દરેક લોકો જાણતા હશો કે શનિવારનો દિવસ ભગવાન શનિ દેવનો દિવસ માનવામાં આવે છે અને આ દિવસે શનિ ભગવાનને ખુશ કરવા માટે શનિની પૂજા અર્ચના કરે છે. હવે આજે અમે તમને શનિથી જોડાયેલી કેટલીક એવી વાતો જણાવવા જઇ રહ્યા છીએ જેનાથી લોકો આજે પણ અજાણ છે આવો જોઇએ. કેહવાય છે શનિથી વધારે લોકો ભયભીત રહે છે કારણકે તે એકવાર કુંડળીમાં આવી જાય તો જવાની નામ નથી લેતા.એવામાં શનિ નિષ્પક્ષ તેમજ ન્યાય કર્તા માનવામાં આવે છે અને કહેવાય છે શનિ આપણા પર સારા કે ખરાબ કર્મોનું ફળ આપે છે. એવામાં સારા કામ પર શનિ દેવ શુભ ફળ આપે છે. પરંતુ ખરાબ કામ કરવા પર તે કર્મોના દંડ આપે છે જે ભયાનક હોય છે.
કહેવાય છે શનિવારના દિવસ લાલ મરચું ન ખાવું જોઇએ પરંતુ આ દિવસે કાળામરી કે લીલા મરચાંનું સેવન કરી શકે છે. કારણકે લાલ મરચું શનિદેવને પસંદ નથી.જ્યોતિષ અનુસાર શનિવારના દિવસ સામાન્ય અથાણું ન ખાવું જોઇએ. તેનાથી કારણે શનિદેવ ક્રોધિત થઇ જાય છે.કહેવાય છે શનિવારના દિવસે દૂધ કે દહીંનું સેવન કરો છો તો તે ખોટું છે આ દિવસે આ પદાર્થોને ક્યારેય સાદુ ન ખાવું જોઇએ અને જો તમે ખાઓ છો તો તેમા એક ચપટી હળદર કે ગોળ મિક્સ કરીને ખાઓ. શનિવારના દિવસે દારૂનું સેવન ન કરવું જોઇએ આ દિવસે દારૂ પીવાથી શનિથી સંબંધિત પરેશાનીઓનો પ્રારંભ થાય છે અને કુંડળીમાં શનિ પ્રવેશ કરે છે. કહેવામાં આવે છે શનિવારના દિવસે મસૂરની દાળ ન ખાવી જોઇએ તેની સ્થાન પર ચણા, તુએર અને મગની દાળ ખાય શકો છો કારણકે મસૂરની દાળ પર મંગળનું આધિપત્ય હોય છે આ કારણથી શનિવારના દિવસે મસૂરની દાળથી ન ખાઓ.શનિવારના દિવસે માંસાહારી ભોજન ન કરો. તે શનિદેવના ગુસ્સાને વધારી શકે છે. એનાથી વ્યક્તિ ખરાબ સંગતિમાં ફસાઈ શકે છે. સાથે જ ઘનનું નુકશાન પણ થઇ શકે છે.
જ્યોતિષ શાસ્ત્રી રામ પાંડેના જણાવ્યા અનુસાર, શનિવારે ક્યારેય પણ પીળા રંગનું ભોજન ગ્રહણ કરવું જોઈએ નહિ. કારણ કે એ ગુરુ દેવનું અન્ન માનવામાં આવે છે. અને શનિ અને ગુરુમાં પરસ્પર બનતું નથી. એટલા માટે એને ખાવાથી વ્યક્તિના જીવનમાં અડચણો આવી શકે છે.શનિવારના દિવસે અમુક ખાવાની વસ્તુઓને ન ખાવા સિવાય, આપણે અમુક વસ્તુઓને ખરીદવાથી પણ બચવું જોઈએ. અને એ વસ્તુઓ માંથી એક છે મીઠું. કહેવાય છે કે શનિવારે મીઠું ઘરે લાવવાથી દરિદ્રતા આવી શકે છે.શનિવારના દિવસે સરસવનું તેલ પણ ખરીદવું જોઈએ નહિ. કારણ કે તે શનિદેવ પર ચડે છે, પરંતુ આ દિવસે એને ખરીદવું શનિદેવનું અપમાન સમજવામાં આવે છે.શનિવારના દિવસે લોખંડની કોઈ પણ વસ્તુ ખરીદવી જોઈએ નહિ. કારણ કે એ પણ શનિનું પ્રતીક હોય છે.
શનિવારે એને ઘરમાં લાવવું અશુભ ફળ આપી શકે છે.શનિવારના દિવસે ક્યારે પણ કલમમાં ઉપયોગમાં લેનારી શાહી ખરીદવી ના જોઈએ. આ દિવસે શાહી ખરીદવાથી મનુષ્યને તકલીફોનો સામનો કરવો પડે છે. કાગળ, કલમ અને શાહી ખરીદવાનો સૌથી સારો દિવસ ગુરવારને માનવામાં આવે છે.કાતરનો ઉપયોગ આપણે ઘરમાં કાગળ અથવા કાપડ ખરીદવા માટે કરતા હોય છે. આસિવાય અન્ય ઘણા કામો માટે કાતરનો ઉપયોગ કરવામાં આવે છે. શનિવારના દિવસે ક્યારે પણ કાતરના ખરીદવી જોઈએ. આ દિવસે કાતર ખરીદવાથી ઘરના સંબંધમાં તણાવ આવે છે.
શનિવાર શનિદેવનો હોય તે દિવસે કાળા તલને ખરીદવા અશુભ માનવામાં આવે છે. આ દિવસે કાળા તલ ખરીદવાથી કાર્યમાં અડચણ આવે છે અને કામ બગડે છે.શનિવારના દિવસે કોઈ પણ ચંપલ કે શૂઝ ખરીદવા અશુભ માનવામાં આવે છે. શનિવારના દિવસે ખરીદવામાં આવેલા કાળા શૂઝ પહેરવાવાળા શખ્સને તેના કામમાં અસફળતા જ મળે છે.શનિવારના દિવસે જ્વલનશીદ પદાર્થ જેવા કે, કેરોસીન, સિલેન્ડર ગેસ, માચીસ જેવી વસ્તુને ખરડવીના જોઈએ। આ પ્રકારની જવલનશીલ પદાર્થને શનિવારના દિવસે ઘરે ના લાવવું જોઈએ.
કહેવામાં આવે છે કે, શનિવારના દિવસે ઘરમાં લાવેલું ઇંધણ પરિવારને કષ્ટ પહોંચાડે છે.ઝાડુ ફક્ત ઘરની સફાઈ માટે જ કામ નથી આવતું. ઘરમાં ઝાડુ લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર પણ થાય છે. કયારે પણ શનિવારના દિવસે ઝાડુને ખરીદવું ના જોઈએ. આ દિવસે ઝાડુ ખરીદવાથી ઘરમાં ગરીબાઈ આવે છે.શનિવારના દિવસે અનાજ પીસાવની ચક્કી કયારે પણ ખરીદવી ના જોઈએ. માનવામાં આવે છે કે, આ દિવસે ચક્કી ખરીદવાથી પરિવારમાં તનાવની સ્થિતિ સર્જાય છે. આ દિવસે ખરીદેલી ચક્કીના લોટમાંથી બનેલું જમવાનું પણ ઘણા રોગોને નિયંત્રણને બુલાવો આપે છે.