Breaking News

સાસુથી માત્ર આટલાં વર્ષ જ નાની છે પ્રિયંકા ચોપડા,આંકડો જાણી ચોંકી જશો…..

બોલિવૂડથી હોલિવૂડ સુધી પોતાની ધાક જમાવનાર અભિનેત્રી પ્રિયંકા ચોપરા હાલમાં એક વાતને લઈ આખી દુનિયામાં ચર્ચાઈ રહી છે. હાલમાં જ અભિનેત્રી વર્લ્ડ ઈકોનોમિક ફોરમની વાર્ષિક બેઠકમાં ભાગ લેવા પહોંચી હતી. આ બેઠક દાવોસમાં યોજવામાં આવી હતી. આ બેઠકમાં પ્રિયંકા ચોપરાએ એવું ભાષણ આપ્યું કે, દુનિયા ભરમાં તેના સ્પીચના વખાણ થઈ રહ્યા છે. પ્રિયંકાની સ્પીચનો એક વીડિયો પણ ખુબ વાયરલ થઈ રહ્યો છે.આ બેઠકમાં દુનિયાની કેટલીક મોટી મોટી હસતીઓ આવી હતી. ત્યાં પ્રિયંકા ગ્લોબલ સીટીજન એમ્બેસેડરના રૂપમાં પહોંચી હતી. આ સમયે પ્રિયંકાએ ગરીબી, અત્યાચાર, ક્લાઈમેટ ચેન્જ જેવા ગંભીર મુદ્દા પર વાત કરી હતી. સાથે જ દુનિયામાં તેજીથી વધી રહેલી ગરીબી વિશે પણ વાત કરી હતી અને પોતાના બાળકને કેવી દુનિયા આપવી એ પણ જણાવ્યું હતું.

દેસી ગર્લ પ્રિયંકા ચોપરાએ પોતાની ખ્યાતિ બોલીવૂડથી હોલીવૂડ સુધી ફેલાવી છે. પ્રિયંકાની માતા મધુ ચોપરાને દીકરીની કાબેલિયત પર ગર્વ છે. તેની માતાએ કહ્યું હતુ કે, મારી દીકરી સમજદાર છે એ પોતાનો જીવનસાથી પોતે જ પસંદ કરશે. પ્રિયંકાની માતાએ દીકરીના વખાણ કરતાં કહ્યુ હતું કે, મારી પુત્રી સમજદાર થઇ ગઇ છ અને પોતાના માટે લાઇફ પાર્ટનર શોધવામાં સક્ષમ છે.

નિક જોનસ સાથે લગ્ન કર્યા પછી પ્રિયંકા ચોપરા અમેરિકામાં સેટ થઈ ગઈ છે. જોકે, પ્રિયંકા ઘણીવાર તેની પિયર આવતી રહે છે. હાલમાં જ પ્રિયંકા ચોપરાએ તેમની સાસુ સાથેનો એક ફોટો શેર કરી તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. પ્રિયંકાએ તેમની સાસુ ડેનિસ જોનાસને બર્થ ડે વિશ કરતાં લખ્યું, ‘જન્મદિવસ મુબારક હો મમ્મા જે! તમારા પ્રેમ અને દુલાર માટે આભાર. હું ખૂબ જ ખુશ છું કે, આ ખાસ દિવસ તમારી સાથે અહીં મનાવી શકી છું. ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા ચોપરા તેમની સાસુ કરતાં માત્ર 16 વર્ષ જ નાની છે. દેખાવમાં સાસુ-વહુની જોડી દેરાણી-જેઠાણીની લાગે છે.પ્રિયંકા ચોપરા તેના પતિ નિક જોનાસ કરતાં 10 વર્ષ મોટી છે, તો તેમની સાસુ ડેનિસ મિલર જોનાસ કરતાં માત્ર 16 વર્ષ નાની છે. ડેનિસ આજે 54 વર્ષની છે, જ્યારે પ્રિયંકા 38 વર્ષની થશે. 18 જુલાઇએ પ્રિયંકા ચોપરનો બર્થડે છે.

પ્રિયંકા ચોપરા જોનસની સાસુ ડેનિસ જોનસ સુંદરતાની બાબતે તેમની વહુ પ્રિયંકા ચોપરાથી જરાય ઓછી નથી. ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા ચોપરાની સાસુ ડેનિસ ટીચર છે.ડેનિસ, પ્રિયંકા અને નિકની રિંગ સેરેમની પછી લગ્ન દરમિયાન ભારત આવી હતી. અહીં તેમણે વેસ્ટર્ન કલ્ચરથી અલગ ભારતીય સંસ્કૃતિની આનંદ લીધો હતો. ડેનિસે અહીં ભારતમાં સલવાર સૂટ જેવાં પરિધાનોમાં જોવા મળી હતી.

આ પહેલાં પ્રિયંકાની સગાઈ પાર્ટીમાં પણ તેમની સાસુએ તેમના વેવાણ મધુ ચોપડા સાથે ખૂબ જ પંજાબી ડાન્સ કર્યો હતો. ડેનિસે તેનો વીડિયો પણ શેર કર્યો હતો.નિક જોનાસને કુલ 3 ભાઈ છે. કેવિન જોનાસ (32 વર્ષ), સૌથી મોટા છે. એટલે કે પ્રિયંકા તેમના જેઠ કરતાં માત્ર 6 વર્ષ મોટી છે. આ પછી, જો જોનાસ (30 વર્ષ), નિક જોનાસ (27 વર્ષ) અને ફ્રેંકી જોનાસ (19 વર્ષ)નો છે. નિકને કોઈ બહેન નથી.

નિક જોનાસ અને તેમના ત્રણેય ભાઈ અમેરિકન સિંગર અને એક્ટર છે. સૌથી મોટા કેવિન જોનાસ અને તેમનાથી નાના જો જોનાસના લગ્ન થઈ ગયા છે. કેવિનની વાઇફનું નામ ડેનિયલ, જ્યારે જોની વાઇફનું નામ એક્ટ્રસ સોફી ટર્નર છે. સોફી ટર્નર પ્રૅગ્નન્ટ છે અને જલદી જ મા બનશે.પ્રિયંકા ચોપરા વર્ષ 2000માં જ્યારે મિસ વર્લ્ડ જીતી ત્યારે તેમના ભાવિ પતિ નિક જોનાસ માત્ર 8 વર્ષના હતા અને ત્રીજા ધોરણમાં ભણતા હતાં. નિકનો જન્મ 16 સપ્ટેમ્બર, 1992માં થયો હતો.

પ્રિયંકા અને નિકની પહેલી મુલાકાત ટીવી સિરીઝ ‘ક્વૉન્ટિકો’ના સેટ પર કૉમન ફ્રેન દ્વારા થઈ હતી. આ પછી 2017માં બંને મેટ ગાલા ઇવેન્ટમાં હાથોમાં હાથ રાખી જોવા મળ્યાં હતાં.પ્રિયંકા ચોપરાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે જલદી જ હૉલિવૂડ સ્ટાર કિયાનૂ રીવ્સની ફિલ્મ ‘મેટ્રિક્સ 4’માં પણ જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ અત્યારે અમેરિકામાં ચાલી રહ્યું છે.

પ્રિયંકા ચોપરાના જેઠ-જેઠાણી જો જોનાસ તથા સોફી ટર્નર બીજીવાર પેરિસમાં લગ્ન કરવાના છે. પ્રિયંકા તથા નિક છેલ્લાં એક અઠવાડિયાથી પેરિસમાં લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત છે. ચાહકોએ કપલને ક્યૂટ નામ આપ્યું છે. જોફી. સોફી તથા જો જ્યાં લગ્ન કરવાના છે, તે જગ્યા ઘણી જ ભવ્ય તથા આલિશાન છે. સોફી તથા જો Château માં લગ્ન કરવાના છે.

About Admin

Check Also

કતારની સૌથી ઉંચી ઈમારત પર મૌની રોયની સ્ટાઈલિશ ચાલ, ચાહકોએ કરી વાહ વાહ – જુઓ વીડિયો

બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોય તેના ખૂબસૂરત અને અદભૂત લુકને કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે મૌની …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *