માનવી આખો દિવસ અગાથ પરિશ્રમ કરી પોતાની આજીવિકા કમાયા બાદ રાત ના સમયે આરામ કરી આખા દિવસ નો થાક ઉતારે છે. જેથી તેના શરીર ને થોડો આરામ મળી શકે. દરેક માનવી આખો દિવસ ઘણી મેહનત કરે ને રાતે આરામ કરી શરીર ને આરામ આપે છે. ઘણીવાર મનુષ્ય થી એવી નાની-નાની ભૂલો થઇ જાય છે જેને લીધે તેને આગળ જતા ઘણી નુકશાની વેઠવી પડે છે. આવી અમુક ભૂલો ને લીધે પછી તેને બીજી ઘણી તકલીફો નો પણ સામનો કરવો પડે છે.ઘણીવાર એવું જોવા મા આવ્યુ છે કે રાત ના ઊંઘતા સમયે માનવી દ્વારા એવી ભૂલો થઇ જાય છે જેના લીધે નુકશાની થાય છે. આ ભૂલો થી બચવા માટે આજ ના આ આર્ટીકલ મા વાત કરવા જઈ રહ્યા છીએ કે જેથી મનુષ્ય ને ભવિષ્ય મા આવી સમસ્યાઓ થી થતી મુશ્કેલી ના અનુભવવી પડે. આ ભૂલો ને લીધે ઘણીવાર ધનહાની ની સમસ્યાઓ પણ સર્જાતી હોય છે જે દરિદ્રતા ને નિમંત્રણ આપે છે. તો ચાલો જાણીએ કઈ-કઈ છે આ ભૂલો.
ઊંઘ મનુષ્ય માટે ખૂબ જ જરૂરી છે. એ જ કારણ છે કે એક સ્વસ્થ જીવન જીવવા માટે ૭ થી ૮ કલાકની ઉંઘ લેવી ખૂબ જરૂરી હોય છે. કારણ કે જ્યારે તમે એક સારી ઊંઘ લઈને ઉઠો છો, તો તમારું મન કામમાં રહે છે. તેવામાં તમારો દિવસ પણ ખૂબ જ સારો રહે છે. એટલું જ નહીં તમે ચિંતા માંથી પણ મુક્ત રહો છો. જેના કારણે તમારું સ્વાસ્થ્ય સારું રહે છે, પરંતુ શું તમે જાણો છો કે તમારે કઈ રીતે સૂવું જોઈએ.
તમને આ મજાક લાગી રહ્યા હશે, પરંતુ હકીકતમાં મોટાભાગનાં લોકો તે વાતથી અજાણ હોય છે કે આખરે તેમણે કેવી રીતે સૂવું જોઈએ. કારણ કે એક સારી ઊંઘની સાથે સાથે જરૂરી હોય છે કે તમારા સુવાની રીત યોગ્ય હોય. રિસર્ચનું માનવામાં આવે તો મોટાભાગના લોકો ખોટી રીતે સુતા હોય છે, જેના કારણે તેની અસર તેમના સ્વાસ્થ્ય પર પડે છે. ડોક્ટર પણ સુવાની અમુક રીત વિશે જણાવે છે. આજે અમે તમને જણાવીશું કે આખરે કેવી રીતે તમારે સુવું જોઈએ અને કેવી રીતે ન સૂવું જોઈએ. તો ચાલો જાણીએ કે અમારા આ રિપોર્ટમાં ખાસ શું છે.
જણાવી દઈએ કે સામાન્ય રીતે લોકો જમણી તરફ, ડાબી તરફ, સીધા અને ઉલ્ટા સુવે છે. પરંતુ સુતા સમયે યોગ્ય પોઝિશન એટલે કે રીત શું હોવી જોઈએ, તે જાણવું ખૂબ જ જરૂરી છે. અમુક લોકોનું માનવું છે કે પથારીમાં પડી જાઓ અને ઊંઘ આવી જાય, બસ તેનાથી જ બોડીને આરામ મળી રહે છે. પરંતુ તેવું નથી હવે અમે તમને જણાવીશું કે સુતા સમયે તમારે શું ભૂલ ન કરવી જોઈએ.
ઉલ્ટા સુવું લગભગ ૬૦ ટકા માણસો પેટ પર એટલે કે ઊંધા સૂએ છે જેને લીધે તેમને ડોકનો દુખાવો થઈ શકે છે. જેમને કોઈ પણ જાતનો પીઠ, કમર કે ડોકનો દુખાવો હોય તેમને માટે ચત્તા સૂવું લાભદાયી છે. પરંતુ મેદસ્વી, હેવી સ્મોકર્સ, શ્વાસ સંબંધી સમસ્યા ધરાવતા લોકો જ્યારે ચત્તા સૂએ છે ત્યારે તેમને શ્વાસ સંબંધી સમસ્યાઓ થઈ શકે છે.
મોટાભાગના લોકોને ઉલ્ટા સૂવાની આદત હોય છે, પરંતુ આવું કરવાથી તમારા લીવર પર અસર પડે છે. એટલું જ નહીં તમારું લીવર ખરાબ થઈ શકે છે. તેવામાં તમારે ઉલ્ટા સુવું જોઈએ નહીં. તે સિવાય આવી રીતે સૂવાથી તમારા હૃદય ઉપર પણ ખરાબ અસર પડે છે.
પડખું ફરીને જે લોકો સૂતા હોય છે એમાં બે રીત છે; એક, સામાન્ય રીતે પડખું ફરવું જેમાં વ્યક્તિ ડાબી કે જમણી બાજુ પડખું ફરે એ દરમ્યાન તેના પગ એકસાથે લાંબા કરેલા હોય છે. બીજી રીતમાં એક પગ લાંબો હોય છે અને બીજો પગ છાતીને એકદમ અડે એ રીતે ઘૂંટણથી વાળેલો અને આગળ લીધેલો હોય છે. આ પૉસ્ચર વિશે વાત કરતાં ડૉ. વિભૂતિ કાણકિયા કહે છે, ‘પડખું ફરીને સૂઓ ત્યારે પણ શરીરને પૂરતો આરામ મળે જ છે, પરંતુ જ્યારે પડખું ફરીને સૂઓ ત્યારે બે ઘૂંટણ વચ્ચે એક તકિયો રાખવાથી એ પૉસ્ચર વધુ સારું બને છે. એ સિવાય જો પગ આગળ છાતી પાસે રાખવાની આદત હોય તો જે આગળ પગ લીધો છે એની નીચે પણ એક તકિયો રાખવાથી વધુ સારું પરિણામ મળે છે. એ સાથે જ્યારે પડખું ફરીને સૂઓ છો ત્યારે એક હાથને માથા નીચે રાખો જેથી ડોકને સપોર્ટ મળે. શ્વાસની તકલીફ ધરાવનારા કે નસકોરાં બોલાવતા લોકો માટે આ પોઝિશન બેસ્ટ છે, કારણ કે આ પોઝિશનમાં શ્વાસ ખૂબ સારી રીતે લઈ શકાય છે. જે લોકો ખૂબ સ્મોકિંગ કરતા હોય તેમને માટે પણ આ પોઝિશન બેસ્ટ છે.
મોટાભાગના લોકો જમણી તરફ સૂવાનું પસંદ કરે છે, પરંતુ તેનાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે. તેવામાં ડાબી તરફ સુવાથી વધારે ફાયદાકારક રહે છે. કારણ કે ડાબી તરફ મનુષ્યનું પાચનતંત્ર અને હૃદય હોય છે. તે સિવાય હાર્ટના દર્દીઓએ પણ ડાબી તરફ હોવું જોઈએ. તેનાથી તેમને ઘણો ફાયદો મળે છે.
ઘુંટણ વાળીને સૂવું ઘુંટણ વાળીને શું લોકોની પહેલી પસંદગી માનવામાં આવે છે, પરંતુ તે ખૂબ જ હાનિકારક છે. તેવામાં જો તમે પોતાના ઘૂંટણને વાળીને સુવો છો તો આ આદત બદલી દેવી જોઇએ. કારણ કે આવી રીતે સૂવાથી ઘૂંટણના જોઈન્ટ પ્રભાવિત થાય છે, જેના કારણે ઘૂંટણનો દુખાવો રહે છે, તેવામાં જો તમે ઘૂંટણ વાળીને સુવો છો. તો બંને ઘુંટણની વચ્ચે તકિયો રાખીને સૂવું જોઈએ, તેનાથી આરામ મળે છે.
સીધા સુવું સીધા સૂતા સમયે તમારે તકિયો રાખવો જોઈએ નહીં, કારણ કે તકિયો રાખવાને કારણે કરોડરજ્જુ ત્રાંસી થઈ શકે છે. તેવામાં જો તમને તકિયો લગાવવાની આદત છે તો તમારે એક તરફ પડખું ફરીને સૂવું જોઈએ.હૉસ્પિટલમાં તમે જોયું હશે કે બેડ હંમેશાં આગળની તરફથી ઉપર ઊઠી શકે એવા હોય છે, જેમાં એવું લાગે કે વ્યક્તિ ૩૦ ડિગ્રી ઍન્ગલમાં બેઠાં-બેઠાં સૂતી છે. આ પ્રકારના પૉસ્ચર વિશે વાત કરતાં અંજના લોન્ગાની કહે છે, ‘જે દરદીઓ સર્જરીમાંથી રિકવરી મેળવે છે ત્યારે તેમને આ પૉસ્ચરમાં સુવડાવવામાં આવે છે જેમાં ખાસ હૃદય સંબંધિત કે શ્વાસ સંબંધિત કોઈ તકલીફ હોય તો આ પોઝિશન ખૂબ કામ લાગે છે. આ પૉસ્ચરને કારણે છાતીમાં પાણી ભરાતું અટકાવી શકાય છે જેને લીધે શ્વાસમાં તકલીફ ઓછી પડે અને શાંતિથી લાંબી ઊંઘ કરી શકાય છે. કોઈ વ્યક્તિને રાતે એકદમ શ્વાસ ન લેવાય, અસ્થમાનો અટૅક આવ્યો હોય કે એકદમ છાતીમાં બળવા લાગે ત્યારે સમજી શકાય છે કે તેને ઊંઘ આવતી નથી, પરંતુ એ દરમ્યાન પણ જો આ ઍન્ગલ અપનાવે તો તેમને રાહત મળી શકે છે. ઘરમાં આવા બેડ હોતા નથી જે ઑટોમૅટિક આગળથી ઉપર થઈ શકે ત્યારે વ્યક્તિએ માથા નીચેના ભાગમાં ૩-૪ તકિયા રાખીને શરીરના આગળના ભાગને અધ્ધર કરી દેવું. સ્લીપ-ઍપ્નીઆ, ગૅસ-પ્રૉબ્લેમ, ઑસ્ટિયોપોરોસિસના દરદીઓને આ પૉસ્ચર એકદમ માફક આવે છે. એ ઉપરાંત ૫૦થી ૬૦ વર્ષ કે એથી વધુ ઉંમરના લોકોને પણ આ પૉસ્ચર ઘણું લાભદાયી રહે છે.