સુશાંતસિંહ રાજપૂતનાં અચાનક વિદાયને કારણે આજે પણ તેમના ચાહકો આઘાતમાં છે. તેમના મૃત્યુના થોડા દિવસો બાદ તેની છેલ્લી ફિલ્મ દિલ બેચરા રિલીઝ થવાની છે. જેની દરેકની આતુરતાપૂર્વક રાહ છે. સુશાંતની જેમ બોલીવુડના પણ આવા અન્ય સ્ટાર્સ છે, જેઓ અચાનક જતા રહ્યા અને તેની છેલ્લી ફિલ્મ તેના મૃત્યુના થોડા દિવસો કે મહિનાઓ પછી રીલિઝ થઈ. ચાલો જાણી લઈએ તે બોલીવુડ સ્ટાર્સ કોણ છે?
સુશાંતસિંહ રાજપૂત.
14 જૂન 2020 ના રોજ સુશાંત સિંહ રાજપૂતે તેના બાંદ્રાવાળા ઘરે આત્મહત્યા કરી હતી, પરંતુ આજે પણ તેમના ચાહકો તેમના મોતની સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યા છે, કારણ કે આવી ખુશ વ્યક્તિ આત્મહત્યા કરી શકે છે, આ વાત આજે પણ કોઈના ગળા નીચે ઉતરી રહી નથી. તેમની ફિલ્મ દિલ બેચરા મે 2020 માં પ્રથમ સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી. પરંતુ દેશભરમાં ચાલુ લોકડાઉનને કારણે રિલીજ થઇ શકી નથી અને હવે તે 24 જુલાઈએ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે
શ્રીદેવી.
24 ફેબ્રુઆરી 2018 ના રોજ અભિનેત્રી શ્રીદેવીનું દુબઈમાં અવસાન થયું હતું, ત્યારે કપૂર પરિવારે તેમની પુત્રવધૂ ગુમાવી દીધી હતી, પરંતુ જાહ્નવી કપૂર અને ખુશી કપૂરે તેની માતાને ગુમાવી હતી. કપૂર પરિવારની સાથે બોલિવૂડએ પણ શ્રીદેવીના વિદાય પર શોક વ્યક્ત કર્યો હતો. શ્રીદેવીના અચાનક અવસાન પછી, દેશભરના લોકો ચોંકી ગયા હતા. જ્યારે આજે જાહ્નવીએ માતાની બીજી પુણ્યતિથિ પર શ્રીદેવી સાથે બાળપણનો ફોટો શેર કરી, ભાવભીની શ્રધ્ધાંજલી આપી છે.શ્રીદેવી બોલિવૂડની ખૂબ જ સુંદર અને પ્રતિભાશાળી અભિનેત્રી હતી. ફિલ્મ ઝીરોમાં શ્રીદેવીનો કેમિયો હતો. આ ફિલ્મ તેના મૃત્યુ પછી રીલિઝ થઈ હતી.જાહ્નવી કપૂર અને ખુશી કપૂરે તેમના પિતા બોની કપૂર સાથે મળીને તેમની માતાના વિદાયની વ્યથા શેર કરી હતી. એવું ઘણી વખત બન્યું છે કે, જાહ્નવી કપૂરે પોતાની અને તેની માતા શ્રીદેવી વચ્ચેના સંબંધો વિશે વાત કરી છે. હવે માતાની બીજી પુણ્યતિથિ પર જાહ્નવીએ ફરી એકવાર એવું કંઈક કહ્યું છે કે, વાંચ્યા પછી તમારી આંખો પણ ભીંજાઈ જશે.
દિવ્યા ભારતી.
દિવ્યા ભારતી એક એવું નામ છે જેણે ખૂબ જ નાની ઉંમરે મોટી સફળતા મેળવી હતી. બોલિવૂડના દરેક ડાયરેક્ટર તેની સાથે કામ કરવા માંગતા હતા. 1992 માં 3 હિટ ફિલ્મો આપનાર દિવ્યાએ 1993 માં 19 વર્ષની વયે આ દુનિયાને કાયમ માટે અલવિદા કહી દીધું હતું. રાત્રે 11 વાગ્યે, દિવ્યા મુંબઈના વર્સોવામાં તેના ફ્લેટના પાંચમા માળેની બાલ્કનીમાંથી નીચે પડી અને તેનું મોત નીપજ્યું હતું. દિવ્યાના મોતના સમાચાર સાંભળીને આખું ફિલ્મ ઈન્ડસ્ટ્રી સ્તબ્ધ થઈ ગઈ હતી. જો દિવ્યા ભારતી આજે જીવિત હોત, તો તે તેનો 47 મો જન્મદિવસ ઉજવી રહી હોત.દિવ્યાએ તેની કરિયરની શરૂઆત તેલુગુ ફિલ્મ્સથી કરી હતી. તેલુગુમાં નામ કમાવ્યા પછી, દિવ્યાએ 1992 થી 1993 વચ્ચે 14 થી વધુ હિન્દી ફિલ્મોમાં સાઇન કરી હતી. જે હિન્દી સિનેમામાં જ એક રેકોર્ડ છે. 1992 માં, દિવ્યા ભારતી અને સન્ની દેઓલની ફિલ્મ ‘વિશ્વાત્મા’ રિલીઝ થઈ. આ ફિલ્મ જોરદાર હિટ બની હતી. ફિલ્મનું ગીત ‘સાસત સમંદર પાર’ આજે પણ સુપરહિટ છે. બીજા જ મહિનામાં દિવ્યા ભારતી અને ગોવિંદાની ફિલ્મ ‘શોલા ઓર શબનમ’ પણ સુપરહિટ બની હતી. આ પછી, દિવ્યા જુલાઈમાં શાહરૂખ ખાન અને રિષિ કપૂર સાથે ફિલ્મ ‘દીવાના’ માં જોવા મળી હતી. ‘દીવાના’ શાહરૂખ ખાનની પહેલી ફિલ્મ અને દિવ્યાની સતત ત્રીજી સુપરહિટ ફિલ્મ હતી
અચાનક 1993 માં દિવ્ય ભારતીનું અવસાન થયું. તેમના મૃત્યુ પછી તેની પાંચ ફિલ્મ્સ રિલીઝ થઈ.બોક્સ ઓફીસ ફિલ્મ રંગ બે કરોડ રૂપિયા એકત્રિત કરવામાં સફળ રહી હતી. જ્યારે ફિલ્મ લાડલા અધૂરી રહી, શ્રીદેવીએ તેમાં દિવ્યાની જગ્યા લીધી.
રાજેશ ખન્ના.
બોલીવુડના પહેલા સુપરસ્ટાર કહેવાતા રાજેશ ખન્નાએ તેની મૃત્યુના બે વર્ષ પછી તેમની ફિલ્મ રિયાસત રજૂ કરી હતી.રાજેશ ખન્નાને હિન્દી ફિલ્મોમાં અભિનયની તક મળી એ પછી ‘આખરી ખત’ અને ‘રાઝ’ ફિલ્મથી રાજેશ ખન્નાને હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં બધા ઓળખતા થઈ ગયા હતા અને ‘દો રાસ્તે’ તથા ‘આરાધના’એ ગોલ્ડન જ્યુબિલી ઊજવી એ પછી તો તેમના ભાવ ઊંચકાઈ ગયા હતા. ૧૯૬૯થી ૧૯૭૩ વચ્ચે તેમણે ધડાધડ સળંગ ૧૫ સુપરહિટ ફિલ્મો આપી હતી (એ રેકૉર્ડ આજ સુધી હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીનો કોઈ હીરો બ્રેક નથી કરી શક્યો) એને કારણે રાજેશ ખન્નાને ભારતના પ્રથમ સુપરસ્ટાર તરીકે ઓળખ મળી હતી. રાજેશ ખન્ના ઍક્ટર તરીકે અકલ્પ્ય સફળતા મેળવી ચૂક્યા હતા, પરંતુ પ્રોડ્યુસર તરીકે તેઓ સુપરફ્લૉપ રહ્યા હતા.રાજેશ ખન્નાએ પ્રોડ્યુસર તરીકે ૧૦ ફિલ્મો અને ટીવી-સિરિયલ કરી હતી.જોકે એમાં શરૂઆતની ત્રણ ફિલ્મોને બાદ કરતાં તેમના બાકી બધા પ્રોજેક્ટ્સનો ધબડકો થયો હતો. એ ત્રણ ફિલ્મોમાં પણ તેઓ એક હીરો તરીકે, એક સુપરસ્ટાર તરીકે એક હાઇટ પર પહોંચ્યા હતા એટલે તેમને કો-પ્રોડ્યુસર તરીકે ક્રેડિટ મળી હતી. એ ફિલ્મો હતી: ૧૯૭૧માં રિલીઝ થયેલી મેહબૂબ કી મહેંદી.’ એ જ વર્ષે રિલીઝ થયેલી ‘હાથી મેરે સાથી’ અને ૧૯૭૪માં રિલીઝ થયેલી ‘રોટી’. એ ત્રણેય ફિલ્મોમાં તેઓ કો-પ્રોડ્યુસર હતા. ૧૯૭૮માં આવેલી ‘ચક્રવ્યૂહ’માં અને ૧૯૮૫માં રિલીઝ થયેલી ‘અલગ-અલગ’માં પણ તેઓ કો-પ્રોડ્યુસર હતા. એ પછી તેમણે ૧૯૮૯માં ‘પોલીસ કે પીછે પોલીસ’ ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું હતું. તેમણે ૧૯૯૦માં ‘જય શિવ શંકર’ ફિલ્મ બનાવી હતી. એ ફિલ્મ તો રિલીઝ જ ન થઈ! ૧૯૯૫માં આવેલી ફિલ્મ ‘બરસાત’માં તેઓ કો-પ્રોડ્યુસર હતા અને ૧૯૯૯માં પ્રસારિત થયેલી ‘પરખ’ ટીવી-સિરીઝના તેઓ પ્રોડ્યુસર હતા. ૧૯૮૭માં ‘આધા સચ આધા જૂઠ’ સિરિયલ પણ તેમણે પ્રોડ્યુસ કરી હતી.
ઍક્ટર તરીકે રાજેશ ખન્નાએ ખૂબ સફળતા જોઈ હતી, પરંતુ પ્રોડ્યુસર તરીકે તેમણે કારમી નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો હતો. ૧૯૮૯માં તેમણે ‘પોલીસ કે પીછે પોલીસ’ ફિલ્મનું નિર્માણ હાથ ધર્યું હતું. એ ફિલ્મના ડિરેક્ટર બી. આર. ઇશારા હતા. રાજેશ ખન્ના, ફારાહ, અર્ચના પૂરણ સિંઘ લીડ કૅરૅક્ટર્સ હતાં. એ ફિલ્મમાં સંગીત આર. ડી. બર્મનનું હતું.એ ફિલ્મ માટે રાજેશ ખન્નાએ સોનમને સાઇન કરી હતી. રાજેશ ખન્ના તેને લૉન્ચ કરવાના હતા, પરંતુ તેમણે ગોવિંદાની ‘હત્યા’ ફિલ્મને કારણે એ ફિલ્મ પાછી ઠેલી દીધી હતી. રાજેશ ખન્ના ‘પોલીસ કે પીછે પોલીસ’ ફિલ્મ હૉલીવુડની ફિલ્મ ‘વિટનેસ’ પરથી બનાવી રહ્યા હતા, પણ તેમને ખબર પડી કે ગોવિંદા ઑલરેડી એ ફિલ્મ પરથી ‘હત્યા’ ફિલ્મ બનાવી રહ્યો છે એટલે તેમણે એ ફિલ્મનો પ્રોજેક્ટ અભરાઈએ ચડાવી દીધો હતો. સોનમે એ વખતે રાજેશ ખન્નાની એ ફિલ્મ છોડીને યશ ચોપડાની ‘વિજય’ ફિલ્મ સાઇન કરી લીધી હતી અને એ ફિલ્મથી પોતાની કરીઅરની શરૂઆત કરી હતી.
સ્મિતા પાટિલ.
સ્મિતા પાટિલની રેન્સ, આભૂષણો અને સુત્રાધર જેવી ફિલ્મ્સ તેના મૃત્યુ પછી રીલિઝ થઈ હતી. 1986 માં સ્મિતા પાટિલના નિધન પછી, તેની 10 ફિલ્મો રજૂ થઈ હતી.સ્મિતા પાટીલનું ફિલ્મી કેરિયર ભલે નાનકડું રહ્યું હોય પરંતુ પોતાના નાના ફિલ્મી કેરિયરમાં તેમણે પોતાની કલાનું સુંદર પ્રદર્શન કર્યું. સ્મિતા પાટીલ પોતાની ફિલ્મો ઉપરાંત રાજ બબ્બર સાથે પોતાના સંબંધોને લઇને ખૂબ ચર્ચામાં રહી હતી. તેમણે ફિલ્મ આજ કી આવાજમાં રાજ બબ્બર સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ બાદ બંને વચ્ચે અફેર શરૂ થઇ ગયું હતું અને બંનેના અફેરે ખૂબ ચર્ચાઓ મેળવી હતી. આમ તો રાજ બબ્બર પહેલાંથી જ પરણિત હતા. તેમણી પત્નીનું નામ નાદિરા બબ્બર હતું અને તેમને એક પુત્ર-પુત્રી હતા, પરંતુ સ્મિતા સાથે પ્રેમના સમાચારો બાદ તેમના માતા-પિતાએ તેમને ઘર અથવા સ્મિતા પાટીલ બંનેમાંથી એકને પસંદ કરવાનું કહ્યું હતું. ત્યારબાદ રાજ બબ્બરે પોતાનું ઘર છોડી દીધું હતું. ઘર છોડ્યા બદ તેમણે સ્મિતા પાટીલ સાથે લગ્ન કરી લીધા હતા.સ્મિતા પાટીલનું ફિલ્મી કેરિયર ફક્ત 10 વર્ષનું હતું, પરંતુ તે આજે પણ લોકોના મનમાં છે. તેમણે પોતાના નાનકડા કેરિયરમાં 60થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. એટલું જ નહી તેમની ફિલ્મ ‘ચક્ર’ માટે નેશનલ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
મીના કુમારી.
90 ફિલ્મોમાં પોતાનો દમદાર અભિનય કરીને ધમાલ મચાવનારી મીના કુમારીને ટ્રેજેડી ક્વીનના નામથી દરેક કોઈ જાણે છે. પણ તેમના દમદાર અભિનયે બોલીવુડમાં તેમને નવુ નામ પણ આપ્યુ હતુ એ હતુ ફીમેલ ગુરૂ દત્ત. મીના કુમારીને નામ, ઈજ્જત, શોહરત, કાબેલિયત, રૂપિયા, પૈસા બધુ જ મળ્યુ… પણ ન મળી શક્યો સાચો પ્રેમ.. મીના કુમારીએ પોતાની સુંદરતાથી કરોડો લોકોને પોતાના દિવાના બનાવ્યા. ઉલ્લેખનીય છે કે મીના કુમારી સાથે દરેક કલાકાર કામ કરવા માંગતા હતા. એટલુ જ નહી તેમના એવા કેટલાય દિવાના પણ હતા જે તેમના પ્રેમમાં પાગલ હતામીના કુમારી તેની લોકપ્રિય ફિલ્મ પાકિજા ની રજૂઆતના ત્રણ અઠવાડિયા પછી ગંભીર માંદગીને કારણે મૃત્યુ પામી હતી અને તેની મૃત્યુ પછી તેની ફિલ્મો ગોમતીના કાંઠે રિલીઝ થઈ હતી.મીના કુમારી એ પોતાની એક્ટિંગના દમ પર એક એવો ઈતિહાસ રચ્યો જેને ભુલી શકવો કોઈને માટે શક્ય નથી. મીનાની અસલી ઓળખ 1952માં આવેલ ફિલ્મ બૈજુ બાવરા દ્વારા મળી. મીના કુમારીની મુલાકાત 1951માં કમાલ અમરોહી સાથે થઈ હતી. એ દરમિયાન મીના કુમારીનો કાર અકસ્માત થયો હતો. ત્યારે કમાલ સાહેબે મીના કુમારીનુ ખૂબ ધ્યાન રાખ્યુ હતુ. જેને કારણે બંને નિકટ આવી ગયા. વર્ષ 1952મા મીના કુમારી અને કમાલ અમરોહીએ ગુપચુપ નિકાહ કરી લીધા હતા પણ આ લગ્ન વધુ દિવસ સુધી છુપા ન રહી શક્યા. ધીરે ધીરે મીના કુમારી અને કમાલ વચ્ચે અંતર વધતુ ગયુ અને પછી 1964માં મીના કુમારી કમાલથી અલગ થઈ ગઈ
સંજીવ કુમાર.
સુપ્રસિદ્ધ અભિનેતા સંજીવ કુમારે 1985 માં વિશ્વને અલવિદા કહ્યું હતું અને તેના મૃત્યુ પછી 10 ફિલ્મો રજૂ કરવામાં આવી હતી.હિન્દી સિને જગતના સર્વાધિક સક્ષમ અભિનેતાઓમાંથી એક હતા સંજીવ કુમાર. એક પ્રતિભાશાળી અભિનેતા, જેમણે હિન્દી સિનેમાના નાયકની પરંપરાગત છબિને ધ્વસ્ત કરી નાખી અને તેને પોતાની રીતે પરિભાષિત કરી.9 જુલાઈ, 1930ના રોજ સૂરતના એક ગુજરાતી પરિવારમાં જન્મીલા સંજીવ કુમારનુ સાચુ નામ હરિહર જરીવાલા હતુ. તેમણે પોતાના લગભગ 25 વર્ષ(1960-1985)લાંબા ફિલ્મી કેરિયરમાં 150થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો. ઈ.સ 1971માં ‘દસ્તક’ અને 1973માં ‘કોશિશ’ ફિલ્મને માટે તેમણે સર્વશ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો. આ સિવાય તેમણે ત્રણ ફિલ્મ ફેયર પુરસ્કારોથી પણ સન્માનિત કરવામાં આવ્યા જેમાં ‘શિખર'(1968)ને માટે સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેતાનો અને ‘આંધી'(1975) અને ‘અર્જુન-પંડિત'(1976)ને માટે સર્વશ્રેષ્ઠ અભિનેતાના સન્માનનો સમાવેશ થાય છે.સંજીવ કુમારે પોતાના ફિલ્મી સફરની શરૂઆત ઈ.સ 1960માં ફિલ્મ ‘હમ હિન્દુસ્તાની’માં બે મિનિટની કે નાનકડી ભૂમિકાથી કરી હતી. ઈ.સ 1962માં રાજશ્રી ફિલ્મ્સે ‘આરતી’નામની ફિલ્મના નાયકની ભૂમિકાને માટે તેમનુ ઓડીશન લીધુ. સંજીવકુમારને તે ઓડીશનમાં અસફળ જાહેર કરવામાં આવ્યા હતા.
અમરીશ પુરી.
અમરીશ પુરી. નામ લેતા જ એક ખતરનાક છબી આંખ સામે આવી જાય. દમદાર અવાજ, મોટી મોટી આંખો અને વાંકડિયા વાળ. રીયલ લાઈફમાં પણ સામે આવી જાય તો ડર લાગે કે હમણા આ ભાઈ ઠપકો આપશે. રીલ લાઈફમાં અમરીશ પુરીએ ભલે ખલનાયકની ભૂમિકા ભજવી હોય પણ દર્શકોના દિલમાં તેઓ એક દમદાર એક્ટર તરીકે હંમેશાં રહ્યા. ડોંગ કભી રોંગ નહીં હોતા….મોગેમ્બો ખુશ હુઆ…આ ડાયલોગ તો તમને યાદ જ હશે. અમરીશ પુરી હંમેશાં પોતાના ડાયલોગ અને દમદાર અવાજના કારણે ફિલ્મમાં છવાયેલા રહેતા. તેમની ડાયલોગ ડિલિવરી અને દમદાર અવાજ સામે મોટા મોટા સુપર સ્ટાર પણ ફીકા લાગતામિશન: ધ લોસ્ટ વોર અને પૂર્વ કી લૈલા પશ્ચિમ કા છેલા: હેલો ઈન્ડિયા આ બંને ફિલ્મો અમરીશ પુરીના અવસાન પછી રીલિઝ થઈ હતી. રિલીઝ થયાના થોડા દિવસ પહેલા મોત નીપજ્યું હતુંમિસ્ટર ઇન્ડિયા, ત્રિદેવ, મેરી જંગ, ઘાયલ જેવી ફિલ્મો દ્વારા પોતાના અભિનયથી જાણીતા થયેલા અમરીશ પુરીનો જન્મ 22 જૂન, 1932ના રોજ વિભાજન પહેલાં લાહોરમાં થયો હતો.400થી વધુ ફિલ્મોમાં કામ કરનારા અમરીશ પુરીનું 12 જાન્યુઆરી 2005ના રોજ અવસાન થયું.