Breaking News

થોડા લવિંગને લીંબુમાં ખોસીને ઘરના એક ખૂણામાં મૂકો,થોડા સમય પછી જાતે જ જોઈએ લો પરિણામ,જાણી લો આ ઉપાય….

મિત્રો આમ તો આપણે લીંબુ તથા લવિંગ નો ઉપયોગ દરરોજ ની રસોઈ માં કરતાં હોઈએ છીએ. પણ તેનો બીજો ઉપયોગ રોગો સામે લડવામાં પણ થાઈ છે. લીંબુમાં ખટાશ એટલે કે સાઈટ્રસ ભરપૂર માત્રામાં હોય છે. વળી લવિંગ પણ તજની જેમ જ પ્રકૃતિમાં ગરમ હોવાથી ઉકાળા વગેરે તૈયાર કરવામાં વપરાય છે. આ બંનેના જુદા જુદા ફાયદા વિષે તમે જાણતા હશો પરંતુ લીંબુમાં લવિંગ ખોસીને ઘરમાં રાખવામાં આવે તો શું થાય તેની તમને ખબર નહિ હોય. જાણો આવુ કરવાથી શું થાય છે.

મિત્રો નાના કદની દેખાતી લવિંગમાં યુજેનોલ હોય છે, જે સાઈનસ અને શરદી જેવી તકલીફને દુર કરવામાં મદદ કરે છે. લવિંગની પ્રકૃતિ ગરમ હોય છે, તેથી શરદી-જુકામ થવા ઉપર લવિંગ ખાવી કે તેની ચા બનાવીને પીવી ઘણી ફાયદાકારક સાબિત થાય છે. જો તમે લવિંગના તેલનો ઉપયોગ કરી રહ્યા છો તો તેને નારીયેલ તેલ સાથે ભેળવીને ઉપયોગ કરો તેથી તેની ગરમ પ્રકૃતિથી આરોગ્યને નુકશાન ન થાય.

તેમજ લવિંગ શક્તિના કોષોને પોષણ આપે છે, તેથી લવિંગ ટી.બી. અને તાવમાં એન્ટીબાયોટીકનું કામ કરે છે. તે રક્તશોધક અને જીવાણું નાશક હોય છે. લવિંગમાં મોઢું, આંતરડા અને આમાશયમાં રહેતા શુક્ષ્મ જીવાણુંઓ અને સડાને અટકાવવાના ગુણ મળી આવે છે. અને તમે જોશો કે ટીવી પર આવતી ઘણી જાહેરાતોમાં કંપનીઓ પોતાની પ્રોડક્ટમાં લવિંગના ઉપયોગ વિષે જણાવે છે.

આયુર્વેદીક વિજ્ઞાન મુજબ લોકો નું ખાવાનું શરીર ને સ્વસ્થ રાખવા માટે ખૂબ જરૂરી છે. એમા શામિલ એન્ટીઓક્સીડેન્ટ ઇમ્યુનીટી શક્તિ વધારવામાં ખૂબ મદદ કરે છે. એના થી બીમારી નથી થતી.લવીંગ ખાવાથી શારીરીક શમતા પણ વધે છે. આનાથી રોજ સાંજે દુધ ની સાથે લેવાથી શરીર તંદુરસ્ત રહે છે પુરુષો માટે આ ખૂબ ફાયદાકારક છે. આ શરીરમાં ટેસ્ટોસ્ટેરાન ની સંખ્યા વધારવામાં મદદ કરે છેલવિંગ માં એન્ટી ફંગલ ગુણ હોય છે. આ શ્વાસ સંબંધીત બીમારી માં રામબાણ સમાન સાબિત થાય છે એના પાવડર ને પીસી ને ખાવાથી શ્વાસ લેવામા થતી મુશ્કેલી થી છુટકારો મળે છે.

જે વ્યક્તિઓના મોમાં પાયોરિયાની સમસ્યા હોય તેવા વ્યક્તિઓ ના મોં માંથી દુર્ગંધ આવતી હોય છે. મો માથી આવતી આ દુર્ગંધને દૂર કરવા માટે પણ લવિંગ ખૂબ ઉપયોગી સાબિત થાય છે. જો 40 થી 45 દિવસો સુધી સતત મો ની અંદર આખું લવિંગ રાખવામાં આવે તો તેના કારણે મોમાંથી આવતી આ દુર્ગંધ અને પાયોરિયાની સમસ્યામાંથી કાયમી માટે છુટકારો મળે છે.આયુર્વેદિક દવા તરીકે વપરાતી લવિંગ જીવાણું વિરોધી અને એનાલ્જેસીક તરીકે કામ કરે છે. લવિંગ ફેટી એસીડ, ફાઈબર, ઓમેગો-૩ અને ખનીજોનો સારો સ્ત્રોત છે. અને સાથે જ તે આપણા શરીરની રોગ-પ્રતિકારક શક્તિને પણ વધારે છે.

બંને ના ભેગા મળવાથી બનશે આજ્યારે તમે આ બંને એટલેકે લીંબૂ તથા લવિંગ ને ભેગા કરશો ત્યારે તેમાથી નીકળતી સુગંધ માખી-મચ્છરોને ઘરમાંથી દૂર કરી દે છે. તમને નવાઈ લાગશે પણ તમે માખી-મચ્છર દૂર કરવા બજારમાંથી જે મોસ્કિટો રેપેલન્ટ ખરીદો છો તેના કરતા આ કુદરતી ઉપચાર વધુ અસરકારક છે અને વળી તેની કોઈ સાઈડ ઈફેક્ટ પણ નથી.

આવી રીતે કરશે રક્ષણમાણસ ના શરીર માં આવતી મોટા ભાગની બીમારી માખી કે બીજા જંતુ ના કારણે હોય છે તે બીમારીનું મૂળ છે. ખાલી માખીઓના જ શરીરમાં 1 મિલિયન જેટલા બેક્ટેરિયા હોય છે. તે તમારા ખોરાક, સ્કિન કે બીજે ક્યાંય બેસે ત્યારે એ બેક્ટેરિયા ત્યાં પણ લાગે છે.આવી રીતે બનશે કૂદરતી જંતુનાશકજંતુ કે માખી મચ્છર ને દૂર ભગાડવા માટે જે જંતુનાશક બનાવવાના છીએ તેમાં માત્ર લીંબુ અને લવિંગ જોઈશે. તે બનાવવુ સાવ આસાન છે. બે લીંબુને અડધુ કાપી નાંખો. ચાર ફાડિયામાં છૂટી છૂટી લવિંગ ખોસી દો. ત્યાર બાદ તેને ઘરમાં એવી જગ્યાઓએ મૂકી દો જ્યાં સૌથી વધારે માખી કે મચ્છર આવવાની શક્યતા હોય.

About Admin

Check Also

શિયાળામાં આ ડ્રાયફ્રૂટ્સ ખાવાનું ફાયદાકારક છે, ફાઈબરથી ભરેલું આ ડ્રાયફ્રૂટ્સ સ્વાસ્થ્યને આપશે ઘણા ફાયદા

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, શિયાળામાં લોકો પાસે ખાવાના ઘણા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *