Breaking News

સાઉથ ની આ અભિનેત્રી મેકઅપ વગર પણ દેખાય છે એટલી સુંદર અને લાજવાબ,કે મેકઅપ વાળી પણ એની સામે ફીકી પડે,જોવો એની ખાસ તસવીરો.

આજે તમને આ પોસ્ટ માં જણાવવા છે સાઉથ ની એક એવી અભિનેત્રી જે થોડા જ સમય માં આખા વિશ્વ માં જાણીતી થઈ છે.અને આ અભિનેત્રી એટલી સુંદર છે કે એ બોલિવૂડ ની મોટી મોટી અભિનેત્રીઓને પણ આપે છે ટક્કર અને આ સાઉથ ની અભિનેત્રી નું નામ છે સાઈ પલ્લવી.જણાવી દઈએ કે સાઈ પલ્લવી સાઉથ ઈન્ડિયાની ખ્યાતનામ અભિનેત્રી છે. તેણે પોતાનું આ મુકામ અભિનય અને સારા વ્યવહારના કારણે મેળવ્યું છે પલ્લવીએ તમિલ,મલિયાલમ અને તેલૂગુ ફિલ્મોમાં કામ કરી દર્શકોના દિલ જીતી લીધા છે તેણે સુપરહિટ ફિલ્મો જેવી કે અથિરન ફિદા કાલી પ્રેમમ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે આ અભિનેત્રી નો જન્મ 9 મેં 1992 માં કોટગેરી માં થયો હતો.

ફિલ્મ ઈન્ડસ્ટ્રી ની અભિનેત્રીઓ ખુબજ ખૂબસૂરત જોવા મળે છે. અને બની શકે કે તેઓ જેવા દેખાતા હોય તેવા પોતાની અસલ જીંદગીમાં ન પણ હોય અને આ ફિલ્મમાં તેઓ એટલા માટે ખૂબસૂરત નજરે આવે છે કે તેને મેકઅપ કરેલો હોય છે મેકઅપ નો ઉપયોગ લગભગ દરેક અભિનેતાઓ અને અભિનેત્રીઓ કરતા હશે પરંતુ સાઉથની અભિનેત્રી છે કે જે મેકઅપમાં બિલકુલ માનતી નથી અને તેના પણ મેકઅપ વગરના ફોટાઓ સોશ્યલ મીડીયામાં આવતા રહે છે.જણાવી દઈએ કે આ અભિનેત્રી પોતાના ખીલને પણ છુપાવવા માંગતી નથી અને તેના ખીલ વાળા ફોટા પણ સોશિયલ મીડિયામાં અવારનવાર સામે આવતા રહે છે.

સાઈ પલ્લવીએ પોતાની પહેલી જ ફિલ્મ ફિદા થી જ દર્શકોના મન જીતી લીધા હતા. ત્યાર બાદ તેમણે ઘણી બધી ફિલ્મો કરી છે. એટલું જ નહિ નાની એવી ફિલ્મી કારકિર્દીમાં સાઈ પલ્લવીને ઘણા બધા એવોર્ડ્સ પણ મળી ચુક્યા છે. સાઈ પલ્લવીને ફિલ્મ પ્રેમ માં મલાર નું પાત્ર ભજવવા માટે એવોર્ડ પણ મળી ચુક્યો છે. સાઈ પલ્લવીનો અભિનય અને સુંદરતા બન્ને જ તેમના ફેંસ ઘણા પસંદ કરે છે.ફિદા જ્યારે રીલીઝ થઇ ત્યારે તેને ખુબ જ વધારે TRP મળી હતી. તેનું એક કારણ હતું સાઈ પલ્લવીનો અભિનય.

તેની સાથે તેણે બીજી તમિલ ફિલ્મ દિયામાં પણ ડેબ્યુ કર્યું હતું. તેણે આ ફિલ્મમાં એક એવી માંનો રોલ નિભાવ્યો હતો જેમાં તેનો પ્રેમ વિવાહમાં તબદીલ થતો ન હતો. તેથી તેણે આ ફિલ્મમાં ગર્ભપાત કરાવ્યો હતો અને આ રોલ એ ફિલ્મનું મુખ્ય કેન્દ્ર હતું. આ ફિલ્મ પણ ખુબ જ સુપરહિટ રહી હતી. ત્યાર બાદ ઘણી ફિલ્મોમાં પલ્લવીએ કામ કર્યું અને દરેક ફિલ્મોમાં તે અલગ અલગ સ્વભાવના પાત્ર નિભાવતી અને તે પાત્રો દર્શકોનું દિલ પણ જીતતા ગયા.

સાઈ પલ્લવીએ એમસીએ નામની ફિલ્મમાં એક નાનો રોલ કરેલો છે પરંતુ તેણે તે નાના રોલમાં પણ પોતાનું અભિનય કૌશલ્ય બખૂબી સાબિત કર્યું હતું. એટલું જ નહિ મિત્રો પલ્લવી નૃત્ય પણ ખુબ સારું કરે છે તેની પાસે નૃત્યુકળા પણ ખુબ જ અદ્દભુત છે અને તે અસીમિત ઉર્જાથી ભરેલું છે. પલ્લવીની અદ્દભુત નૃત્યકળાએ દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

આજના આ જમાનામાં જ્યાં યુવતીઓને ખૂબ મેકઅપ પસંદ છે ત્યાં સાઈ પલ્લવીને મેકઅપથી બહુ મોટો વાંધો છે. તેને મેકઅપ કરવો જરાં પણ પસંદ નથી. આપને જાણીને નવાઈ લાગશે કે ફિલ્મોમાં પણ તે એકદમ નજીવો મેકઅપ જ કરે છે અમુક સમયે તો મેકઅપ વગર જ કામ કરે છે.

પોતાના શાનદાર અભિનયથી લોકોના દિલ જીતનારી પલ્લવી શાનદાર એક્ટ્રેસ છે, આપને જણાવી દઈએ કે, પલ્લવી વ્યવસાયે ડૉક્ટર છે. તેણે ત્બિલિસી સ્ટેટ મેડિકલ યૂનિવર્સિટી, જોર્જિયામાંથી એમબીબીએસની ડિગ્રી મેળવી છે.જણાવી દઈએ કે, સાઈ પલ્લવીએ બહુ ઓછા સમયમાં જ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. ફિલ્મ ‘પ્રેમમ’થી ડેબ્યૂ કરનારી સાઈ હંમેશાં સાર્થક રોલ જોઈને ફિલ્મોની પસંદગી કરે છે. એક્ટ્રેસને સમીર-તાહિરની ફિલ્મ ‘કાલી’માં લોકોએ ખૂબ પસંદ કરી હતી.જણાવી દઈએ કે આ અભિનેત્રી ઘણી સાઉથની ફિલ્મોમાં કામ કરી ચૂકી છે, અને અવારનવાર તે સોશિયલ મીડિયામાં પણ પોતાના નવા ફોટા પોસ્ટ કરતી રહે છે.

તમને આ વાત જાણીને નવાઈ લાગશે કે આજે પણ સાઈ પલ્લવી જે કોઈ પણ ફિલ્મને સાઈન કરે ત્યારે પ્રોડ્યુસર અને ડાયરેક્ટરને એટલું તો ખાસ જણાવી દે છે કે હું કોઈ બોલ્ડ સીન કે પછી ટૂંકા વસ્ત્ર નહિ પહેરું. હું મારા પરિધાનમાં જ રહીશ. પરંતુ તેમ છતાં આજે તે સાઉથના મૂવીની ખુબ જ ફેમસ અને ખુબ જ પૈસાદાર પણ છે. આજે તે એક સફળ એક્ટર તરીકે આખા ભારતમાં ઓળખાય છે.

સાઈ પલ્લવી ત્યારે ચર્ચામાં આવી જ્યારે તેણે એક ફેયરનેસ ક્રિમની જાહેરાત માટે 2 કરોડની ડીલને લાત મારી દીધી હતી. તેણે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે આ જાહેરાતથી મને શું મળશે ઘરે જઈશ એ જ ત્રણ રોટલી અને ભાત ખાઈશ મારી જરૂરિયાત બહું વધારે નથી.એડ ન કરવાનું કારણ એને એ જણાવ્યું હતું કે હું એક ભારતીય છું અને મારો રંગ યોગ્ય છે. આની સાથે જ તેણે કહ્યું કે આ પ્રકારની જાહેરાતો લોકોને અને ખાસ કરીને મહિલાઓને ખોટા મેસેજ આપે છે એટલે તે આવી કોઈ એડ કેમ્પેઈનમાં ભાગ લેવા માગતી નથી.

 

સાઈ પલ્લવીએ જણાવ્યું કે, આવી એડથી મળનારા રૂપિયયાનું મારા માટે કોઈ મહત્વન નથી. સાઈ પલ્લવી માટે કહેવામાં આવે છે કે, તે મેકઅપ કરવામાં વિશ્વાસ નથી રાખતી અને પોતાનો ચહેરો જેવો છે તેવો જ રહેવા દે છે.જણાવી દઈએ કે આ અભિનેત્રી એ હાલ સુધી ઘણી હિટ ફિલ્મો આપી છે

About Admin

Check Also

કતારની સૌથી ઉંચી ઈમારત પર મૌની રોયની સ્ટાઈલિશ ચાલ, ચાહકોએ કરી વાહ વાહ – જુઓ વીડિયો

બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોય તેના ખૂબસૂરત અને અદભૂત લુકને કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે મૌની …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *