હાલમાં ભારતીય ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટાહ ચશ્મા’ એક ટીવીનો સૌથી લોકપ્રિય શો માનવામાં આવે છે. લોકો આ શોની ખૂબ મજા લઇ રહ્યા છે. આ શોના બધા પાત્રો લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે,જે શૉને જોઇને બાળકો મોટા થઇ ગયા અને જવાનો આધેડ ઉંમરના થઇ ગયા તે શૉ એટલે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. શૉમાં ટપ્પુ સેનાને છોડીને તારક-અંજલિ, જેઠા-દયા, બબિતા-ઐયર, ભીડે-માધવી કપલ છે જ્યારે પોપટલાલ બેચલર છે અને પોતાના માટે દુલ્હન શોધી રહ્યાં છે. શૉમાં કેટલાક પાત્રો એવા છે કે જે સિરીયલમાં પરિણીત છે પરંતુ અસલી જીવનમાં કુંવારા છે.સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા 12 વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહી છે. શો ટીઆરપી લિસ્ટમાં ટોપ પર છે.જાણીએ કોણ કોણ તારક મહેતા માં કુંવારા છે.
બબીતા જી એટલે કે મુનમુન દત્તા.
તારક મહેતાના બેચલર પાત્રોમાં સૌથી પહેલું નામ આવે છે બબીતાજી એટલે કે મુનમુન દત્તાનું. મુનમુનના અફેરની ખબરો સામે આવતી જ રહે છે પરંતુ હાલમાં તેનું નામ રાજ અનડકટ કે જે શૉમાં ટપ્પુનુ પાત્ર ભજવે છે તેની સાથે ચર્ચાય છે. રાજ અને મુનમુન એક બીજાને ડેટ કરી રહ્યાં છે. કોરોના પહેલા તે એકબીજા સાથે લંચ અને ડિનર લેતા જોવા મળ્યા હતા.રાજ ટીવી ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જાણીતું નામ છે. એક રિશ્તા સાઝેદારી કા શૉથી ઇન્ડસ્ટ્રીમાં ડગ માંડ્યા હતા. બંનેની મુલાકાત તારક મહેતા. દરમિયાન જ થઇ હતી. આ પહેલા બિગબોસ કન્ટેસ્ટ્ન્ટ રહી ચૂકેલા અરમાન કોહલી સાથે પણ બબિતાજીનું નામ ચર્ચાયુ હતુ.
અંજલિ મહેતા.
તારક મહેતાની ઓનસ્ક્રીન પત્ની અંજલિ મહેતા એટલે કે નેહા મહેતા પણ રિયલ લાઇફમાં બેચલર છે. નેહા થોડા સમય પહેલા કોઇની સાથે રિલેશનશીપમાં હતી પરંતુ હવે તે બેચલર છે.અંજલી ભાભી નું સાચું નામ છે નેહા મહેતા.અને એમનો જન્મ 1978 માં થયો હતો.અને હાલ એ મુંબઈ માં રહે છે.
નેહા મહેતાનો જન્મ ભાવનગર, ગુજરાત ખાતે થયો હતો. તેણીનું વતન પાટણ, ગુજરાત ખાતે છે. તેણી જન્મ પછી વડોદરા અને અમદાવાદ ખાતે આવી હતી. તેણીનું કુટુંબ ગુજરાતી સાહિત્યક્ષેત્રમાં ઊંડા મૂળ ધરાવે છે અને તેણી પોતે પણ એક ગુજરાતી વક્તા છે. તેણીના પિતા એક લોકપ્રિય
લેખક અને તેમની પ્રેરણા થકી તેણી એક અભિનેત્રી બની છે.
ઐયર.
ઐયર એટલે કે તનુજ મહાશબ્દેનો જન્મ 24 જુલાઈ 1974 માં મધ્યપ્રદેશના દેવાસ શહેરમાં થયો હતો. અને એમને પોતાના અભિનયની શરૂઆત ઇન્દોરથી કરી હતી.તેમણે ભારતી વિદ્યા ભવન કલા કેન્દ્રથી તેમની પ્રથમ સિદ્ધિ મેળવી હતી જ્યાં તે નાટકમાં કામ કરતો હતો.શૉમાં બબિતાજીના પતિની ભૂમિકા નીભાવી રહેલા ઐયર એટલે કે તનુજ મહાશબ્દે પણ હજૂ સુધી સિંગલ છે. શૉમાં બબિતા જેવી સુંદર પત્ની ધરાવે છે અને અસલ જીવનમાં તનૂજ બેચલર છે અને પોતાની દુલ્હનિયા શોધી રહ્યાં છે.
રોશન સિંઘ સોઢી.
તારક મહેતા માં સિરિયલમાં સોઢીનું પાત્ર ભજવે છે ગુરુચરણ સિંઘ, જેઓ મૂળ દિલ્હીના છે.શૉનું મોસ્ટ રોમાન્ટિક કેરેક્ટર એટલે રોશન સિંઘ સોઢી. રોશન સિંઘ સોઢીનું અસલી નામ ગુરુ ચરણ સિંઘ છે અને તે અસલી પંજાબી છે. ગુરુ ચરણ સિંહ પણ પોતાના માટે રોશન શોધી રહ્યો છે. તે હજૂ પણ બેચલર છે. ઓયય યારો કી હાલ હૈ,આ શબ્દો સાંભળતા જ જો તમે રોશન સિંઘ સોઢી વિશે અનુમાન લગાવ્યું હોય તો તમે સાચા છો.
ડૉક્ટર હાથી.
સિરિયલમાં હંમેશા ખાવાની જ વાતો કરતા ડૉ. હાથીનું સાચું નામ કવિ કુમાર આઝાદ છે.શૉમાં ડૉક્ટર હાથીનું પાત્ર ભજવનાર નિર્મલ સોનીને પણ લાઇફ પાર્ટનરની રાહ છે. ડૉક્ટર હાથીનું પાત્ર પહેલા કવિ કુમાર આઝાદ ભજવતા હતા પરંતુ તેમના મોત બાદ નિર્મલ સોનીને હાથીનું પાત્ર મળ્યું હતું.એક ઇન્ટરવ્યૂ માં ડો,હાથી એ જણાવ્યું હતું કે લોકો મને ‘ડૉ. હાથી’ના નામથી ઓળખે છે અને હું આ નામથી ખુશ પણ છું. સિરિયલની માફક અસલ જિંદગીમાં પણ હું મસ્ત રહું છું.”