Breaking News

શું તમારા ઘરમાં પણ દિવાલ પર આવી ગઈ છે એ ફૂગ તો કરો આ ઉપાય,જાણી લો અહીં…

હાલ ચોમાસુ ચાલે છે. વરસાદની ઋતુમાં ઘરની દીવાલ રસોડા કે બાથરૂમમાં પોપડી પડવા લાગે છે. દીવાલમાં થયેલી પોપડીના કારણે ઘરમાં દુર્ગંધ આવવા લાગે છે અને તેનાથી બીમારીઓ ફેલાવવાનો ડર પણ રહે છે. વરસાદ સિવાય ખરાબ ક્વોલિટીની પ્રોડક્ટ્સ, લીક પાઇપ કારણે પણ દીવાલ પર પોપડીની સમસ્યા થઇ શકે છે. તેનાથી ઘરની સુંદરતા ખરાબ થવાની સાથે પરિવારના લોકોના સ્વાસ્થ્યને પણ નુકસાન થઇ શકે છે. આ સમસ્યાને દૂર કરવી સહેલું કામ નથી.

પરંતુ કેટલાક ઉપાય અજમાવીને તમે આ સમસ્યાથી છૂટકારો મેળવી શકો છોવરસાદની ઋતુમાં ઘરની દીવાલમાં થતી પોપડીથી બચાવવા માટે તેની પર હળવા રંગનો પેઇન્ટ કરાવી લો. તેનાથી દીવાલ પર કોઇ જીવાણું નહીં થાય અને સુંદર પણ લાગશે. પરંતુ પેઇન્ટ કરવાથી પહેલા દીવાલની તિરાડ ભરાવી દો. જેથી ઉપરથી કરવામાં આવેલ વોટર પ્રૂફ પેઇન્ટ લાંબો સમય ટકી રહેશે અને સારો લુક આપશે.

ઘરમાં થયેલી પોપડીને દૂર કરવા માટે તમે પાણી અને વિનેગરને બરાબર પ્રમાણમાં મિક્સ કરીને સ્પ્રે બોટલમાં ઉમેરી લો. ત્યાર પછી તેને ફૂગ લાગેલી દીવાલ પર સ્પ્રે કરીને થોડીક રાખી મૂકો. ત્યાર પછી સૂકા કપડાથી તેને સાફ કરી લો. પોપડીને દૂર કરવા માટે દીવાલને ડિટર્જંન્ટની મદદથી પણ સાફ કરી શકાય છે.

પાણીમાં ડિટર્જેન્ટ ઉમેરીને કપડું ભીનું કરીને દીવાલને સ્વચ્છ કરી લો, આવું તમે ઓછામાં 4-5 દિવસ સુધી કરો. જેથી પોપડી દૂર થઇ જશે. રસોઇમાં ઉપયોગ થતા બેકિંગ સોડા સાફ-સફાઇના કામમાં પણ ખૂબ ઉપયોગમાં આવી શકે છે. સ્પ્રે બોટલમાં પાણી ઉમેરીને 1/4 ચમચી બેકિંગ સોડા ઉમેરી લો. તેનાથી દીવાલ પર સ્પ્રે કરો અને બ્રશની મદદથી સાફ કરી લો.

પોપડી થવા પર કેટલીક વખત ઘરમાં અલગ પ્રકારની દુર્ગંધ આવવા લાગે છે. જેનાથી છૂટકારો મેળવવા માટે રંગ-બેરંગી ફુલોથી ઘરને સજાવવા બેસ્ટ ઓપ્શન છે. આ ફુલોને ફ્લાવર પોટમાં સજાવીને તમે ઘરની સુંદરતા વધારવાની સાથે સુગંધ પણ આવી શકે છે. આ વાતનું ખાસ ધ્યાન રાખો કે વરસાદના દિવસમાં ઘરના કોઇપણ ખૂણામાં પાણી એકઠું ન થાય.

તે સિવાય બારી અને દરવાજાની ફ્રેમને પણ સીલ બંધ રાખો. જો છત પરથી થોડૂક પણ પાણી ટપકી રહ્યું છે તો તરત જ તેને રીપેરીંગ કરાવો.કેટલીક વખત દીવાલના નીચેના ભાગમાં પોપડીના ધબ્બા નજરે પડે છે. જેનું કારણ ગ્રાઉન્ડ વોટર છે. જે ધીમે-ધીમે ઉપર ચઢે છે.

હાઇડ્રોજન પેરોક્સાઇડ એન્ટી ફૂગ, એન્ટી-બેક્ટેરિયલ ગુણોથી ભરપૂર હોય છે. તેને કપડા, દીવાલ, જમીન, બાથરૂમ સહિતની ફૂગ દૂર કરવાનું કામ કરે છે. જેનાથી દિવાલોનો રંગ પણ ખરાબ થશે નહી. સ્પ્રે બોટલમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ એડ કરો અને 10 મિનિટ બાદલ તેને સાફ કરો. જેથી ફૂગથી છૂટકારો મળી શકે છે.

એક સ્પ્રે બોટલમાં 1 કપ પાણી અને એક ચમચી ટી ટ્રી ઓઇલ મિક્સ કરો. દીવાલ પર ફૂગ વાળી જગ્યા પર સ્પ્રે કરો. તે બાદ તેને સૂકાવા દો. ત્યારબાદ તેને સાફ કપડાંથી સાફ કરી દો. ફૂગની સમસ્યાથી છૂટકારો મળશે.

About Admin

Check Also

છૂટાછેડા પછી કુતરા સાથે કર્યાં લગ્ન, મહિલાએ કહ્યું- પતિ કરતાં વધુ ખુશ રાખે છે..જાણો શા માટે

લંડનમાં રહેતી એક મહિલાએ તેની પાલતુ કૂતરી સાથે લગ્ન કર્યા મહિલાએ તેના પતિથી છૂટાછેડા લીધા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *