Breaking News

સમાગમ માટે અધિરિયો બનેલો યુવક પત્ની રૂમમાં આવતાંની સાથેજ તેને પકડી લીધી પરંતુ તે સમયે બન્યું કંઈક એવું જે જાણી ચોંકી જશો ….

આજે પતિ પત્નીના જીવન વ્યવહાર ને લગતો એક ખુબજ સુંદર કિસ્સો આપણી સમક્ષ આવ્યો છે જેમાંથી ઘણું બધું જાણવા જેવું છે તો આવો જાણીએ.રીતાના ડેડીનો પત્ર આવ્યો હતો. હંમેશની જેમ તેણે ઘરના સમાચારો લખ્યા હતા. સાથે લખ્યું હતું કે રમા એક વર્ષ માટે મોન્ટ્રિયલ આવી રહી છે. રમા ડેડીના મિત્રની પુત્રી હતી. એક વર્ષ માટે મોન્ટ્રિયલના વિશ્વવિદ્યાલયમાં તે શોધકાર્ય કરવાની હતી. જ્યાં સુધી તેને કોઈ ફ્લેટ ન મળે ત્યાં સુધી તે રીતા અને સુધીરને ત્યાં રહેવાની હતી. રમાને ત્યાં કશી મુશ્કેલી ન પડે એ માટે રીતાના પિતાએ ભલામણ કરી હતી.

રીતા અને સુધીર બંને નોકરી કરતાં હતાં. તેમને કોઈ સંતાન નહોતું. લગ્નને પાંચ વર્ષ થઈ ગયાં હતાં. ક્યારેક રીતા આ વિષયમાં સુધીરને વાત કરતી તો એ એક જ વાત કરતો, ગભરાવાની જરૂર નથી. હજુ આપણે યુવાન છીએ. બાળક પેદા કરવા માટે ઘણો સમય છે.ઘરે કોઈ આવે તે રીતાને ગમતું નહોતું. નોકરી અને ઘરની દેખભાળ કરવામાં એ એટલી થાકી જતી કે મહેમાનની સરભરા કરવાની તેનામાં શક્તિ રહી નહોતી. ખેર, આ તો ડેડીએ લખ્યું હતું કે રમાની સંભાળ લેવાની છે એટલે લેવાની હતી. સુધીર મિલનસાર સ્વભાવનો હતો.

રમાને આવવાને હજુ એક મહિનાની વાર હતી. છતાં મહિનાની વાર હતી. છતાં રીતાએ તેના માટે ફ્લેટ શોધવાની શરૂઆત કરી દીધી હતી. તેણે વિચાર્યું કે વિશ્વવિદ્યાલય નજીક એક રૂમનો ફ્લેટ તેને માટે યોગ્ય રહેશે. બસમાં જવાઆવવાની જરૂર નહીં રહે. પહેલેથી ફ્લેટની શોધ ન કરી રાખે તો એના  આવ્યા પછી ફ્લેટ શોધવામાં ઘણાં અઠવાડિયાં લાગી જાય. આટલો બધો સમય શા માટે મહેમાન નવાજી કરવી? રીતાએ રમા માટે પહેલાથી જ એક ફ્લેટ શોધી કાઢ્યો હતો. ભાડું પણ ઓછું હતું. એક સપ્તાહ પછી મોન્ટ્રિયલ આવવાની હતી.રમાને મળીને રીતાને ખૂબ આનંદ થયો. મહેમાન હોય એવું જરા પણ વર્તન ન કર્યું. રમા ત્રણ-ચાર વરસ ઉંમરમાં મોટી હતી. એક વર્ષ પહેલાં એના પતિથી તેના છૂટાછેડા થયા હતા. બાળક નહોતું. દિલ્હીના વિશ્વવિદ્યાલયમાં ભણાવતી હતી. રીતા માટે ભેટ રૂપે બે સાડી લઈ આવી હતી.

રીતાએ શોધી કાઢેલો ફ્લેટ રમાને ખૂબ જ ગમી ગયો. રીતાએ રમાને ઘરની જરૂરિયાત મુજબની બધી જ ચીજવસ્તુ આપી. બજારમાંથી તેના માટે મસાલા, દાળ, લોટ વગેરે ખરીદી આપ્યાં. શાકાહારી હોવાના કારણે રમાને ઘરે જ રસોઈ બનાવવાની હતી.રમા રીતાથી વયમાં મોટી હતી, પરંતુ એના જેટલી જ દેખાતી હતી. દૂબળીપાતળી છતાં મોહક દેહલતાવાળી હતી. એનાં લાંબા વાળ જમીનને અડકતા હતા. રંગે ઘઉંવર્ણી હતી. આંખો મોટી મોટી હતી. આવી યુવતી સાથેથી પતિએ શા માટે છૂટાછેડા લીધા હશે એ મોટો સવાલ હતો. આવી સુંદર સ્ત્રીને છૂટાછેડા આપનારી પુરુષ જાતનો શો વિશ્વાસ?

રીતાને છૂટાછેડાનું કારણ જાણવાની ઈચ્છા હતી, પરંતુ તે રમાને કારણ પૂછવાની હિંમત ન કરી શકી. જ્યારે ઘનિષ્ઠતા વધશે ત્યારે છૂટાછેડાનું કારણ જાણી લઈશ એવું તેણે વિચાર્યું.શરૂશરૂમાં દર શનિવારે રીતા રમાને પોતાને ઘરે લઈ આવતી હતી અને રવિવારની સાંજે તેના ફ્લેટ પર છોડી આવતી હતી અથવા તો સોમવારે સવારે સુધીર સાથે ચાલી જતી. રમાનો ફ્લેટ સુધીરની ઓફિસના માર્ગમાં જ આવતો હતો. રમાને રીતાની ત્યાં રાત રોકાવા માટે જરા સંકોચ થતો હતો. રીતાની જિદ સામે એને નમવું પડતું હતું. રવિવારની સાંજે રીતા માટે રમાને એના ફ્લેટમાં છોડવાનું રીતાને સહેલું નહોતું લાગતું.

 

સોમવારે સવારે રીતા સુધીર સાથે ચાલી જતી હતી, પરંતુ આ કારણે રીતાના ઘરમાં તેને બે રાત્રી રોકાવું પડતું હતું. એ રાત્રી શનિવાર અને રવિવારની રહેતી.રમા રવિવારે બપોરનું ભોજન રીતાને ત્યાં લેવા આવી હતી. ભોજન કરતાં કરતાં ત્રણ વાગી ગયા હતા. રોજની જેમ ભોજન પછી ત્રણેય પત્તાં રમવા બેઠાં. સાંજના સાત વાગી ગયા. ઠંડી વધુ હતી. બહાર બરફ પડી રહ્યો હતો. રીતા અને રમા રસોડામાં ચા બનાવવા ગયાં. સુધીરે ટી.વી. ચાલુ કર્યું. ટી.વી. પર અંગ્રેજી ફિલ્મ આવતી હતી.આ પ્રકારની ફિલ્મો અમને ભારતમાં જોવા પણ નથી મળતી. સેન્સર બોર્ડ અંગ્રેજી ફિલ્મોમાં કાપકૂપ કરે છે. આ ફિલ્મ મેં દિલ્હીના છબીઘરમાં જોઈ હતી, પરંતુ સેન્સરવાળાઓએ બેડરૂમના મજેદાર સીન કાપી કાઢ્યા હતા.

 

રમા બોલી, ”રીતા તું ખરેખર ભાગ્યશાળી છે.” ”સારું છે કે ત્યાં આ પ્રકારનાં દ્રશ્યો કાપી કાઢે છે. આમ પણ ભારતની વસ્તી એટલી વધુ છે કે જો આ પ્રકારનાં દ્રશ્યો ટી.વી. પર બતાવવા લાગે તો વસ્તી વધુ વધશે.”  રીતા બોલી.ભારતમાં સેક્સને એવો વિષય બનાવી દેવામાં આવ્યો છે કે કોઈ એ વિષયમાં ખુલ્લી રીતે વાત નથી કરી શકતું. સેક્સ માનવીની શારીરિક અને સહજ ભૂખ છે.” રમા રીતા સાથે ચર્ચા કરવાના મૂડમાં હતી.આનો અર્થ એવો તો નથી કે સેક્સ અને નગ્નતાનું પ્રદર્શન ટી.વી. અને સિનેમા હોલમાં કરવામાં આવે કે જ્યાં બાળકો અને કિશોર-કિશોરીઓ તે જોઈને તેમનાં જીવનને ખોટો માર્ગે લઈ જાય. સેક્સ માનવજીવનનો ભાગ માત્ર હોવો જોઈએ, જીવનનો ઉદ્દેશ નહીં.” રીતાએ પોતાનો મત જાહેર કર્યો.અહીં તો લગ્નજીવનની બહારનું સેક્સજીવન સામાન્ય બાબત છે. ભારતમાં પોતાને આધુનિક માનનારા તેની નકલ કરવામાં પાછળ નથી. સુધીરજી, તમારી ઓફિસમાં આવાં સ્કેન્ડલ્સ તો ચાલતાં જ હશે?” રમાએ સુધીરને આ ચર્ચામાં સામેલ કરવાનો પ્રયાસ કર્યો.

 

”હા, ઓફિસમાં આ પ્રકારના કિસ્સા સાંભળવા મળે છે. કુંવારા કશું પણ કરે, પરંતુ પરિણીત લોકો આ પ્રકારની હરકત કરે છે તો મને તેના તરફ સખત નફરત થાય છે.” સુધીરે જવાબ આપ્યો. સુધીરને જવાબ સાંભળી રીતાની આંખમાં ચમક આવી, જે રમા અને સુધીરથી છાની રહી શકી નહીં.મારા મત મુજબ આવા લોકોને મારીમારીને અધમૂઆ કરી નાખવા જોઈએ કે જેઓ તેમના જીવનસાથી સાથે વિશ્વાસઘાત કરે છે.” સુધીરે કહ્યું.”તમે કોઈ અદાલતના જજ નથી એ સારું છે નહીં તો છૂટાછેડાના મોટા ભાગના કિસ્સાઓમાં તમે કંઈ કેટલાયની ચામડી ઉતારી નાખી હોત.” રમા બોલી, ”મારો પોતાનો અનુભવ એમ કહે છે કે પુરુષોને જો તક મળે તો લગ્ન બહારના સંબંધો બાંધી સેક્સને ભોગવવાની તક છોડે નહીં. વરસોનો પત્નીનો પ્રેમ અને ત્યાગ છિન્નભિન્ન થઈ જતાં હોય છે.

 

સુધીર અને રીતાએ રમાના સવાલનો કશો જવાબ ન આપ્યો. સુધીર ઊભો થયો, ટી.વી. પરની ફિલ્મ પૂરી થઈ હતી. સુધીરે ઓરડાની બારી પરના પડદા ખસેડી બહાર જોયું તો બરફની વર્ષા થતી હતી. ”કોઈને ચા પીવી છે, મારી તો ચા પીવાની ઈચ્છા છે.” રીતા બોલી.હવે સૂવાનો સમય થયો છે.” કહીને સુધીરે ચા પીવાની ના કહી દીધી. ”હું પીશ, પરંતુ ખાંડ ઓછી નાખજો.” રમાએ રસોડામાં જઈ રીતાને ધીમેથી કહ્યું, ”હું જરા કપડાં બદલી આવું.” થોડી વાર પછી રમા રાત્રીનાં સૂવાનાં વસ્ત્રો પહેરી આવી ગઈ. ‘નાઈટી’ની ઉપર તેણે રીતાનો હાઉસકોટ પહેર્યો હતો. ”મારો હાઉસકોટ તને કેટલો સરસ લાગે છે. કેટલો ઢીલો ઢીલો લાગે છે તારા પર.

 

રમાએ રીતાની વાતનો કશો જવાબ ન આપ્યો. કેટલાક સવાલના જવાબ ન આપવાનું સારું રહે છે. સુધીરે રમા સામે ત્રાંસી નજરે જોયું. પછી રીતાને જોઈ મનમાં વિચાર્યું કે એ શા માટે શરીર ઉતારવાના પ્રયાસો નથી કરતી? હજાર વાર કહ્યું છે કે મીઠાઈ ન બનાવ, શાકમાં તેલ ઓછું નાખ, કસરત કર, પગે ચાલવાનું રાખ, પરંતુ એ ધ્યાન પર લેતી જ નથી.રમા અને રીતા ચા પીવા લાગ્યા. સુધીર બોર થતો હતો. રમાને ગુડનાઈટ કહી બેડરૂમ તરફ ચાલ્યો ગયો. દસ વાગ્યા હતા. રમા અને રીતાએ ચા પી લીધી હતી. રીતા બંને પ્યાલા લઈ રસોડામાં મૂકી આવી. ટી.વી. પર હાસ્યનો કાર્યક્રમ આવી રહ્યો હતો, ”તું મારે ખાતર ટી.વી. સામે ના બેસીશ.” રમાએ રીતાને કહ્યું, ”સવારથી થાકેલીપાકેલી છો તો જઈને આરામ કર. સુધીર તારી રાહ જોતો હશે.” રમાએ સુધીરની વાત એવી રીતે કરી કે રીતા ચોંકી ગઈ.

 

થોડી વાર પછી સમાચાર આવવાના હતા. ”જરા જો તો રીતા, કોઈ સારી ફિલ્મ સમાચારો પછી નથી આવવાની ને?”રીતા ટીવી ગાઈડનાં પાનાં ઉથલાવવા લાગી. બોલી, ”હા, અગિયાર વાગે એક ફિલ્મ આવશે, ચેનલ વીસ પર. પણ હું તો નહીં જોઈ શકું. રાત્રીના એક વાગ્યા સુધી કોણ જાગે? ખૂબ જ ‘ગરમાગરમ’ ફિલ્મ છે રમા’ આમ કહી રીતાએ રમાના હાથમાં ટીવી ગાઈડ મૂકી દીધી, જેમાં ફિલ્મ વિશે સંપૂર્ણ વિગત હતી.રીતા બેડરૂમમાં ચાલી ગઈ. પલંગ પર સૂતી. તેણે જોયું તો સુધીર એની રાહ જોતો હતો. સુધીરે રીતાને પોતાની પાસે ખેંચવા પ્રયાસ કર્યો. ત્યારે તે બોલી, ”આજે ખૂબ જ થાકી ગઈ છું. મને સૂવા દે. સવારે વહેલા ઊઠવાનું છે. આપણે ત્રણેયને નહાઈ પરવારવામાં સમય લાગશે.

 

”તું તો હંમેશાં થાકેલી જ રહે છે.” સુધીરના સ્વરમાં ગુસ્સો હતો. રીતાને તેણે બે હાથમાં જકડી લેવાનો પ્રયાસ કર્યો. ”તું તો બસ કાયમ નવાં નવાં લગન કર્યાં હોય તેમ ઉતાવળ જ કરે છે. આજે મારું જરા પણ મન નથી.”રીતાની વાત સાંભળી સુધીરની પકડ ઢીલી થઈ ગઈ. એ પછી પડખું ફરીને સૂઈ ગયો. ”રમા નીચે ટીવી જોઈ રહી છે એનો તો જરા વિચાર કરો.” રીતા બોલી.”રમા કોઈ બાળકી તો નથી જ વળી. પતિપત્ની રાતના અંધકારમાં અને એકાંતમાં પોતાના બેડરૂમમાં શું કરતા હોય છે એ જાણે છે.” સુધીરે હઠ પકડી. ”હવે તમે સૂઈ જાવ. સાંજે ફિલ્મ જોયા પછી તમને જરા જોશ ચડયું છે. મને તો ઊંઘ આવે છે.” રીતા બોલી.

 

સુધીરની આંખમાં ઊંઘ નહોતી. જોકે રમાએ ટી.વી.નો અવાજ ઓછો કરી કાઢ્યો હતો. આમ છતાં રાત્રીના સન્નાટામાં અવાજ બેડરૂમ સુધી પહોંચતો હતો. સુધીરથી રહેવાયું નહીં. તેણે ઘડિયાળમાં નજર કરી તો અગિયાર વાગ્યા હતા. તેણે વિચાર કર્યો કે એકાદ ગ્લાસ ગરમ દૂધ પીવાથી કદાચ ઊંઘ આવી જશે. તે હાઉસકોટ પહેરી દૂધ પીવાના ઈરાદાથી નીચે ઊતરી આવ્યો. પછી એક ગ્લાસ દૂધ ગરમ કરી ટીવીવાળા રૂમમાં આવ્યો.સુધીરને જોતાં રમા સંકોચ પામી. ટી.વી. પર ખૂબ જ ગરમાગરમ ફિલ્મ આવી રહી હતી. સુધીરને રીતાની ગેરહાજરીમાં રમા સાથે આ રીતે ફિલ્મ જોવાનું જરાક વિચિત્ર લાગતું હતું.”અરે, હું તો તમને પૂછવાનું જ ભૂલી ગયો…” કહેતાં સુધીર રમા માટે ગરમ દૂધ લાવવા માટે રસોડા તરફ જવા ઊઠવા લાગ્યો.

 

”ના, ના, હું દૂધ પીતી નથી. થોડી વાર પહેલાં તો મેં ચા પીધી હતી. હવે દૂધ પીશ તો આખી રાત ‘બાથરૂમ’નાં  ચક્કર કાપવાં પડશે.સુધીર દૂધ પી, બેડરૂમ તરફ ચાલવા લાગ્યો. સીડી ચડતાં ચડતાં એ વિચારવા લાગ્યો કે ઘરમાં બબ્બે યુવતીઓ હોવા છતાં હું ભૂખ્યો છું. એ મોડી વાર સુધી સૂઈ શક્યો નહીં. રમા વિશે જ વિચારતો રહ્યો. રમા સાથે સોફામાં આટલો દૂર શા માટે બેઠો હતો? પાસે સરકીને બેઠો હોત તો? અજાણતાં પણ રમાને તેણે હાથ ન અડકાડયો? એને જરા અડક્યો હોત તો? વધુમાં વધુ એ હાથને સરકાવી દેત. ગરમ ફિલ્મ જોઈને રમાને પણ સેક્સનું જોશ તો ચડયું હશે ને?ટી.વી. પરની ફિલ્મ પૂરી થઈ ગઈ. રમા ટી.વી. બંધ કરી ‘ગેસ્ટરૂમ’ માં સૂવા ચાલી ગઈ. કેટલીક વાર પછી સુધીરને રમાના નસકોરાં સંભળાવા લાગ્યા. આખરે સુધીરને પણ નિદ્રાદેવીએ ખોળે લઈ લીધો.

 

સવારે એલાર્મ વાગતાં જ રીતા રસોડામાં નાસ્તો બનાવવા ચાલી ગઈ. સુધીરની ઊંઘ પૂરી થઈ નહોતી. રીતાએ સારો એવો સમય બૂમો મારી પછી એ ઊઠયો. બેડરૂમ સાથે બાથરૂમ પણ હતું. રોજની જેમ તે ઊઠીને સીધો બાથરૂમ ભણી ચાલ્યો. પણ આ શું? રમા બાથરૂમમાં નહાઈ રહી હતી. બાથરૂમના કાચમાંથી તેની ગોરી, સુગઠિત કાયા અને શરીરના વળાંક સ્પષ્ટ જોઈ શકાતા હતા. બાથરૂમમાં પ્રકાશ હતો. સુધીર બોલ્યો, ”હું દિલગીર છું.રમાએ ઝીણી નજર કરી જોયું અને બોલી, ”બીજા બાથરૂમનો શાવર બરાબર કામ કરતો નહોતો એટલે અહીં સ્નાન કરવા ચાલી આવી.સુધીર રમાની વાત સાંભળી ન સાંભળી કરીને પોતાના બેડરૂમમાં પાછો ફર્યો. જો રીતા હાજર હોત અને તેને આની જાણ થઈ હોત તો, એ શું વિચારત! એ તો સારું હતું કે રીતા રસોડામાં નાસ્તો બનાવતી હતી. સુધીર એના પલંગ પર આવી એક ખૂણે બેસી વિચારવા લાગ્યો, હવે કરવું શું?

 

રમા શાવર લઈ ચૂકી હતી. થોડી જ મિનિટોમાં એ બહાર આવી. તેણે એક નજર સુધીર-રીતાના બેડરૂમમાં કરી લીધી. સુધીરમાં હિંમત નહોતી કે રમા સાથે તે નજર મેળવી શકે. એને એ વાતનું પણ ભાન હતું કે રમા તેની નજર સાથે નજર મેળવવા આતુર હતી. કદાચ કશો સવાલ કરવો હશે. રમા ગેસ્ટરૂમમાં ચાલી ગઈ. તેણે ગેસ્ટરૂમમાં બારણાં બંધ ન કર્યાં. રમા વસ્ત્રો બદલતી હતી.દૂરથી સુધીરને રમાનો દેહ સ્પષ્ટ દેખાતો હતો. શાવરના કાચની પારદર્શકતાએ રમાની દેહલતાને જે રીતે છુપાવી હતી, એ હવે સુધીર જોઈ રહ્યો હતો, કદાચ રમા એની કાયાનું એક પણ અંગ સુધીરથી છુપાવવા માગતી નહોતી. સુધીરના કાન ગરમ થઈ ગયા. એ ઝડપથી તૈયાર થઈ ગયો. રમા તો પહેલાં જ રસોડામાં પહોંચી ગઈ હતી અને રીતાને નાસ્તો પીરસવામાં મદદ કરવા લાગી.

 

સુધીર ડાઈનિંગ ટેબલ પર ગોઠવાઈ ગયો. ત્રણે નાસ્તો કરવા લાગ્યાં. સુધીર અખબાર વાંચવા લાગ્યો. ”અમારી સામે તમારે છાપું ન વાંચવું જોઈએ. આ વાત જ ખોટી છે.” રમાએ સુધીરને ફરિયાદના રૂપમાં કહ્યું. રમા સુધીરને એકીટસે જોતી હતી. આ વાત ભલે રીતાને ખટકતી હોય.સુધીરની સમજમાં એ ન આવ્યું કે તેણે શી વાત કરવી. તેની રમા સાથે નજર મેળવવાની હિંમત નહોતી. જોકે સુધીર તો રીતા સાથે પણ નજર મેળવી શકતો નહોતો, ખચકાટ અનુભવતો હતો. રીતા સાથે લગ્ન કર્યાં પછી તેણે કોઈ યુવતી સામે આ રીતે નજર કરી નહોતી. ખાસ કરીને જે રીતે તે રમાને આજે જોઈ રહ્યો હતો. આશ્ચર્યની વાત તો એ હતી કે આ વાતની શરમ અને સંકોચ રમામાં હોવી જોઈએ તેના કરતાં સુધીરને સ્પર્શતી હતી.

 

નાસ્તો કરતાં વાત જે રીતે જામવી જોઈએ એ રીતે જામી શકતી નહોતી. નાસ્તો કરી સુધીરે કારને ગેરેજમાંથી બહાર કાઢવા ગયો. પોતાનો નાસ્તો પૂરો કરી રમા પણ તેની બેગ તેના રૂમમાંથી લઈ આવી. થોડા સમયમાં રમા અને સુધીર ચાલી ગયાં. રીતા પણ ઓફિસે જવા તૈયાર થવા લાગી.સવારની ભૂલ માટે માફી માગું છું. મને જાણ નહોતી કે તમે અમારા બાથરૂમમાં હશો.” સુધીરે કહ્યું. રમાના અધર પર સ્મિત આવીને ચાલી ગયું. કદાચ તેના અધર પર સવાલ હતો કે કેવી લાગી હું તમને? રમાએ કશો જવાબ ન આપ્યો.

વિશ્વવિદ્યાલય દસ કિલોમીટર દૂર રહ્યું હતું. ”તમે તમારા દેહને ખૂબ જ સારી રીતે જાળવી રાખ્યો છે. ચરબીનું નામનિશાન નથી.સુધીરની વાત સાંભળી રમા હસી રહી. પછી બોલી, ”રીતા સામે હું ક્યાં?” સુધીર મૂંગો રહ્યો. રમાના જવાબનો સાચો જવાબ શું હતો એ બંને જાણતાં હતાં. શારીરિક સુંદરતામાં રમા રીતાને હરાવી શકે તેમ હતી.સોમવારે હું મારા વર્ગમાંથી જલદી ઘરે આવી જાઉં છું, ત્રણ વાગ્યા પહેલાં. ક્યારેક ફ્લેટ પર આવવાની ઈચ્છા થાય તો આવી જજો.” રમાએ કારમાંથી ઊતરતાં કહ્યું અને સુધીરના જવાબની રાહ જોયા વિના ચાલવા લાગી.આખો દિવસ સુધીર ઉખડેલો ઉખડેલો રહ્યો. કામ કરવાનું મન થતું નહોતું. એ વિચારવા લાગ્યો રમા હવે માત્ર આઠ મહિના તો રોકાવાની છે. રમા સાથે આડા સંબંધો બાંધી એ રીતાનો વિશ્વાસઘાત કરશે. પણ આ ભારત થોડું છે? આ તો કેનેડા છે.

 

અહીં બધું ચાલે છે. રમા ક્યા મોઢે રીતાને ફરિયાદ કરશે? એ તો ખુદ સામે ચાલીને આમંત્રણ આપી રહી છે.તેના કેટલાય ભારતીય મિત્રો તેમની પત્નીઓ ઉપરાંત બીજી યુવતીઓ સાથે આડા સંબંધો બાંધીને બેઠા છે. બધું કરવા છતાં સુખી ગૃહસ્થજીવન વિતાવી રહ્યા છે. જ્યાં  સુધી પકડાઈ જાવ નહીં ત્યાં સુધી સૌ ખુશ રહે છે. આખરે સુધીરથી રહેવાયું નહીં. ચાર વાગતા પહેલાં માથાના દુખાવાનું બહાનું બતાવી એ ઓફિસમાંથી નીકળી ગયો.સુધીરે એની કાર રમાના બિલ્ડિંગથી થોડે દૂર ઊભી રાખી. જ્યાં ક્યારેક જ કોઈ જતુંઆવતું હતું. રમાની બિલ્ડિંગમાં જઈ તેણે ફ્લેટની સામેના નામ પાસે લાગેલા બટનને દબાવી પોતાના આવ્યાની જાણ રમાને કરી.

 

પોતાના ફ્લેટમાંથી જ રમાએ બિલ્ડિંગનું મુખ્ય દ્વાર ખોલવા બટન દબાવી ઉપર આવી જવા કહ્યું.બિલ્ડિંગની અંદર દાખલ થઈ લિફ્ટમાં સાતમા માળે પહોંચવા માટેનું બટન દબાવ્યું. પાંચમા માળે લિફ્ટ ઊભી રહી ગઈ. સુધીર ગભરાયો. તેને એક ક્ષણ તો લાગ્યું કે રીતા લિફ્ટમાં ઘૂસવાની છે. લિફ્ટનો દરવાજો ખૂલ્યો. એક સ્ત્રી, ખોળામાં બાળક સાથે લિફ્ટની રાહ જોતી હતી. તેણે સુધીરને દસમા માળનું બટન દબાવવા કહ્યું.સાતમા માળે લિફ્ટ ઝટકા સાથે ઊભી રહી. સુધીરે ઊંડો શ્વાસ લીધો. લિફ્ટ ખૂલતાંની સાથે એ બહાર આવ્યો. રમાનાં એપાર્ટમેન્ટનો નંબર પાંચ હતો. રમાના ફ્લેટની બઝર તેને દબાવવી ન પડી. રમાએ એપાર્ટમેન્ટનો દરવાજો ખુલ્લો રાખ્યો હતો અને તેની રાહ જોઈ રહી હતી. તેણે હાઉસકોટ પહેર્યો હતો.

સુધીરને એ જાણતાં વાર ન લાગી કે રમાએ હાઉસકોટની નીચે કશું વસ્ત્ર પહેર્યું નહોતું.કદાચ એ સમય ગુમાવવા તૈયાર નહોતી. રમા બેડરૂમમાં ચાલી ગઈ. તેની પાછળ સુધીર ગયો. રમાએ હાઉસકોટ ઉતારી કાઢ્યો અને પલંગ પર સૂઈ ગઈ. એના દેહ પરનાં તમામ વળાંક હવે દેખાતાં હતાં. એની ખુલ્લી કાયા બધું બતાવતી હતી. હવે સુધીરને ક્યાં શરમનો પડદો રાખવાની જરૂર હતી? સુધીર પણ એનાં વસ્ત્રો ઉતારવા લાગ્યો.એટલામાં રમાના બેડરૂમની શાંતિનો ભંગ કરતી ટેલિફોનની ઘંટડી વાગી.

 

રમા બળપૂર્વક બેઠી થઈ. સુધીરનો હાથ ખમીસનાં બટન ખૂલતાં અટકી ગયો.ટેલિફોન રીતાનો હતો. એણે કહ્યું, ”હું તને એક સારા સમાચાર આપવા ઈચ્છું છું. હું થોડાંક સમય પહેલાં ડૉક્ટર પાસે ગઈ હતી. બે મહિના થયા છે. રમા, હું માતા બનવાની છું.સુધીરને મેં ઓફિસે ફોન કર્યો હતો, પરંતુ તેનું માથું દુખાતું હતું. એટલે વહેલો ઘરે આવવા નીકળી ગયો છે.” ”અરે, સાથે જ તું મા બનવાની છે?” રમા આશ્ચર્યથી બોલી, ”સુધીર ખૂબ ખુશ થશે. આ સમાચાર સાંભળીને. ખૂબ ખૂબ અભિનંદન, રીતા.તું શું કરે છે રમા? મારું તો કોઈ કામમાં મન ચોંટતું જ નથી.

આજે સાંજે બહાર રેસ્ટોરન્ટમાં જઈ ભોજન કરીએ. તારે અમારી સાથે આવવું જ પડશે. તને તારા ફ્લેટ પરથી લેતા જઈશું.”ફરી ક્યારેક. સવારે તો ત્યાંથી આવી છું. હવે તને શનિવારે જ મળીશ.” રમા બોલી, ”અચ્છા આવજે અને ફરી તને અભિનંદન.” આમ બોલી રમાએ રિસીવર મૂક્યું.સુધીરને જોવા તેણે નજર ફેરવી. સુધીર શયનગૃહમાં હતો નહીં. રમાએ સુધીરને રોકવા હાઉસકોટ પહેર્યો. સુધીર શયનગૃહની બહાર પણ નહોતો. ન બાથરૂમમાં હતો. રમા સુધીરને પકડી પાડે એ પહેલાં તે એપાર્ટમેન્ટથી બહાર નીકળી ચૂક્યો હતો. લિફ્ટની રાહ જોવા પણ ઊભો નહોતો રહ્યો. એ જલદી જલદી પગથિયાં ઊતરવા લાગ્યો હતો. આકાશમાંથી જમીન પર આવતાં તેને જરા પણ વાર ન લાગી.પતિ પત્નીનાં સબંધ હમેંશા મીઠા રાખવા કોઈપણ જગડો થાય તો બને તો ગમે તે એક એ શાંત થઈ જવું જોઈએ.

 

About Admin

Check Also

છૂટાછેડા પછી કુતરા સાથે કર્યાં લગ્ન, મહિલાએ કહ્યું- પતિ કરતાં વધુ ખુશ રાખે છે..જાણો શા માટે

લંડનમાં રહેતી એક મહિલાએ તેની પાલતુ કૂતરી સાથે લગ્ન કર્યા મહિલાએ તેના પતિથી છૂટાછેડા લીધા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *