નમસ્કાર મિત્રો કેમ છો મિત્રો આપણા જીવન મા હાસ્ય નુ ઘણુ મહત્વ છે કેમ કે હાસ્ય થી જીવન ખુબ જ સુંદર બની જાય છે ઘણા લોકો પોતાના જીવન મા પોતાના દુખો લઈ ને ફરે છે જેનાથી તેમના જીવન માથી હાસ્ય જેવુ કઇ પણ હોતુ જ નથી અને આવા લોકો થી બીજાનું જીવન પણ નકારાત્મક બની જાય છે મિત્રો કોઈકે ઘણુ સુંદર વાક્ય લખ્યુ છે કે ” મનમા ભરીને જીવવું એના કરતા મન ભરીને જીવવુ એજ સાચુ જીવન છે તો મિત્રો તમારા દુખો ને કરો અને હમેશા હસતા રહો.મિત્રો જ્યારે પણ આપણે હાસ્ય ની વાત કરીએ છીએ ત્યારે આપણા મન મા સૌથી પેહલા નામ સિરિયલ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા નુ નામ આવે છે આ સિરિયલ ઘણા વર્ષો થી આપણ ને મનોરંજન કરતી આવી છે મિત્રો આ સિરિયલે હાસ્ય ક્ષેત્રે પોતાની અલગ ઓળખ બનાવી છે આ સિરિયલ ના તમામ પાત્રો કઈક અલગ જ છે મિત્રો આ સિરિયલ ના બધાજ પાત્રો ની અલગ જ ખાસિયત છે સિરિયલ નુ દરેક પાત્ર આપણ ને હસવા પર મજબુર કરી દે છે પરંતુ મિત્રો શુ તમે જાણો છો કે તારક મહેતા કા ઉલટા ચશ્મા સીરયલમા અભિનય કરતા કલાકારોએ કેટલો અભ્યાસ કર્યો છે નથી ખબર તો આવો આપણે આ લેખ દ્વારા તે જાણવાની કોશિશ કરીએ.
જેઠાલાલ(દિલીપ જોશી).
મિત્રો તારક મહેતા કા ઉલટા ચશ્મામા જેઠાલાલના પાત્ર ભજવી રહેલા દિલીપ જોશી મુળ ગુજરાતના વતની છે પોરબંદરના ગોસા ગામના ગુજરાતી બ્રાહ્મણ પરિવારમાં 26 મે 1968 ના રોજ જન્મેલા દિલીપ જોશીએ મુંબઈ કે એન એમ કોલેજ ઓફ કોમર્સ અને ઇકોનોમિક્સમાંથી બેચલર ઓફ કોમર્સ બી કોમ માં ડિગ્રી મેળવી હતી તેમજ બી કોમ કરતી વખતે તેમણે બે વાર આઈએનટી ભારતીય રાષ્ટ્રીય થિયેટર ને શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો હતો.
દયા બેન (દિશા વકાણી).
મિત્રો તારક મહેતા કા ઉલટા ચશ્મામા સિરયલમા દયાબેનનુ પાત્ર પ્લેય કરી રહેલા દિશા વકાણી પણ મુળ રૂપ થી ગુજરાતી છે અને તેઓ અમદાવાદના વતની છે મિત્રો દિશા વકાણીના જો અભ્યાસની વાત કરવામા આવે તો તેમણે ડ્રામામા ડિપ્લોમાની ડિગ્રી લીધેલ છે મિત્રો તે સિવાય દિશાને ઇન્ડિયન ટેલી ઍવોર્ડ બેસ્ટ અભિનેત્રી નો ઍવોર્ડ પણ મેળવી ચૂકી છે.
બબીતા ઐયર (મુનમુન દત્તા).
મિત્રો આ સિરિયલમા બબીતાનુ પાત્ર ભજવનાર મુનમુન દત્તા ને કોઈ પરિચયની જરુર નથી મિત્રો તારક મહેતા કા ઉલટા ચશ્મામા બબીતા અને જેઠાલાલની કેમેસ્ટ્રી ખુબજ ફેમસ છે મિત્રો જો આપણે તેમના એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો તેમણે ઇંગ્લિશમા માસ્ટરની ડિગ્રી મેળવી છે.
ક્રિષ્ણ્મ સુબ્રમણ્યમ ઐયર(તનુજ મહાશ્બ્દે).
મિત્રો તારક મહેતા કા ઉલટા ચશ્મા સિરયલમા એક સાયન્ટીસ્ટનો રોલ પ્લેય કરે છે તેમજ તે બબીતાના પતિનો પણ રોલ પ્લેય કરે છે મિત્રો જો આપણે તનુજના એજ્યુકેશનની વાત કરીએ તો તેઓ મરીન કોમ્યુનિકેશનમા ડિપ્લોમા ડિગ્રી મેળવી છે.
ચંપકલાલ ગડા(અમિત ભટ્ટ).
મિત્રો જેઠાલાલ જેનાથી સૌથી વધારે જો ડરે છે તેઓ આ સિરયલના એકમાત્ર બુઝુર્ગ વ્યક્તિ ચંપકલા ગડાના એજ્યુકેશનની વાત કરીએ તો અમિત ભટ્ટે કોમર્સમા ગ્રેજ્યુએટ પૂર્ણ કરેલ છે.
પોપટલાલ પાંડે(શ્યામ પાઠક).
મિત્રો આ સિરીયલમા પોપટલાલ એક જર્નાલિસ્ટ છે અને તેઓ હમેશા પોતાના લગ્ન માટે તૈયાર રહે છે મિત્રો જો પોપટલાલના એજ્યુકેશનની વાત કરીએ તો ચાર્ટડ એકાઉન્ટ છે જે તેઓ તેની માતાના કહેવા મુજબ ચાર્ટડ એકાઉન્ટ બન્યા હતા પરંતુ તેમને અભિનયમા રસ હોવાથી તેમણે અભિનય ક્ષેત્ર પોતાની કારકિર્દી આગળ વધારી હતી.
તારક મહેતા(શૈલેષ લોઢા).
મિત્રો આ પાત્રના આધારે જ આ સિરિયલનુ નામ રાખવામા આવ્યુ છે મિત્રો શૈલેષ લોઢા આ સિરિયલમા એક લેખકનુ પાત્ર ભજવી રહ્યા છે તેમજ તેઓ જેઠાલાલના પ્રિય મિત્ર પણ છે મિત્રો શૈલેષ લોઢાના અજો એજ્યુકશનની વાત કરીએ તો સાયન્સમા ગ્રેજ્યુએટ અને માસ્ટર્સમા માર્કેટિંગ કરેલુ છે.
અંજલી મહેતા(નેહા મહેતા).
મિત્રો આ સિરિયલમા તારક મહેતાની પત્નીનુ કિરાદાર પ્લેય કરી રહેલા અંજલી મહેતાએ માસ્ટર્સ ઇન પર્ફોમીઁગ આર્ટ્સ કર્યુ છે મિત્રો આ સિવાય તેમણે ડ્રામામા ડિપ્લોમા કરેલુ છે તેમજ મિત્રો નેહા મહેતા ભરતનાટયમમા નિપુર્ણ્તા ધરાવે છે.
માધવી ભીડે(સોનાલિકા જોશી).
મિત્રો સોનાલિકા જોશી આસિરયલમા માધવી ભીડેનુ પાત્ર ભજવી રહી છે જે આત્મારામ ભીડેના પત્ની છે મિત્રો જો તેમની એજ્યુકેશન વિશે વાત કરીએ તો તેમણે આર્ટ્સમા ગ્રેજ્યુએશન કરેલુ છે.
આત્મા રામ ભીડે(મંદાર ચંદવડકર).
મિત્રો આ સિરિયલમા મંદાર એક શિક્ષકનુ પાત્ર ભજવી રહેલા છે પરંતુ મિત્રો શુ તમે જાણો છો કે અસલ જિંદગીમા તેઓ કેટલુ ભણેલા છે તો મિત્રો મંદારે દુબઈમાં ત્રણ વર્ષ એન્જિનિયરનો અભ્યાસ કરેલો છે અને ત્યા જ ત્રણ વર્ષ એક એન્જીનયર તરિકે નોકરી પણ કરી હતી પરંતુ તેઓ તે છોડી ભારત આવી ગયા હતા અને તેનુ મુખ્ય કારણ તેમના અભિનય નુ ઝૂનુન હતુ.
બાઘા(તન્મય વકેરિયા).
મિત્રો તારક મહેતા કા ઉલટા ચશ્મા સિરિયલમા પોતાના પગાર વધારવાની વાતથી પોતાના શેઠ જેઠાલાલને હમેશા હેરાન કરતો તન્મય વકેરિયાએ કોમર્સમા ગ્રેજ્યુએટની ડિગ્રી પ્રાપ્ત કરેલ છે.
નટુકાકા(ઘનશ્યામ નાયક).
મિત્રો તારક મહેતા કા ઉલટા ચશ્મા સિરિયલમા હમેશા જેઠાલાલને હેરાન પરેશાન કરતા એવા નટુકાકા અસલ જિંદગીમા માત્ર 10 ધોરણ સુધી જ અભ્યાસ કરેલો છે.
સુંદર લાલ(મયુર વકાણી).
મિત્રો તારક મહેતા કા ઉલટા ચશ્મા સિરિયલમા દયાબેનના ભાઈ અને જેઠાલાલના સાળા તરિકે ભુમિકા ભજવનાર સુંદરલાલની જો ગ્રેજ્યુએશનની વાત કરીએ તો તેઓએ માસ્ટર્સ ઓફ આર્ટ્સ ઇન્ડિયન કલ્ચર અને ડ્રામામા ડિપ્લોમાની ડિગ્રી લીધેલ છે.
રોશનસીંગ સોઢી (ગુરૂચરન સિંહ).
મિત્રો તારક મહેતા કા ઉલટા ચશ્મા સિરિયલમા એક જોશીલા અને હમેશા પાર્ટી શાર્ટિના મુળમા રહેનારા રોશનસીંગ સોઢી એટલે જે ગુરુચરણ સિંહે અસલ જિંદગીમા ફાર્મસીની ડિગ્રી ધરાવે છે.
મિસીર્સ રોશનસીંગ સોઢી(દિલ્કુશ).
મિત્રો સિરયલમા રોશનસીંગ સોઢીની પત્નીનુ કીરદાર નિભાવી રહેલા રોશન સીંગ એટલે કે દિલ્કુશ તેમની અસલ જિંદગીમા અર્થશાસ્ત્રમા ગ્રેજ્યુએટ પ્લસ ડિપ્લોમા મા ક્રિએટિવ વ્રાઇ ટીગ ની ડિગ્રી સ્ટડી કરી છે.
અબ્દુલ(શરદ સંકળા).
મિત્રો તારક મહેતા કા ઉલટા ચશ્મા સિરિયલમા એક સોડા શોપ દુકાનના માલિક જે બધાં ખુબજ પ્રિય વ્યક્તિ છે તેવા અબ્દુલના કીરદાર નિભાવી રહેલા શરદ સંકળા તેમની અસલ જિંદગીમા બી કૉમના બીજા વર્ષ સુધી જ અભ્યાસ કર્યો છે.