આપણે કેટલાકને કહેતા સાંભળ્યા છે કે “મારું તો નસીબ જ ખરાબ છે.” તો કેટલાકને “નસીબ જેવુ કાંઈ નથી હોતું, મહેનતથી જ બધુ પ્રાપ્ત થાય છે.” કહેતા સાંભળ્યા છે. પણ વળી આ નસીબ કઈ બલાનું નામ છે?દોસ્તો, જો આપણે આપણાં વ્યક્તિત્વમાં નિખાર લાવવો હશે તો આ “નસીબ” શબ્દ અને તેના અર્થને સમજવો ખુબ જ જરૂરી છે. દરેક માણસ પોતાના જીવનકાળમાં અનેક ઘટનાઓમાંથી પસાર થાય છે, જન્મ, બાળપણ, શાળાજીવન, મિત્રમંડળ, જીવનસાથી, નોકરી-ધંધો, અને પછી પોતાના બાળકો… અને આમ જ જીવનકાળ અવિરત ચાલ્યા કરે છે. અને આ બધી જ ઘટનાઓ દરમિયાન જે શબ્દ સૌથી વધારે આપણે સાંભળીએ છીએ તે છે “નસીબ”..
દોસ્તો, આ “નસીબ” એટલે આપણાં ભૂતકાળમાં કરેલા કર્મોના આધારે આપણાં જીવનમાં ઘટતી અણધારી ઘટનાઓ કે જેના વિશે આપણને કંઈ જ ખબર નથી હોતી. બસ એ ઘટના ઘટે છે અને એને આપણે માત્ર સ્વીકારવાની હોય છે. સ્વીકારવી જ પડે છે… જેના પર આપણું કોઈ જ નિયંત્રણ નથી હોતું. બસ આને કહેવાય “નસીબ”. પણ હા હોં! આ “નસીબ”ને આપણાં નિયંત્રણમાં લાવવું એટલું અઘરું પણ નથી જ. બસ પોતાના પર આત્મવિશ્વાસ રાખી આગળ વધીએ અને સકારાત્મક્તા પૂર્વક સાચા રસ્તે સખત મહેનત કરીએ. બસ પછી જુઓ આપણું નસીબ કેવું બદલાય છે અને આપણી ઇચ્છા મુજબના પરિણામ આવે છે.
“જે છે, તે છે” બસ આ સ્વીકારી આગળ વધીશું તો ભયમુક્ત જીવન જીવી શકીશું. જે “નસીબમાં થવાનું છે તે તો થઈને જ રહેશે.” આ વાત સમજી ગયા એ સૌ સફળતા તરફ એક ડગલું આગળ વધી ગયા. કારણ કે તેમના જીવનમાં કોઈ પણ તકલીફો આવશે તોય એ ડગી નહીં જાય પણ “આ તો ભગવાન તરફથી થતી મારી પરીક્ષા છે. મને કંઈક સરસ પરિણામ આપવા માટે.” એમ કહી એ તકલીફ સામે લડી જશે. અને ક્યારેય એને અફસોસ પણ નહીં અનુભવાય, કારણ કે એ જાણે છે કે “મેં જે કર્યું છે એનું જ આ પરિણામ છે.” બસ આપણે પણ આ જ શીખવાનું છે. અને પછી જુઓ જીવન કેવું ખુશખુશાલ થઈ જાય છે.
આ નસીબ એટલે ભગવાન રામનું ચૌદ વર્ષનું વનવાસ, ભગવાન કૃષ્ણનું એક સામાન્ય શિકારી દ્વારા મોત, અને મીરાને ઝેર પીવાની ફરજ પડવી…. અને ઈતિહાસમાં અમર થઈ ગયેલ અનેક મહાનુભાવોના જીવનમાં આવેલ મુશ્કેલીઓ… તો પછી આપણે કોણ વળી?હિંદુ ધર્મ ના પોરાણિક શાસ્ત્રો મુજબ ઘણી જગ્યાએ તેવું દર્શાવ્યું છે કે આપણું જીવન બ્રહ્માંડ અને તેમાં આવતા ફેરફાર સાથે જોડાયેલું છે. પછી તેમાં ગ્રહો ની ગતિવિધિઓ હોય કે આપણા નામ મા રેહતી કંપન, આપણી જન્મ તારીખ આ બધા આપણા જીવન મા ઘણો મહત્વ ધરાવે છે. એટલે તો આ ગણતરી દર્શાવતું અંકશાસ્ત્ર નું આપણા જીવન મા વધુ મહત્વ છે.
આ અંકશાસ્ત્ર મુજબ તમારો જન્માંક એ તમારા જન્મ તારીખ ના આંક નો સરવાળો છે.જો એક દાખલા પ્રમાણે જો તમારી જન્મ તારીખ ૨૩મી જુલાઈ હોય તો તમારો જન્માંક ૨ + ૩ એટલે કે ૫ થાય છે. એવી જ રીતે જયારે જન્મ તારીખ સાથે જન્મ નો મહિનો અને વર્ષ નો સરવાળો કરવામાં આવે તો તેને ભાગ્યાંક કેહવાય છે. જેમ કે જન્મ તારીખ હોય ૧૨-૦૯-૧૯૮૫ તો આ બધા આંકડા નો સરવાળો એટલે ૧+૨+૦+૯+૧+૯+૮+૫ = ૩૫ અને ૩+૫ એટલે ૮ તમારો ભાગ્યાંક છે.ભાગ્યાંક હમેશ માટે એક અંક મા જ લેવામાં આવે છે જેથી કરીને જ આપડે ઉપર આવેલ સરવાળા ૩૫ ને પાછુ ૩+૫ કરી એક અંક લેવા માટે ૮ જવાબ આવ્યો હતો. તો ચાલો હવે ગણો તમારો ભાગ્યાંક અને જુવો ક્યારે ખુલશે આ નસીબ નું તાળું.
ભાગ્યાંક ૧:
૧ નંબર સૂર્ય નો આંક છે. અંકશાસ્ત્ર પ્રમાણે ૨૨ અને ૩૪મા વર્ષે તમને જીવન મા જોરદાર સફળતા મળવાની છે.
ભાગ્યાંક ૨:
૨ નંબર નો સ્વામી ચંદ્ર છે. આ ભાગ્યાંક ધરાવતા વ્યક્તિઓ ને ૨૪મા તેમજ ૩૮મા વર્ષે મોટો ધન લાભ અને માન-પ્રતિષ્ઠા ની પ્રાપ્તિ થશે.
ભાગ્યાંક ૩ :
આ આકંડા નો સ્વામી ગુરૂ છે. આ ભાગ્યાંક ધરાવતા વ્યક્તિઓ ને જીવન ના ૩૨મા વર્ષે શ્રેષ્ઠ સફળતા મળે છે.
ભાગ્યાંક ૪:
આ ૪ નંબર નો સ્વામી રાહુ છે. જેના લીધે નસીબ ચમકવા મા ઘણો સમય લાગે છે અને આ ભાગ્યાંક ધરાવતા વ્યક્તિઓ નું નસીબ ૩૬મા વર્ષે ચમકે છે.
ભાગ્યાંક ૫:
આ બંને આકંડા નો સ્વામી બુધ છે. આ ભાગ્યાંક ધરાવતા વ્યક્તિઓ ને જીવન ના ૩૨મા વર્ષે શ્રેષ્ઠ સફળતા મળે છે.
ભાગ્યાંક ૬:
આ ૬ નંબર નો સ્વામી શુક્ર ગ્રહ છે. જેના લીધે આ ભાગ્યાંક જે વ્યક્તિઓ નો છે તેને ૨૫મા વર્ષે જ સફળતા પ્રાપ્ત થઈ જાય છે તેમજ જીવન ના ૨૭મા અને ૩૨મા વર્ષે તેમને નો ધારેલી સફળતા મળે છે.
ભાગ્યાંક ૭:
આ ૭ નંબર નો સ્વામી કેતુ છે. જેથી કરીને આ ભાગ્યાંક ધરાવતા વ્યક્તિઓ ને જીવન ના બીજા કે ત્રીજા દશકા સુધી સફળતા મળતી નથી. પણ એકવાર જયારે ત્રીસ વરસ પાર થઇ જાય છે ત્યારબાદ તો સફળતા સામે થી આવે છે અને તેમને પાછું વળી ને જોવું પડતું નથી. તેમનું ભાગ્યોદય ૩૮ અને ૪૪ મા વર્ષે તેમના માટે સારું વર્ષ સાબિત થાય છે.
ભાગ્યાંક ૮:
આ ૮ નંબર પર શનિદેવ પોતે બિરાજે છે. જેને લીધે આ જાતકોને સફળતા મળવામાં વિલંભ થાય છે પરંતુ જીવન ના ૩૬મા અને ૪૨મા વર્ષે સફળતા મળે છે.આ સફળતા થી જાતક ની આર્થિક મુશ્કેલીઓ દુર થઈ તેની સમૃધ્ધિ મા અનેક ગણો વધારો થાય છે.
ભાગ્યાંક ૯:
આ ૯ નંબર ના સ્વામી મંગળ છે અને જેના લીધા ભાગ્યાંક ધરાવતા લોકો ના જીવન ના ૨૮મા વર્ષે અકલ્પનીય સફળતા મળશે. આ વર્ષ તેમની જીવનશૈલી બદલી નાખે છે અને તેમને પુષ્કળ ધન તેમજ સમાજ મા પ્રતિષ્ઠા અપાવે છે. એક વાર તેમનું ગાડું આગળ ચાલવા લાગે તો પછી તેમને ક્યારેય પાછું ફરીને જોવાનો વારો આવતો નથી.