Breaking News

સવારે ઉઠતાંની સાથેજ કરીલો આ ખાસ ડ્રિંક નું સેવન,કબજિયાત સહિત અનેક રોગોમાંથી મળશે મુક્તિ….

મોટાભાગનાં ઘરોમાં જીરાનો ઉપયોગ મસાલા તરીકે કરવામાં આવ્યો છે. જીરાની સુંગંધના કારણે ભોજનના સ્વાદમાં અને સુગંધમાં વધારો થાય છે. તો ગોળ એ કુદરતી ગળપણ છે. આયુર્વેદમાં પણ ઘણી બીમારીઓના ઈલાજમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.જેઓ ને શરીર માં લોહી ની ઉણપ હોય તેઓ માટે જીરું અને ગોળ બંને ખુબ જ જરૂરી છે. આના દ્વારા શરીર માં થતી અનેક બીમારીઓ થી પણ બચી શકાય છે. તો આવો જાણીએ કઈ રીતે બનાવી શકાય આ પાણી, કેટલી માત્રા માં પીવું અને ક્યારે પીવું જોઈએ. આ પાણી બનાવવા માટે તમાર્રે જોશે બે કપ પાણી, એક ચમચી જીરૂ અને એક ચમચી ગોળ. પાણી બનાવવા માટે એક વાસણ માં જીરું અને ગોળ ઉમેરી અને થોડી વાર ઉકાળી લો અને ઠંડુ થઇ જાય પછી ભૂખ્યા પેટ એ પી લો.જીરું અને ગોળ મોટાભાગના લોકોના ઘરમાં હોય છે. જીરું અને ગોળ બંને હેલ્થ માટે દવાનું કામ કરે છે. આ બંનેનું કોમ્બિનેશન ઈમ્યૂનિટી વધારે છે અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. ગોળ અને જીરામાં શરીરમાં જરૂરી પોષક તત્વો મળી રહે છે. જેથી આજે આ ડ્રિંક પીવાના ફાયદા અમે તમને જણાવીશું.

ગોળ અને જીરાનું પાણી બનાવવાની રીતઃ

એક વાસણમાં 1 કપ પાણી લઈ તેમાં 1 ચમચી ગોળ અને 1 ચમચી જીરું મિક્સ કરી 5 મિનિટ ઉકાળો. પછી નવશેકું રહે એટલે ગાળીને પીવો.કબજિયાત થતાં રોકે છે,જીરું અને ગોળનું પાણી પીવાથી કબજિયાતની સમસ્યાથી છૂટકારો મળે છે. આ બોવેલ મૂવમેન્ટને સુધારે છે. જેનાથી લાંબા સમયથી હેરાન કરતી કબજિતાય દૂર થાય છે.

બ્લોટિંગમાં લાભકારી.

પાણીમાં જીરું અને ગોળ ઉકાળીને પીવાથી બ્લોટિંગ અને ગેસની સમસ્યા ખતમ થઈ જાય છે. આ ન્યૂટ્રલાઈઝર તરીકે કામ કરે છે. જે એસિડિટીની સમસ્યા પણ દૂર કરવામાં મદદ કરે છે.આ પાણી પીવાથી શરીર માં ઘણા ગજબ ના ફાયદાઓ થાય છે. પેટ માટે આ પાણી ખુબ જ ફાયદાકારક છે.  જીરા અને ગોળનું પાણી પીવાથી ગેસ અને પેટમાં દુખાવો જેવી સમસ્યાઓ દૂર થાય છે. જે લોકો ડાયેટ ઉપર હોય તેઓ પણ આ પાણી પી શકે છે. આ પાણી નું સેવન કરવાથી શરીરમાંથી ચરબી ઓછી થાય છે.

માસિકને નિયંત્રિત કરે છે.

મહિલાઓમાં હોર્મોન્સ સંબંધી સમસ્યાઓ વધુ જોવા મળે છે. જીરું અને ગોળનું પાણી હોર્મોન્સને સંતુલિત કરીને માસિક ચક્રને નિયમિત કરવામાં મદદ કરે છે.જે મહિલા ઓને માસિક નો સમય નક્કી નથી રહેતો અને તે સમયે અનિયમિતતા આવે છે. તેઓ ને આ પાણી પીવું જોઈએ. આ પાણી એમના માટે પણ ખુબ જ ફાયદા કારક છે.તેમનો સમય નિયમિત થઇ જશે. અને એટલું જ નહિ આ સમયે થતા દુખાવા માં પણ રાહત મળશે. શિયાળામાં સાંધાનો દુખાવો થવો સામાન્ય વાત છે. આ પાણી પીવાથી શરીર માં સાંધા નો દુખાવો દુર થઇ જાય છે. જીરા નું પાણી કમર દર્દ નો રામબાણ ઈલાજ છે. જો તમારા પેટ અથવા તો ખભામાં દુખાવાની શિકાયત રેહતી હોય તો આ ગળ અને જીરાનું પાણી લગાતાર સાતથી આઠ દિવસ પીવાથી તમારા કમરનો દુખાવો અને ખભાના દુખાવા થી રાહત મળે છે.

શરીરની ગરમી દૂર કરે છે.

ઘણાં લોકોના શરીરનું તાપમાન અચાનક વધી જાય છે અને બોડી ગરમ પણ રહે છે. જીરું અને ગોળનું પાણી આવા લોકો માટે ફાયદાકારક છે. આ શરીરની ગરમીનું બેલેન્સ જાળવી રાખે છે અને તાવ, માથાનો દુખાવો જેવી સમસ્યાઓથી બચાવવામાં પણ મદદ કરે છે.

શરીરના દુખાવામાં રાહત..

મોસમમાં ચેન્જ આવવાથી ઘણાં લોકોને શરીરમાં દુખાવો અને સોજાની પ્રોબ્લેમ થાય છે. ગોળ અને જીરાની આ ડ્રિંકમાં એન્ટીઈન્ફ્લામેટરી ગુણ હોય છે. જે સોજાની સમસ્યામાં રાહત આપે છે.જીરું અને ગોળ બંને માં ખુબ જ જરૂરી તત્વો રહેલા છે. જીરું અને ગોળમાં પોટેશિયમ વધારે પ્રમાણમાં હોય છે. જેથી શરીરને શક્તિ મળે છે. શરીરમાં ઉર્જાનું પ્રમાણ યોગ્ય રાખવા માટે સવારે ભૂખ્યા પેટે ગોળ અને જીરાના પાણીનું સેવન કરવું જોઇએ. જેના થી આખો   દિવસ તમે એનર્જી યુકત રહેશો. અને જે લોકો ને શરીર માં લોહી ની કમી છે  તેઓ એ પણ આ પાણી પીવું જોઈએ.  જેના લીધે શરીર માં રક્ત્કાનો વધે છે. અને સાથે આ પાણી  રહેલા તત્વો લોહી માં રહે;ઈ અશુદ્ધિ કાઢી અને લોહી ને શુદ્ધ બનાવે છે,જીરા નું પાણી પીવાથી શરીરને ખુબજ ઇન્સ્ટન્ટ એનર્જી મળે છે. જો તમારા શરીરમાં કોઇ પણ કમજોરી છે ભલે તે પ્રેગ્નન્સી પછીની છે અથવા તો તમને કોઈ બીમારી થઇ હોય અથવા કોઇ સર્જરી થઈ હોય તો પણ ગોળ અને જીરાનું પાણી પીવાથી તમારી કમજોરી ખતમ થાય છે.

વધતા વજનથી ટાઇપ-2 ડાયાબિટીસનું જોખમ પણ વધે છે અને આ સંબંધમાં અનેક પ્રકારના કેન્સર અને વૈજ્ઞાનિક પુરાવા પણ ઉપલબ્ધ છે.જ્યારે જીરું પાણી ઉકાળીને ગોળ સાથે પીવામાં આવે છે,તે વજન ઘટાડવામાં અસરકારક રીતે મદદ કરે છે.જો તમારે જીરું શેકવું હોય તો તમે તેનો ઉપયોગ ગોળ સાથે ખાવા માટે પણ કરી શકો છો. તેનો ઉપયોગ ઘણા લોકો મુખ્યત્વે વજન ઘટાડવા માટે કરે છે.

હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાને હાયપરટેન્શન તરીકે પણ ઓળખવામાં આવે છે.આને કારણે હૃદયરોગને લગતા અનેક પ્રકારના રોગો અને સ્ટ્રોકમાં પણ વધારો થાય છે.જ્યારે જીરું અને ગોળમાં હાજર પોટેશિયમ અને મેગ્નેશિયમનું પ્રમાણ હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાને ઘટાડવા માટે અસરકારક રીતે કામ કરી શકે છે.તેથી,હાઈ બ્લડપ્રેશર ધરાવતા લોકોએ ડોક્ટરની સલાહ લીધા પછી નિયમિતરૂપે જીરું અને ગોળ લેવું જોઈએ.

હાડકાંને મજબૂત કરવા મુખ્યત્વે કેલ્શિયમ પોષક તત્ત્વોની જરૂર હોય છે.જ્યારે જીરું અને ગોળનું સેવન હાડકાંને મજબૂત બનાવવા માટે પણ ખૂબ મદદગાર સાબિત થઈ શકે છે નેશનલ સેન્ટર ફોર બાયોટેકનોલોજી માહિતી અનુસાર,આ બંને ખોરાકમાં હાડકાને મજબૂત કરવાના ગુણધર્મો છે.સંશોધન પછી પણ તેની પુષ્ટિ થઈ છે.તેથી, હાડકાંને મજબૂત બનાવવા માટે રમતમાં સક્રિય વૃદ્ધ લોકો અને બાળકો માટે જીરું અને ગોળ ખૂબ ફાયદાકારક રહેશે.

દર વર્ષે હૃદયરોગના કારણે ઘણા લોકો પોતાનો જીવ ગુમાવે છે.ભારતમાં આવા લોકોની સંખ્યા ઘણી વધારે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના જણાવ્યા અનુસાર વિશ્વમાં હ્રદયરોગને લીધે થતાં સૌથી વધુ મૃત્યુ થાય છે.તે જ સમયે,ગોળ અને જીરુંનું સેવન હૃદય રોગથી બચવા માટે ખૂબ ફાયદાકારક અસર બતાવે છે.ખરેખર,ગોળ અને જીરું બંનેમાં રક્તવાહિની પ્રવૃત્તિ છે.તે હૃદયથી સંબંધિત અનેક પ્રકારના રોગોના જોખમમાં ઘણી વખત કામ કરી શકે છે. આને કારણે, તમે હૃદય રોગની સંવેદનશીલતા ટાળશો.

પ્રતિરક્ષા વધુ પ્રબળ રહેશે.


જીરું અને ગોળ ના સેવનથી પ્રતિરક્ષા મજબૂત કરવા માટે ખૂબ ફાયદાકારક અસર જોવા મળી છે.આ બંને ખોરાકમાં એન્ટિ ઓક્સિડેન્ટ્સનું પ્રમાણ વધુ છે.તેની સીધી અસર રોગપ્રતિકારક કોશિકાઓને મજબૂત બનાવવા તરફ દોરી જાય છે. આને લીધે,તે પ્રતિરક્ષા મજબૂત કરવામાં પણ મદદ કરે છે અને તમે અનેક પ્રકારના ચેપી રોગોથી સુરક્ષિત છો.

જીરું અને ગોળ શરદી,ખાંસી અને ફ્લૂથી પીડિત લોકો માટે રામબાણ જેવું કામ કરશે. ગોળનો સ્વાદ ગરમ છે. શરદી અને ખાંસીની સમસ્યાથી રાહત મેળવવા માટે ગરમ સ્વાદવાળા ખોરાકને ખૂબ અસરકારક માનવામાં આવે છે.આ જ કારણ છે કે ગોળના સેવનથી શરદી,ખાંસી અને ફ્લૂ સાથે સંકળાયેલા લક્ષણોથી રાહત મળે છે. ખાસ કરીને જે લોકો ઉધરસથી પરેશાન છે,રાત્રે સૂતા પહેલા આદુના નાના ટુકડા સાથે ગોળ મેળવી લેશો તો ખૂબ રાહત મળશે

About Admin

Check Also

શિયાળામાં આ ડ્રાયફ્રૂટ્સ ખાવાનું ફાયદાકારક છે, ફાઈબરથી ભરેલું આ ડ્રાયફ્રૂટ્સ સ્વાસ્થ્યને આપશે ઘણા ફાયદા

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, શિયાળામાં લોકો પાસે ખાવાના ઘણા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *