક જીવલેણ સ્થિતિ પણ બની શકે છે.ઓક્સિજનનું સ્તર અચાનકથી વધારે ઘટી થવા પર શરીરમાં થાઇરોઇડના હોર્મોનનું સંતુલન ગડબડ થઇ જાય છે. આવી સ્થિતિમાં થાઇરોઇડનું સ્તર વધી જાય છે કે પછી ઘટી જાય છે તેનાથી Hypothyroidism અને Hyperthyroidism ની સમસ્યા થઇ શકે છે.
શરીરમાં ઓક્સિજનના અભાવના કારણશરીરમાં ઓક્સિજનના અભાવના ઘણા કારણો છે, જે વ્યક્તિની લાઇફસ્ટાઇલ પર આધારિત છે જે લોકો ખૂબ આળસુ જીવનશૈલી જીવે છે એટલે કે શારીરિક પ્રવૃત્તિ થતી નથી, તેમના શરીરમાં પણ ઓક્સિજનનો અભાવ છે.

જે લોકો ઘણી બધી શારિરીક મહેનત કરે છે પરંતુ તે મુજબ આહાર લેતા નથી, તેમના શરીરમાં ઓક્સિજનનો અભાવ હોઈ શકે છે.
જો લોકોના ખોરાકમાં આયર્નનું પ્રમાણ ઓછું હોય, જો તેઓ લાંબા સમય સુધી સમાન ખોરાક લેવાનું ચાલુ રાખે છે, તો પછી તેમના શરીરમાં ઓક્સિજનનો અભાવ હોઈ શકે છે. કારણ કે ફેફસાં સહિત આખા શરીરમાં ઓક્સિજનના પ્રવાહમાં આયર્નની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

શરીરમાં ઓક્સિજનની ઉણપનું કારણ શરીરમાં ઓક્સિજનની ઉણપના અનેક કારણ હોય શકે છે. જે વ્યક્તિની લાઈફસ્ટાઈલ પર નિર્ભર કરે છે. જે લોકો ખૂબ જ વધારે આળસથી ભરપૂર જીવનશૈલી જીવતા હોય અથવા તો કંઈ જ ફિઝિકલ એક્ટિવિટી ન કરતા હોય તેમના શરીરમાં પણ ઓક્સિજનની ઉણપ આવી શકે છે.જે લોકો ખૂબ જ વધારે શારીરિક શ્રમ કરે છે પરંતુ તેના હિસાબે ડાયટ નથી કરતાં, તેમના શરીરમાં પણ ઓક્સિજનની ઉણપ સર્જાય શકે છે.

જે લોકોના ભોજનમાં આયર્નની માત્રા ઓછી હોય અને જો તેઓ લાંબા સમય સુધી આ રીતનું જ ભોજન લે તો તેમના શરીરમાં પણ ઓક્સિજનની ઉણપ હોય શકે છે. કારણકે ફેફસા સહિત સમગ્ર શરીરમાં ઓક્સિજનનું પ્રવાહ યોગ્ય રાખવામાં આયર્નની ભૂમિકા પણ એકદમ અગત્યની હોય છે.

About Admin

Check Also

શિયાળામાં આ ડ્રાયફ્રૂટ્સ ખાવાનું ફાયદાકારક છે, ફાઈબરથી ભરેલું આ ડ્રાયફ્રૂટ્સ સ્વાસ્થ્યને આપશે ઘણા ફાયદા

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, શિયાળામાં લોકો પાસે ખાવાના ઘણા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *