જો હિંદુ ધર્મ ના મુખ્ય ગ્રંથો ની વાત કરીએ તો તેમાં બે પુરણ એવા આવે છે જેમનો જીક્ર સૌથી વધારે કરવામાં આવે છે. હા, તમે સાચું સમજી રહ્યા છો. અમે વાત કરી રહ્યા છીએ સૌથી પ્રમુખ માનવામાં આવતા ગ્રંથ રામાયણ ની અને મહાભારત ની. આ બન્ને જ કાળ માં એક થી ચઢીયાતા એક યોદ્ધા અને શુરવીર થયા. જ્યાં એક તરફ રામાયણ માં ભગવાન શ્રી રામ અને રાવણ ના વચ્ચે યુદ્ધ થયું હતું, ત્યાં બીજી તરફ મહાભારત કાળ માં પાંડવો અને કૌરવો ના વચ્ચે કુરુક્ષેત્ર ના મેદાન માં 18 દિવસો સુધી ભયંકર યુદ્ધ થયું હતું. તમારા માંથી લગભગ આ બન્ને ગ્રંથો ના વિષે બહુ જાણતા હશે.આજે આપણે વાત કરીશું મહાભારતના શક્તિશાળી ભીમ વિશે.ભીમ મહાભારતના મુખ્ય પાત્રો પૈકીનો એક હતો. તે કુંતીનો વાયુ દેવથી થયેલો પુત્ર તથા પાંચ પાંડવોમાં બીજો હતો. પોતાની વિરાટ કાયા તથા અતુલિત બળને લીધે તે બીજા ભાઈઓમાં જુદો તરી આવતો.
સમગ્ર મહાભારતમાં તેની પૌરાણિક શક્તિઓનાં ખૂબ જ જ્વલંત વખાણ કરવામાં આવ્યાં છે. દા.ત. “સર્વ બળવાન ગદાથી પણ વધુ બળવાન” ભીમની સરખામણીનું કોઇ નથી, તેના જેવો હાથી સવાર કોઈ નથી. યુદ્ધમાં તેના વિષે કહેવાય છે કે તે અર્જુન સામે પણ ન હારે અને દસ હજાર હાથીઓનું બળ ધરાવે છે. યુદ્ધ કળામાં યોગ્ય તાલિમબદ્ધ. જે ક્રોધાવેશમાં ધૃતરાષ્ટ્ર પણ ખાઈ જાય. હંમેશાં અજોડ બાજુબળ ધારક સ્વયં ઈંદ્ર પણ તેને ન હરાવી શકે.પાંડવોના પ્રથમ અજ્ઞાતવાસ દરમ્યાન તે પોતાના ભાઈઓ સાથે રહ્યો. આ સમય દરમ્યાન તેનો સામનો હિંડમ અને હિડિંબા નામના રાક્ષસ ભાઈ-બહેન સાથે થયો. રાક્ષસોની કુરુ કુળ સાથેની દુશ્મનાવટને લીધે હિડંબે તેની બહેનને ભીમને તેની જાળમાં ફસાવવા કહ્યું. પરંતુ ભીમ અને હિંડીબા એક બીજા તરફ આકર્ષિત થયાં. ભીમે હિડંબ સાથે યુદ્ધ કર્યું અને હિડિંબા સાથે જંગલમાં એક વર્ષ રહ્યો. તેના થકી તેને ઘટોતક્ચ નામનો એક પુત્ર થયો.
કુંતીના વચનને કારણે તેના ભાઈઓ સાથે તે દ્રૌપદી સાથે પરણ્યો. પાંડવોના કુરુ ભુમિમાં પાછા આવ્યાં પછી તેણે મગધ સમ્રાટ જરાસઘને મલ્લ યુદ્ધમાં હરાવીને મારી નાંખ્યો. અને તેના ભાઈઓને રાજસુય યજ્ઞ કરાવવાનો માર્ગ મોકળો કરી આપ્યો. જ્યારે યુધિષ્ઠિર અને દુર્યોધન વચ્ચે રમાતો જુગાર (ધ્યુત) અંતિમ ચરણમાં પહોંચ્યોં ત્યારે ભીમ અત્યંત કોપાયમાન થઈ ગયો. જ્યારે દુશાશને દ્રૌપદીના વસ્ત્રહરણની ચેષ્ટા કરી ત્યારે તેણે પ્રતિજ્ઞા કરી કે તે દુશાસનનો વધ કરી તેનું રક્ત પીશે. પાંડવોના બીજા અજ્ઞાતવાસ દરમ્યાન તે અલકાપુરીમાં રહ્યો જ્યાં કુબેરે તેને વરદાન આપ્યું. અજ્ઞાતવાસના અંતમાં તે રાજા વિરાટના રસોઈયાના ગુપ્ત વેશે રહ્યો.
શ્રીકૃષ્ણે ભીમ પુત્ર ઘટોત્કચને પોતાનો દૂત બનાવીને કૌરવોની છાવણીમાં જ્યારે ઘટોત્કચ સંદેશ લઈને આવે છે. એવી વાત પણ છે ત્યારે ધૃતરાષ્ટને જોતાંની સાથે જ એમની ગંભીર આકૃતિ ઘટોત્કચને સ્પર્શી જાય છે. પોતાની આંતરસૂઝથી તેને એ પણ ખબર પડે છે કે આ ધૃતરાષ્ટની કુટિલતાથી શકિત થઈ ઊઠેલા દેવોએ આને અંધ બનાવવાનું ઉચિત સમજ્યું છે.આમ મહાભારતમાં ઘટોત્કચમાં એક વિલક્ષણ જ્ઞાનનું પ્રદર્શન કરાવે છે. તે ભીમ જેવો ઉતાવળિયો અને બાળસહજ ચંચળતાથી દોરવાતો પણ છે. ઘટોત્કચ એક રાક્ષસ હોવા છતાં એક મનુષ્યના સદગુણથી પણ શોભે છે. ભગવાન કૃષ્ણનો સંદેશ લઈને દૂત આવ્યો છે તેમ સાંભળીને તેઓ આસન પરથી ઊભા થઈને બદ્ધાંજલ આપે છે. આમાં તેમની સંહારકતા અને ભગવાન કૃષ્ણ તરફની આસ્થા છતી થાય છે. ઘટોત્કચ યુદ્ધે ચઢવા તત્પર થાય છે.
મહાભારતમાં ભીમની શક્તિ જોઈને દુર્યોધનને નફરતની લાગણી થઈ ગઈ હતી તેબદલો લેવા માંગતો હતો. ભોજનમા વિષ ભેળવીને ભીમને મારવા માટે રચવામા આવ્યુ હતુ ષડ્યંત્ર ,નાગલોકમા મળ્યુ હતુ નવુ જીવનદાન. ભીમને પાંડવોમાં સૌથી શક્તિશાળી માનવામા આવે છે. તેમની પાસે ૧૦,૦૦૦ હાથી જેટલી શક્તિ હતી. તેમને જોઈને મોટા-મોટા યોદ્ધાઓ મેદાન છોડીને ભાગી જતા.પણ શું તમે જાણો છો ભીમના આ બળનું રહસ્ય શું છે. ખરેખર મહાભારતમા આપવામાં આવેલા વર્ણન મુજબ નાગલોકામા ભીમની શક્તિનુ રહસ્ય છુપાયેલુ છે. અહીં તે ૮ દિવસ સૂઈને શક્તિશાળી બની ગયો હતો.
પૌરાણિક શાસ્ત્રો અનુસાર ભીમ નાનપણથી ખૂબ શક્તિશાળી હતા. દોડ, નિશાનેબાજી અથવા કુસ્તી જેવી બધી રમતોમા ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવોને હરાવી દેતો હતો. આને કારણે દુર્યોધનને ભીમથી ધ્રુણા થતી હતી. તેણે બદલો લેવા માટે ઉદક્ક્રીડન નામના સ્થળે એક શિબિરનુ આયોજન કર્યું. રમતગમત સાથે જમવાની પણ વ્યવસ્થા હતી.પાંડવોએ પણ તેમા ભાગ લીધો હતો. તક શોધીને દુર્યોધને ભીમના ખોરાકમા ઝેર ઉમેર્યું અને ગંગા નદીમાં ફેંકી દીધો હતો. ભીમ બેભાન થઈને પાણીમા ગરકાવ થઈને સીધા નાગલોક પહોચી ગયા. અહીં ઝેરી સાંપ ભીમને ડંખ મારી દીધો હતો જેના કારણે તેમના શરીરમા રહેલ ઝેરની અસર ઓછી થઈ ગઈ.
જ્યારે ભીમને હોશ આવ્યો ત્યારે તેણે સાપોને જોયા અને તેમને મારવા માંડ્યા. ભીમનો ક્રોધ જોઈને સાપ ડરી ગયા અને તેઓ નાગરાજના આશ્રયમા ગયા. નાગરાજ વાસુકી આર્યક નાગ સાથે જાતે ભીમ પાસે ગયા . આર્યક નાગે ભીમને ત્યાં જતાની સાથે ઓળખી લીધો. નાગરાજાએ ભીમને એવા ૮ કુંડનો રસ આપ્યો જેમા આશરે ૧૦ હજાર હાથીઓની શક્તિ હતી. તે પીધા પછી ભીમ ૮ દિવસ સૂઈ રહ્યો હતો. જ્યારે તે ભાનમા આવ્યા ત્યારે તે પહેલા કરતા વધુ મજબૂત બની ગયો હતો.