આપણા દેશમાં મહિલાઓ આજે કોઈ પણ સંજોગોમાં પુરુષોથી ઓછી નથી. પછી ભલે તે કુટુંબ ચલાવવાની વાત હોય કે પછી દેશની સેવા કરવાની. દેશની તમામ દીકરીઓ આઈએએસ-આઇપીએસ બનીને તેમની ફરજ સારી રીતે નિભાવી રહી છે. આવી એક મહિલા આઈપીએસ અધિકારી છે જે કંઇપણ ચિંતા કર્યા વિના, નીડરતાથી, સંપૂર્ણ કાળજી સાથે પોતાની ફરજ નિભાવી રહી છે. તેનું નામ સોનિયા નારંગ છે.
પ્રામાણિક અધિકારીઓ કોઈને પણ તેમની ફરજ આડે આવવા દેતા નથી. ખોટું કરનાર કોણ છે તેનાથી તેમને કોઈ ફરક પડતો નથી. આઈપીએસ સોનિયા નારંગ આવા જ એક પ્રામાણિક પોલીસ અધિકારી છે. તેમની સ્પષ્ટતાનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય કે જ્યારે લોકાયુક્ત વાય ભાસ્કર રાવના પુત્ર અને સંબંધીઓ પર વસૂલીનો આરોપ મૂકવામાં આવ્યો હતો, ત્યારે તેમને નિષ્પક્ષ તપાસ માટે યાદ કરવામાં આવ્યા હતા. અને બધાને ખબર છે કે તેઓ કોઈની આગળ નમતા નથી . તેઓ દૂધ નું દૂધ અને પાણી નું પાણી કરીને જ જંપશે. કર્ણાટકના લોકોને પણ સોનિયા નારંગ પર પૂરો વિશ્વાસ છે. રાજ્યના લોકો સીબીઆઈની તપાસ પર એકવાર સવાલ કરી શકે છે, પરંતુ નારંગની તપાસ પર નહીં.
એક ઈમાનદાર અધિકારી કોઈને પણ તેના કામની વચ્ચે આવવા દેતો નથી. તેને એ વાત થી કાઈ ફરક નથી પડતો કે ખોટું કરવા વાળો વ્યક્તિ કોણ છે. આઇપીએસ સોનિયા નારંગ આવા જ ઈમાનદાર પોલીસ અધિકારી છે, તેની સ્વચ્છ છબીનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે જ્યારે લોકાયુક્ત વાઈ ભાસ્કર રાવના દીકરા અને સબંધીઓ પર વસૂલી નો આરોપ લાગ્યો તો તેને નિષ્પક્ષ તપાસ માટે એમને બોલાવવામાં આવ્યા હતા. આ વાત બધા બહુ સારી રીતે જાણતા હતા કે તે કોઈની સામે ઝૂકતી નથી. તે માત્ર દૂધ નું દૂધ અને પાણી નું પાણી કરીને જ શાંતિ લેઇ છે.
સોનિયા નારંગ એ નામ છે જેના પર કર્ણાટકના લોકોને સંપૂર્ણ વિશ્વાસ છે. રાજ્યના લોકો એકવાર સીબીઆઈની તપાસ પર સવાલ કરી શકે છે પરંતુ સોનિયા નારંગ ની તપાસ પર નહિ, જોકે સોનિયા નારંગ તેના કામ ને લઈને મીડિયા માં ચર્ચા માં રહે છે, પરંતુ વર્ષ ૨૦૦૬ માં તેણે કઇક એવું કર્યું જે અચાનક તે આખા દેશમાં ચર્ચામાં આવી ગયું.
તે સમયે સોનિયા દેવનગીરી જિલ્લાની એસપી હતી. તેમણે ત્યાં આવ્યાના થોડા સમય થયો હતો કે એક કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ અને ભાજપ ના બે મજબૂત નેતાઓ એકબીજા સાથે ટચ માં આવ્યા. આ બાબતની જાણ થતાં જ સોનિયા સ્થળ પર પહોંચી ગઈ હતી. આ દરમિયાન ભાજપના નેતા રેનુકાચાર્યે તેમની સાથે લડવાનું શરુ કર્યું. તેણે તેમની સાથે અભદ્ર વર્તન કરવાનું શરુ કર્યું. તે પછી શું હતું, સોનિયાએ તેને પાઠ ભણાવવા માટે બધાની સામે થપ્પડ મારી દીધી. આ અંગે ઘણા દિવસોથી હોબાળો મચ્યો હતો, પરંતુ સોનિયાએ પીછેહઠ કરી નહીં. પછી એ જ નેતા પ્રધાન પણ બન્યા.
નારંગની ૧૩ વર્ષની નોકરીમાં કર્ણાટકના ઘણા શહેરોમાં પોસ્ટ થઇ હતી એટલે કે ત્યાં એમણે ઘણી જવાબદારી સંભાળી. આ દરમિયાન ગુનેગારો જ્યાં ગયા ત્યાંથી ભાગવા માટે મજબુર થયા હતા. તેમનું અનેક વખત સન્માન પણ કરવામાં આવ્યું છે.કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા એ ૧૬ કરોડના કૌભાંડમાં આઇપીએસ સોનિયા નારંગનું નામ પણ લેવામાં આવ્યું હતું. તે પછી રાજ્યના રાજકીય અને વહીવટી કોરીડોરમાં હંગામો મચી ગયો હતો.
મુખ્યમંત્રી દ્વારા વિધાનસભા માં આ કૌભાંડ સાથે સંકળયેલા અધિકારીઓના નામ બહાર આવ્યા હતા. જેમાં સોનિયાના નામનો પણ સમાવેશ કરવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ સોનિયા ખુલ્લેઆમ વિરોધમાં બહાર આવી હતી. તેમણે મુખ્ય પ્રધાનને પડકાર ફેંકતા કહ્યું કે મારો આત્મવિશ્વાસ સ્પષ્ટ છે, જો તમે ઈચ્છો તો તમે કોઈપણ પ્રકારની તપાસ કરી શકો છો. હું મારી સામેનો આરોપ એકદમ નાકારું છું. હું આ આરોપો સામે લાંબી કાનૂની લડત લડવા તૈયાર છું. તે સન્માનની વાત છે કે તે પછી આ ઘટનામાં સોનિયા નારંગને ક્લીન ચીટ મળી ગઈ.
કોણ છે સોનિયા નારંગ,સોનિયા નારંગ વર્ષ ૨૦૦૨ કર્ણાટકની બેચના આઇપીએસ અધિકારી છે, જે તેમના આત્મવિશ્વાસ અને કાર્ય માટે જાણીતી છે. સોનિયાને પંજાબ યુનિવર્સિટી માંથી સમાજશાસ્ત્રમાં વર્ષ ૧૯૯૯ માં ગોલ્ડ મેડલ પણ મળ્યો છે. સોનિયાના પિતા પણ ભારતીય વહીવટી સેવાના વરિષ્ઠ અધિકારી રહી ચૂક્યા છે.