ઢલ ગયા દિન હો ગઇ રાત જાના હૈ જાને દો.ગીત એ સમયની યુવતીઓના મનમાં વસી ગયું હતું. સફેદ કપડાં અને સફેદ બૂટમાં સોહામણો હીરો આવું ગીત ગાય તો યુવતીઓના સપનામાં આવે એની શી નવાઈ! આ હીરોની પહેલી ફિલ્મ ગીત ગાયા પથ્થરોં ને ખૂબ જ ગંભીર પ્રકારની ફિલ્મ હતી. પરંતુ પછીથી તેણે પોતાની આગવી સ્ટાઈલથી ડાન્સ કરતા રહીને જમ્પિંગ જેકનું બિરૂદ મેળવ્યું હતું અને યુવતીઓના મનમાં વસી ગયો હતો. એ હીરો એટલે રવિ કપૂર જેને સિનેજગત જિતેન્દ્રના નામે ઓળખે છે. એનો આગવો ડાન્સ નટખટ અદાઓ અને સફેદ શર્ટ-પેન્ટ સાથે સફેદ બૂટ પહેરવાની ડ્રેસિંગ સ્ટાઈલે તેને સિનેજગતમાં અનોખું સ્થાન અપાવ્યું.
જીતેન્દ્ર કપૂરનું સાચું નામ છે રવિ કપૂર. તેણે ફિલ્મો પછી ટીવી સીરિયલોમાં પણ અભિનય કર્યો છે અને ફિલ્મ દિગ્દર્શક તરીકે પણ હાથ અજમાવ્યો છે. જો કે એમાં જિતેન્દ્ર સફળ થયો નહોતો. આમ બાલાજી ટેલીફિલ્મ્સ જિતેન્દ્રની પુત્રી એકતા કપૂરની ગણાય છે, પરંતુ તેમજ તે બાલાજી ટેલીફિલ્મ્સ, બાલાજી મોશન પિક્ચર્સ અને એએલટી એન્ટટેનમેન્ટ ત્રણેય કંપનીનો ચેરમેન છે. તેના ડાન્સની એક આગવી એક સ્ટાઇલ છે, જેને આજે પણ લોકો ફોલો કરે છે. જીતેન્દ્રએ ૨૦૦૩ માં ફિલ્મફેર લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ મેળવ્યો હતો. એટલું જ નહીં, પણ ૨૦૦૬માં તેણે સ્ક્રીન લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ મેળવ્યો હતો. જીતેન્દ્ર અને તેલુગુ અભિનેતા ક્રિષ્ના વચ્ચે ગાઢ મિત્રતા હતી. જીતેન્દ્રએ તેની સાથે લગભગ ૮૦ જેટલી દક્ષિણ ભારતીય ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
જીતેન્દ્ર એટલે કે રવિકપૂરનો જન્મ ૭ એપ્રિલ ૧૯૪૨માં પંજાબના, અમૃતસર શહેરમાં થયો હતો. તેમના પિતાનું નામ અમરનાથ અને માતાનું નામ ક્રિષ્ના કપૂર હતું. તેમનો ઇમિટેશન જ્વેલરીનો ધંધો હતો. તેણે તેના મિત્ર રાજેશ ખન્ના સાથે સેન્ટ સેબેસ્ટિયનની ગોઅન હાઇસ્કૂલમાં અભ્યાસ કર્યો છે. ત્યારબાદ તેણે સિદ્ધાર્થ કોલેજમાંથી પોતાનો અભ્યાસ પૂરો કર્યો હતો. ૧૯૫૯માં જીતેન્દ્ર જ્યારે નિર્દેશક શાંતારામને જ્વેલરી સપ્લાય કરતા હતા ત્યારે તેઓ નવરંગ ફિલ્મ માટે એક નવો ચહેરો શોધી રહ્યા હતા. તેવામાં તેમની નજર જીતેન્દ્ર ઉપર પડી અને તેમણે જીતેન્દ્રને ફિલ્મમાં હીરોની ભૂમિકા આપી દીધી.
જીતેન્દ્રએ સાચા અર્થમાં પોતાના અભિનય કારકિર્દીની શરૂઆત ૧૯૬૦થી ૧૯૯૦ ના દાયકામાં કરી હતી. તેને તેના જીવનની સૌથી મોટી તક ૧૯૬૪માં આવેલી વી. શાંતારામની ફિલ્મ ગીત ગાયા પથ્થરોને દ્વારા મળી હતી. તેમાં તેની ભૂમિકા શિલ્પકારની હતી. જો કે તેમના જીવનની સફળતાની શરૂઆત ૧૯૬૭માં આવેલી ફર્ઝ ફિલ્મથી થઇ હતી. આ ફિલ્મ તેમના જીવનનો ર્ટિંનગ પોઇન્ટ હતો. ફિલ્મ ફર્ઝનું ખ્યાતનામ થઇ ગયેલું ગીત મસ્ત બહારો કા મે આશિક,માં તેણે શ્વેત કલરનું ટી-શર્ટ અને પેન્ટ પહેર્યાં હતા તેમજ શ્વેત કલરના બૂટ પહેર્યાં હતા. જે તેમનું ટ્રેડમાર્ક બની ગયો હતો. એ ફિલ્મનો એનો ડાન્સ પણ ટ્રેડમાર્ક બની ગયો હતો. ફિલ્મ ફર્ઝની જેમ કારવાન અને હમજોલી જેવી ફિલ્મોમાં પણ તેના અભિનય અને તેની આગવી અદાઓની નોંધ લેવામાં આવી હતી. જેમાં તેણે ડાન્સની સાથે ગંભીરતાથી અભિનય પણ કર્યો હતો. તેના ડાન્સની સ્ટાઈલ એટલા માટે લોકપ્રિય બની ગઈ કે એમાં નિયમોના બંધન નહોતા ઉત્સાહ અને મસ્તીથી ભરેલી છટા હતી.
તેણે લગભગ ૨૦૦ જેટલી ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા નિભાવી હતી. જિતેન્દ્રએ દિદાર-એ-યાર નામની ફિલ્મ બનાવી હતી. એ ફિલ્મ સરિયામ નિષ્ફળતાને વરી હતી. એના કારણે જિતેન્દ્રને આર્થિક રીતે ખૂબ મોટો ફટકો પડયો હતો. એવા સમયે તેલુગુ ફિલ્મનાં નિર્દેશક રામારાવ તાત્તનાણી, કે. બાપૈયા અને કે. રાઘવેન્દ્ર રાવ પોતાની સફળ તામિલ અને તુલુગુ ફિલ્મોની હિન્દી રીમેક બનાવવા માગતા હતા. હિરોઈન તરીકે શ્રીદેવી અને જયા પ્રદા નામની દક્ષિણની હિરોઈનો તૈયાર હતી, પરંતુ હીરો કોને લેવો એની મૂંઝવણ હતી, કારણ કે હિન્દી કલાકારો સમયપાલનમાં માનતા નહોતા. અને દક્ષિણના દિગ્દર્શકનો સમયપાલનના આગ્રહી હતા. એવામાં એમની નજર જીતેન્દ્ર ઉપર ઠરી. જીતેન્દ્ર સમયસર સેટ પર આવી જવા માટે જાણીતો હતો. એટલે એમણે પોતાની બધી ફિલ્મોમાં જીતેન્દ્રને સાઈન કરવા માંડયો. જિતેન્દ્રને પણ નાણાંની જરૂર હતી. તમિલ સર્જકો ફિલ્મ વહેલી પૂરી કરી લેતા અને નાણાં પણ તરત ચૂકવી દેતા હતા. એટલે જિતેન્દ્રએ દક્ષિણમાં જ ધામા નાંખી દીધા. જે મળે એ ફિલ્મ કરવા માંડી.
શ્રીદેવી અથવા જયા પ્રદા સાથે જોડી એની ડઝનબંધ ફિલ્મો આવવા લાગી. સંજોગ, ઓલાદ, મજાલ, જસ્ટીસ ચૌધરી, મવાલી, હિંમતવાલા, જાની દુશ્મન, તોહફા જેવી ફિલ્મો ખૂબ લોકપ્રિય પણ બની. જીતેન્દ્રના અભિનયની ગંભીરતાને ઉજાગર કરી લેખક-ગીતકાર અને ફિલ્મસર્જક ગુલઝારે. તેણે પરિચય, કિનારા અને ખુશ્બૂ જેવી ફિલ્મોમાં પોતાના અભિનયના ચમકાર બતાવ્યા. આર.ડી. બર્મનના સંગીત અને કિશોરકુમારના કંઠે ગવાયેલા આ ફિલ્મના ગીતો આજેપણ લોકપ્રિય છે. શ્રીદેવી અને જયા પ્રદા ઉપરાંત જિતેન્દ્રની રીના રોય, નીતુ સિંહ, હેમા માલિની, સુલક્ષણા પંડિત, બિંદીયા ગોસ્વામી, મોસમી ચેટર્જી અને રેખા સાથેની ફિલ્મો પણ હિટ બની છે.
૧૯૬૦માં જિતેન્દ્રની પત્ની શોભા જ્યારે ૧૪ વર્ષની હતી ત્યારે તેની મુલાકાત જીતેન્દ્ર સાથે પહેલીવાર થઇ હતી. શોભાએ સ્કૂલ-કોલેજનો અભ્યાસ કર્યા પછી બ્રિટિશ એર વેઝમાં એર હોસ્ટેસની નોકરી મેળવી હતી. ત્યારે આસપાસ જીતેન્દ્ર હિન્દી સિનેજગતમાં અભિનેતા બનવા માટે સ્ટ્રગલ કરી રહ્યો હતો. બંને વચ્ચે પ્રેમ થઈ ગયો અને તે સંબંધ ૧૯૭૨ સુધી ચાલુ રહ્યો હતો. ૧૮ ઓક્ટોબર ૧૯૭૪માં જીતેન્દ્રની ફિલ્મ બિદાઇના રિલીઝ પછી જીતેન્દ્ર અને શોભાએ સાદગીથી લગ્ન કરી લીધા હતા. જેમાં ગુલઝાર, રાજેશ ખન્ના અને સંજીવ કુમાર જેવા જિતેન્દ્રના મિત્રો હાજર રહ્યા હતા. હેમા માલિનીએ તેની અધિકૃત બાયોગ્રાફીમાં ઉલ્લેખ કર્યો છે કે, એક અરસામાં તે અને જીતેન્દ્ર લગભગ લગ્ન કરી લેવાની તૈયારીમાં હતા. પરંતુ છેલ્લી ઘડીએ હેમાએ વિચાર ફેરવી કાઢયો.
આજે જીતેન્દ્ર કપૂર અને શોભા કપૂરનું લગ્ન જીવન સુખી છે. તેમને બે બાળકો છે, તેમની દીકરીનું નામ એકતા કપૂર છે. જે બાલાજી ટેલીફિલ્મ્સ ખૂબ સફળતાથી ચલાવી રહી છે. જીતેન્દ્ર અને શોભાના પુત્ર તુષાર કપૂરે અભિનેતા તરીકે હિન્દી સિનેજગતમાં પર્દાપણ કર્યું હતું. જોકે તે જીતેન્દ્ર જેટલો સફળ અભિનેતા બની શક્યો નથી. તુષાર કપૂરે એક પુત્રને દત્તક લીધો છે જેનું નામ લક્ષ્ય કપૂર છે. આમ એકતા કપૂર અને તુષાર કપૂર બંનેએ લગ્ન કર્યા નથી, પરંતુ પોતાના જીવનમાં ઠરીઠામ છે, જોકે જિતેન્દ્ર બંને સંતાનોના લગ્નની શરણાઇઓ સંભળાવવા માટે બેતાબ છેજુના જમાનાના દિગ્ગજ સ્ટાર્સ જીતેન્દ્ર, તેમના સુંદર દેખાવ, સુંદર ડાન્સ સ્ટેપ્સ, સુપરહિટ ફિલ્મો અને પસંદ અભિનેત્રીઓ સાથેની લોકપ્રિય જોડી તરીકે યાદ કરવામાં આવે છે. જો કે, જીતેન્દ્ર પાસે વધુ એક વસ્તુ હતી જેના કારણે તે બાકીના સ્ટાર્સથી જુદા બન્યા.હકીકતમાં, જીતેન્દ્ર તેમના સમયમાં સફેદ કપડાંમાં વધુ જોવા મળતા હતા. જીતેન્દ્રને સફેદ રંગના કપડાં ખૂબ પસંદ હતા. તેથી, તેણે આ રંગના કપડાં ઓનસ્ક્રીન અને ઓફસ્ક્રીન બંને પહેરવાનું પસંદ કર્યું. શું તમે ક્યારેય વિચાર્યું છે કે જીતેન્દ્રને આ સફેદ રંગનો આટલો પ્રેમ કેમ? જ્યારે તમે જવાબ જાણશો, ત્યારે તમે પણ આ રંગના પ્રેમમાં પડશો અને તમે જીતેન્દ્ર જેવા સફેદ રંગના કપડાં પહેરવાનું પણ શરૂ કરી દેશો.ઉચાઇ સાથે કનેક્શન.
ખરેખર એક ઇન્ટરવ્યુમાં જિતેન્દ્રને પૂછવામાં આવ્યું હતું કે મોટા ભાગના લોકોને બ્લેક કલર ગમે છે પણ તમને સફેદ પસંદ છે. શા માટે? આ અંગે જીતેન્દ્રએ જવાબ આપ્યો કે તે કાળા કપડામાં ટૂંકા લાગે છે, જ્યારે તે સફેદ કપડામાં ઉંચા દેખાય છે. આ સિવાય સ્ક્રીન પર વ્હાઇટ કલર ઉભરી આવે છે. આવી સ્થિતિમાં તે આ રંગના કપડાંમાં સંપૂર્ણ જોવા મળે છે.ફિટનેસ પણ તેનું કારણ છે.
જીતેન્દ્રએ આ સફેદ કપડાની એક બીજી વિશેષતાનો પણ ઉલ્લેખ કર્યો. જીતેન્દ્ર કહે છે કે કાળો રંગ તમારા શરીરના મોટાપણું છુપાવે છે, જ્યારે તમારું મોટાપુણ સફેદ રંગમાં સ્પષ્ટપણે દેખાય છે. આવી સ્થિતિમાં જીતેન્દ્ર હંમેશાં પોતાને ફીટ રાખવા માંગતા હતા. આવી સ્થિતિમાં, જ્યારે તે સફેદ કપડાં પહેરતા હતા, ત્યારે તેનું શરીર જાડાપણું બતાવવાનો ડર હતો. આ ડરથી જિતેન્દ્ર ફિટ રહેવા પ્રેરાઈય. એટલે કે, જીતેન્દ્ર પોતાને ફીટ રાખવા દબાણ કરવા માટે સફેદ કપડાં પહેરતા હતા.સફેદ રંગના અન્ય ફાયદા.
જીતેન્દ્ર દ્વારા જણાવેલ આ ફાયદા છે, ચાલો હવે તમને સફેદ રંગના કેટલાક વધુ અદ્ભુત ફાયદા ગણાવીએ. સફેદ રંગનો એક ફાયદો સૂર્ય પ્રકાશ સાથે પણ સંકળાયેલ છે. વસ્તુ એ છે કે ઘાટા રંગના કપડાં વધુ શોષી લે છે. તેનાથી વિપરીત, સફેદ રંગ આ પ્રકાશને પ્રતિબિંબિત કરે છે. તેથી, સફેદ કપડાં પહેરવાથી ગરમી લાગતી નથી. ઉપરાંત, તેનાથી ત્વચામાં બળતરા થવાની સમસ્યા થતી નથી. તેથી જ સફેદ રંગના કપડાં ઉનાળામાં શ્રેષ્ઠ માનવામાં આવે છે.
બીજો ફાયદો એ છે કે સફેદ રંગ તમારા મગજ પર હકારાત્મક અસર લાવે છે. સફેદ રંગ શાંતિનું પ્રતીક માનવામાં આવે છે. આ જોઈને મગજમાં શાંતિ આવે છે અને તાણ ઓછું થાય છે. તેને પહેરવાથી તમે સકારાત્મક દિશામાં વિચારશો. બીજા અધ્યયનમાં, સફેદ રંગને સરળતા, દેવતા અને દયાળુ પ્રકૃતિનું પ્રતીક માનવામાં આવે છે. તેને પહેર્યા પછી, તમારી સામેની વ્યક્તિ પણ સકારાત્મક અને સારું વિચારવાનું શરૂ કરે છે. આ એક માત્ર કારણ છે કે તમારે વધુને વધુ સફેદ રંગના કપડાં પણ પહેરવા જોઈએ.