Breaking News

સવાર-સાંજ માત્ર 1 ચમચી અળસીના બીજ ખાઓ, આટલા બધાં રોગોનો થશે ખાતમો,જાણી લો ખૂબ કામ ની માહિતી….

આપણે સૌ જાણીએ છે કે અળશી એ ગુણો થી ભરપૂર આહાર છે, પરંતુ એ વાત સાવ વિભિન્ન છે કે લોકો આ વાસ્તવિકતા જાણતા જ નથી શાકાહારી લોકો માટે તે ઓમેગા-૩ ફેટી એસિડ નો ખુબ જ સારો સ્રોત છે. અળસી મા અંદાજિત ૫૦ ટકા ઓમેગા-૩ ફેટી એસિડ આલ્ફા લિનોલિક એસિડ ના સ્વરૂપ મા હોય છે. આ આલ્ફા લિનોલિક એસિડ આપણાં શરીર ની અંદર નિર્માણ પામતું નથી , તેને આહાર ના માધ્યમ દ્વારા જ પ્રાપ્ત કરવું પડે છે.ભોજન બાદ માવા મસાલા ખાતા લોકોએ અળસી ખાવાની આદત પાડવી જોઈએ. અળસીમાં ભરપૂર પ્રમાણમાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે. જે ખાસ કરીને ફિશમાં મળે છે. પરંતુ શાકાહારીઓ માટે આ તત્વ મેળવવા માટે અળસી બેસ્ટ ઓપ્શન છે. જો તમે તમારી જાતને નિરોગી અને ચુસ્ત રાખવા ઇચ્છતા હોવ તો રોજ ઓછામાં ઓછી એક ચમચી અળસીનો તમારા આહારમાં સમાવેશ કરો. આનાથી ઘણી તકલીફો દૂર રહેશે.

જો તમે નિત્ય તેનું સેવન કરતા હોવ તો તમને તેની હકારાત્મક અસરો અવશ્યપણે જોવા મળશે. અળશી મા ઓમેગા-૩ ઉપરાંત ફાઈબર, પ્રોટીન, વિટામિન બી કોમ્પ્લેક્સ, મેંગેનીઝ, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ અને સેલેનિયમ અને ફાઇટોએસ્ટ્રેજન પણ સમાવિષ્ટ હોય છે. જો તમે તમારી જાત ને નિરોગી અને સ્વસ્થ રાખવા ઈચ્છતા હોવ તો રોજ તેની ઓછા માં ઓછી બે ચમચી તો લેવી જ જોઈ. ચાલો જાણીએ અળસી ના ફાયદાઓ વિશે.૧૦૦ ગ્રામ અળશી માં ૫૩૪ ગ્રામ કેલરીઝ , ૪૨ ગ્રામ ફેટ , ૩.૭ ગ્રામ સેચ્યુરેટેડ ફેટ , ૨૯ ગ્રામ પોલિઅનસેચ્યુરેટેડ ફેટ , ૮ ગ્રામ મોનોઅનસેચ્યુરેટેડ ફેટ , ૩૦ મીલીગ્રામ કોલેસ્ટેરોલ , ૩૦ મીલીગ્રામ સોડિયમ , ૮૧૩ મીલીગ્રામ પોટેશિયમ , ૨૯ ગ્રામ ટોટલ કાર્બોહાઇડ્રેટ , ૨૭ ગ્રામ ડાયેટરી ફાયબર , ૧.૬ ગ્રામ શર્કરા , ૧૮ ગ્રામ પ્રોટિન , ૦ % વિટામિન એ , ૧% વિટામિન સી , ૨૫% કેલ્શિયમ , ૩૧% આયર્ન , ૦% વિટામિન ડી , ૨૫% વિટામિન બી-૬ , 0% વિટામિન બી-૧૨ , ૯૮% મેગ્નેશિયમ સમાવિષ્ટ હોય છે.

રોજ અળસી ખાવાના બેસ્ટ ફાયદાઓ

જો તમને ખાંસી છે તો અળસીની ચા પીવો. પાણીને ઉકાળી તેમાં અળસીનો પાવડર નાંખી ચા તૈયાર કરો. આનું દિવસમાં બે-ત્રણવાર સેવન કરો.દમના રોગીએ એક ચમચી અળસીના પાવડરને અડધા ગ્લાસ પાણીમાં 12 કલાક સુધી પલાળી રાખી સવાર-સાંજ ગાળીને પીવું, રાહત મળશે.ડાયાબીટિસના દર્દીઓએ 25 ગ્રામ અળસી ખાવી જોઇએ. તેઓ દળેલી અળસીને લોટમાં મિક્સ કરી રોટલી બનાવીને ખાઇ શકે છે.અળશીમાં સમાવિષ્ટ લિગ્નિન અને ઓમેગા-3 શરીર માં ચરબીને જમા થતા અટકાવે છે અને શરીરને ચુસ્ત બનાવે છે. જો તમે તમારા બીઝી શેડયુલમાંથી થોડો સમય પણ ઉઠીને વ્યાયામ માટે સમય ના ફાળવી શકતા હોવ તો તેવામાં તમારે અળસીનું સેવન અવશ્યપણે કરવું જોઈએ અને તેનો તમારી આદતોમાં પણ સમાવેશ કરવો જોઈએ.

તેના નિયમિત સેવન થી તમે તમારા વજનને નિયંત્રણ માં રાખી શકો છો. જમ્યાના એક કલાક પૂર્વે ૧.૫ ચમચી અળશી સારી રીતે ચાવી ચાવીને તેનું સેવન કરવું જોઈએ અને ત્યાર બાદ એક ગ્લાસ પાણી પી લેવું, અડધી કલાક બાદ ફરી એક ગ્લાસ પાણી પીવું. તેનાથી તમારું પેટ ભરેલું ભરેલું લાગશે અને તમે વધુ જમી શકશો નહીં.

એક રિસર્ચમાં સામે આવ્યું છે કે અળસીનું સેવન બ્રેસ્ટ કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર અને કોલોન કેન્સરથી બચાવે છે.

અળશીમાં અસ્થમા ની સમસ્યામાંથી રાહત મેળવવા માટેના અનેક ગુણતત્વો સમાવિષ્ટ હોય છે. જો તમે અસ્થમા ની સમસ્યા થી પિડિત હોવ તો તેના માટે અળસી ના બીજ ને વાટી તેને ક્રશ કરી તેને પાણી માં મિક્સ કરી દેવું ત્યાર બાદ આ પાણી ને ૧૦ કલાક માટે તેમ જ રાખી મુકવું. ત્યાર બાદ જો આ પાણીનું આખા દિવસમાં ત્રણ વાર નિયમિત સેવન કરવામાં આવે તો અસ્થમાની સમસ્યામાં રાહત મળે છે. આ ઉપરાંત આ પાણી ના સેવનથી ઉધરસમાં પણ રાહત મળશે.

અળસીના સેવન દરમિયાન પાણીનું સેવન વધારે કરવું. કારણ કે તેમાં વધારે પ્રમાણમાં ફાઇબર હોય છે જેનાથી તરસ વધુ લાગે છે.જો તમે સ્વસ્થ છો તો રોજ સવાર-સાંજ એક-એક ચમચી અળસીનો પાવડર પાણી સાથે, શાક, દાળ કે સલાડ સાથે મિક્સ કરીને ખાવ. અળસીના બીજના પાઉડરનું નિયમિત સેવન કબજિયાતને દૂર કરે છે. તેનું સેવન કરતી વખતે અને તે પછી પણ પાણી પીવું જરૂરી છે. જે કબજિયાતને દૂર કરવામાં મદદરૂપ બને છે.અડધા કપ જેટલા વાટેલાં અળસીના બીજને ક્રીમ કે દૂધ સાથે મેળવીને પેસ્ટ બનાવો. રોજ આ સ્ક્રબને ત્વચા પર ઘસો. તેનાથી ત્વચા સુંવાળી બનીને શુષ્કતા દૂર થશે.

રોજ 10 ગ્રામ અળસી ખાવાથી વજન ઘટે છે.

અળસીના બીજને ચૂર્ણ બનાવી 10 ગ્રામ, મુલેઠી 5 ગ્રામ, સાકર 10 ગ્રામ, અડધા લીંબૂના રસને ઉકળતા પાણીમાં નાંખી ઢાંકી દો. આ રસને ત્રણ કલાક બાદ ગાળીને પીવો. જેની મદદથી તમને ગળા અને શ્વાસની નળીમાં જામેલો કફ બહાર નિકળી જશે.કઈ રીતે કરી શકાય અળસીનો ઉપયોગકચુંબર કે દહીંમાં અળસી-બીજનો પાઉડર ઉમેરીને ખાઓ.બ્રેકફાસ્ટ-કોર્ન ફ્લેક્સ પર પાઉડર છાંટીને ખાઓ.રાંધેલા શાકમાં પણ આ પાઉડર ઉપરથી ઉમેરીને ખાઈ શકાય છે.બ્રેડ, મફીન કે કેકની ઉપર આ પાઉડર છાંટી શકાય છે.

સ્મૂધીઝ કે સ્નેક્સમાં આ પાઉડર નાખો.

અળસીના તેલમાં સમાન ભાગનું ઓલિવ ઓઈલ તેમ જ થોડો લીંબુનો રસ મેળવીને સલાડ-ડ્રેસિંગ બનાવો.અળસી શરીરમાં એસ્ટ્રોજનની માત્રા વધારે છે. જો તમે આનું સેવન કરશો તો પીરિયડ આવી શકે છે. જો તમે વધુ સેવન કરશો તો શરીરમાં તકલીફ થઈ શકે છે. અળસીના વધુ સેવનથી તમને એલર્જીની સમસ્યા થઈ શકે છે. શ્વાસ લેવામાં તકલીફ થાય છે.

About Admin

Check Also

શિયાળામાં આ ડ્રાયફ્રૂટ્સ ખાવાનું ફાયદાકારક છે, ફાઈબરથી ભરેલું આ ડ્રાયફ્રૂટ્સ સ્વાસ્થ્યને આપશે ઘણા ફાયદા

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, શિયાળામાં લોકો પાસે ખાવાના ઘણા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *