ભારતીય સનાતન હિંદુ ધર્મમાં લગ્નની જે પદ્ધતિ છે તે પ્રમાણેની પદ્ધતિ વિશ્વના એક પણ ધર્મમાં નથી. કંકોત્રી લખવાથી લઈને દીકરી વિદાય અને ગૃહલક્ષ્મીનું ઘરમાં આગમન થાય ત્યાં સુધીની લગ્નની તમામ પરંપરાઓ ખૂબ જ માર્મિક અને નવયુગલના જીવનના મૂળ સાથે જોડાયેલી છે.આપણે ત્યાં લગ્નને એક પવિત્ર સંસ્કાર માનવામાં આવે છે. આથી જ આપણાં કાયદામાં લગ્ન રજીસ્ટ્રેશનની બાબત સમાવિષ્ટ કરવામાં આવી છે. કોઈ પણ દંપતિ માટે મેરેજ રજીસ્ટ્રેશન એ અનિવાર્ય બાબત છે. શિક્ષિત હોય કે અશિક્ષિત તેઓએ તેમની આ જવાબદારી નિભાવવી આવશ્યક છે. આ લગ્ન નોંધણી કેટલાક સંજોગોમાં આશીર્વાદરૂપ સાબિત થાય છે.ભારતીય સનતાન હિંદુ ધર્મમાં લગ્નની જે પરંપરા અને રીત દર્શાવવામાં આવેલી છે તે ખરેખર અદભૂત છે. ત્રેતા યુગમાં ભગવાન રામ અને દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણના લગ્ન જે પરંપરા અને મંત્રોચ્ચાર દ્વારા થયા હતા તે જ પરંપરાથી આજના સમયમાં યુગલો પણ લગ્નના બંધનમાં બંધાય છે. માણસના જન્મથી લઈને તેના મૃત્યુ સુધી તેને સોળ સંસ્કારો આપવામાં આવે છે. અને આ સોળ સંસ્કારો પૈકીના એક સંસ્કાર એટલે વિવાહ સંસ્કાર.
લગ્ન એટલે માત્ર બંધન જ નહી પરંતુ જન્મ જન્માંતર સુધી એકમેકનો સાથ આપવાનું વચન. લગ્ન એટલે માત્ર બે વ્યક્તિઓનું જ નહી પરંતુ બે આત્માઓનું મીલન. સમયની સાથે માણસો વિચારો પણ બદલાયા છે એટલે કેટલાક લોકો એવું માને છે કે લગ્ન કરવાથી માણસ બંધાઈ જાય છે. પરંતુ હકીકત એ છે કે લગ્ન કરવાથી માણસ બંધાતો નથી, પરંતુ સંધાય છે. લગ્ન બાદ જે જીવનસાથી તેના જીવનમાં તેનો સાથ આપવા આવે છે તે જીવનસાથી માત્ર તેની પત્ની નથી હોતી, પરંતુ તેના ઘરની ગૃહ લક્ષ્મી હોય છે.આપણા ત્યાં લગ્ન બાદ દિકરાની પત્ની બનીને જે લક્ષ્મી ગૃહમાં પ્રવેશ કરે છે તેને પુત્રવધુ કહેવામાં આવે છે. પુત્ર વધુ એટલે જેનું મહત્વ પોતાના પુત્ર કરતા પણ વધુ છે તે પુત્ર વધુ.દરેક લોકો માને છે કે પોતાનો જીવનસાથી પોતાની પસંદ હોય પરંતુ વડીલો ના કહ્યા મુજબ પણ ઘણા લોકો પોતાની પસંદ જતી કરીને વડીલોની પસંદને સ્વીકારે છે. ભારતીય સમાજ મા લગ્નજીવન નો ઘણો મહત્વ છે. આ લીધે માણસો પોતાના સંતાન ના લગ્ન સમયે ઘણો વિચાર-વિમર્શ કર્યા બાદ જ નક્કી કરે છે. પરંતુ હાલ અત્યાર ની સમય ની જો વાત કરવામાં આવે તો અત્યારે પ્રેમ વિવાહ નુ ચલણ વધુ જોવા મળે છે.સૌથી પહેલા તમારી જન્મ તારીખને અલગ કરો. દાખલા તરીકે જો તમારી જન્મ તારીખ 22 હોય તો તમારો ભાગ્યાંક 2 + 2 = 4 થશે. જો જન્મ તારીખ ૨૯ હોય તો ૨ + ૯ = ૧૧, ૧ + ૧ = ૨. આ રીત પ્રમાણે માત્ર એક જ અંક છેલ્લે વધવું જોઈએ જેને ભાગ્યાંક કેહવામા આવે છે. તો હવે કાઢો તમારો અંક અને જાણો આ વિશે.
અંક 1 આવે તો:
જો કોઇપણ વ્યક્તિ ની જન્મ તારીખ ૦૧ અથવા તો ૧૦ થાય તો તમારો અંક-૧ થશે. આવા વ્યક્તિ પોતાના જીવનસાથી ની બધી જ ઈચ્છા પૂરી કરે છે તેમજ તેનું પુરેપૂરું ધ્યાન રાખે છે. આ વ્યક્તિઓ મોટેભાગે પ્રેમ વિવાહ જ કરે છે પરંતુ તેમને ઘણા લાંબા સમય સંઘર્ષ કર્યા બાદ જ સાચો જીવનસાથી મળે છે.
અંક 2 આવે તો:
આ નંબર ને ચંદ્ર નો અંક મનાય છે. આ અંક ના માણસો ના મોટાભાગે પ્રેમ-વિવાહ જ થાય છે. આ લીધે જ તેઓ મોટેભાગે પ્રેમ વિવાહ ને વધુ મહત્વ આપતા હોય છે.
અંક 3 આવે તો:
આ અંક ને ગુરૂ નો અંક માનવામા આવે છે. આ માણસો પ્રેમ વિવાહ તરફ વધુ આકર્ષાય છે.
અંક 4 આવે તો:
આ અંક ના જાતકો પ્રેમ મા સાવ પાગલ હોય છે પણ તેમના પર રાહુ નો પ્રભાવ વધુ હોવાથી તેમના એરેન્જ લગ્ન જ થાય છે. આ સાથે તેમના એરેન્જ લગ્ન થયા બાદ તેમનુ લગ્નજીવન એકદમ સફળ રહે છે.
અંક 5 આવે તો:
આ અંક ના લોકોના એરેન્જ લગ્ન થાય છે.
અંક 6 આવે તો:
આ અંક વાળા માણસો પ્રેમ વિવાહ જ કરે છે પરંતુ તેમના પ્રેમ લગ્ન બાદ ગૃહસ્થ જીવન સફળ રેહતું નથી મોટેભાગે તેમના લગ્નજીવન મા ઘણી મુશ્કેલીઓ આવે છે. આ સાથે બન્ને પતિ-પત્ની વચ્ચે ઘણી વાર તણાવ ની સ્થિતિ સર્જાય છે.
અંક 7 આવે તો:
આ અંક ના વ્યક્તિઓ પ્રેમ લગ્ન તો કરે છે પણ ફક્ત એવા વ્યક્તિ સાથે કે જેમની કુંડળી તેમની સાથે જોડાતી હોય તેવા પાત્ર સાથે. આ અંક મા કેતુ નો વાસ હોવાથી તેમના લગ્નજીવન તેમજ લગ્ન મા ઘણા વિઘ્નો આવવાની શક્યતા રહે છે.
અંક 8 આવે તો:
આ અંક ના વ્યક્તિઓ પ્રેમ વિવાહ જ કરે છે. આ સાથે તેમના વિવાહ બાદ તેમનું જીવન ઘણું સારૂ રહે છે.
અંક 9 આવે તો:
તેમનો અંક નો સ્વામી મંગળ ને મનાય છે. આ અંક ના વ્યક્તિઓ સાચો પ્રેમ કરવો જ જાણે છે પણ અમુક કારણોસર તેઓ તેમના જીવન મા પોતાના મનગમતા જીવનસાથી ને પામી નથી શકતાં. મોટેભાગે આ વ્યક્તિઓ ના વડીલો દ્વારા નક્કી કર્યા બાદ એરેન્જ લગ્ન જ થાય છે.લગ્ન એટલે બે વ્યક્તિઓનું મિલન. મૂલતઃ લગ્નનો હેતુ બે અલગ અલગ વ્યક્તિઓને એકબીજાના પર્યાય બનાવવાનો છે. લગ્ન એટલે બે વ્યક્તિઓ દ્વારા એકમેકને જન્મ જન્માંતર સુધી સાથ આપવાનું એક દીર્ઘ વચન.