Breaking News

ઉઠતાંની સાથેજ કરીલો આ એકદમ જાદુઈ ડ્રિંક માત્ર 10 જ દિવસમાં ચરબી થઈ જશે ગાયબ……..

આજે ઝડપથી બદલાતા સમયમાં, માણસ વિવિધ પ્રકારની શારીરિક સમસ્યાઓથી ઘેરાયેલો રહે છે. સમય જતાં લોકોના ખોરાકમાં ઘણો ફેરફાર થયો છે. લોકોનો આ ફેરફાર તેમને વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓ તરફ લઈ જઈ રહ્યો છે. ભૂતકાળમાં, લોકો પાસે આવો કોઈ ખોરાક ન હતો. આજે મોટા ભાગના લોકો ફાસ્ટ ફૂડ અને આઉટડોર ફૂડ પર આધારિત છે.જણાવી દઈએ કે કે જો તમે ફાસ્ટ ફૂડ ખાવ છો તો તમારે મેદસ્વીતા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

હાલના સમયમાં વજન ઓછું કરવું એટલે કે શરીરમાં જમા થયેલ ચરબી ઘટાડવી ઘણા લોકો માટે સામાન્ય ચિંતાઓ માંથી એક છે. તેના માટે લોકો શું-શું નથી કરતા. સંતુલિત ડાયટથી લઈને ઇંટેન્સ વર્કઆઉટ જેવી તમામ ચીજો છે, જે વજન ઓછું કરવામાં તમારી મદદ કરે છે. પરંતુ અમુક ભૂલો પણ એવી થઈ જાય છે જેના કારણે તમારું વજન ઓછું કરવાનું સપનું, બસ સપનું બનીને જ રહી જાય છે. થોડી તમારી ભૂલો અને લોકડાઉન ને કારણે લોકો ઘર પર બેઠા બેઠા ભોજન બનાવવું અને ખાવામાં જોડાયેલા છે. સાથોસાથ શારીરિક ગતિવિધિઓ પણ ઓછી થવાને કારણે વજન ઘટવાને બદલે વધતું જઈ રહ્યું છે.

ઘણી એવી શારીરિક સમસ્યા છે કે જે ફક્ત ઘરમાં જ હાજર હોય છે, પરંતુ માહિતીની અછત ને કારણે લોકો તેને પૂરી કરી શકતા નથી. આજે, અમે તમને એક એવી વસ્તુ વિશે કહીએ છીએ જે સરળતાથી દરેક ઘરનાં રસોડામાં મળી શકે છે. તમને આશ્ચર્ય થવું જોઈએ કે આ નાનાકદ ની વસ્તુ તમને ઘણા રોગો અને શારીરિક સમસ્યાઓ થી રક્ષણ કરી શકે છે.જી હા આ એકદમ સાચું છે. અમે જીરું વિષે આજે વાત કરી રહ્યા છીએ.તમે બધા જાણતા જ હશો કે જીરું એ દરેક ભારતીય ના ઘર માં રસોડામાં માં સમય રીતે મળી જાય છે.તે ખોરાકના સ્વાદમાં વધારો કરે છે. પરંતુ શું તમે જાણો છો કે એ તમારી ઘણી શારીરિક સમસ્યાઓને પણ દૂર કરી શકે છે. આજે અમે તમને કેટલીક એવી શારીરિક સમસ્યાઓ વિશે જણાવીએ છીએ, જેનો તમે સરળતાથી જીરું થી ઉકેલ લાવી શકો છો.

વજન ઘટાડવામાં જીરાની ભૂમિકા.

જો તમે પણ ઘણી કોશિશ કરી ચૂક્યાં છો છતાં પણ તમારું વજન ઓછું નથી થઈ રહ્યું અથવા વજન ઘટાડવાનો રસ્તો તમારા માટે મુશ્કેલ બની રહ્યો છે, તો આ જાદુઈ ડ્રિંક તેમાં તમારી મદદ કરી શકે છે. જી હાં, કોથમીર અને વરિયાળીનો ઉકાળો વજન ઓછું કરવામાં ખૂબ જ મદદગાર સાબિત થાય છે. જીરુ, ધાણા અને વરિયાળીનો ઉકાળો પીવાથી મેટાબોલીઝમ વધારવામાં મદદ મળે છે અને આ ડ્રિંક ક્વોરંટાઈન માં તમારા શરીરને વધારાની ચરબી ઘટાડવામાં મદદ કરી શકે છે. દરેક ભારતીય રસોડામાં મળી આવતું જીરું આપણા માટે ઘણા પ્રકારના સ્વાસ્થ્યવર્ધક લાભથી ભરપુર છે. તે ફક્ત આપણા મેટાબોલિઝમને વધારવામાં મદદ નથી કરતું પરંતુ એન્ઝાઈમોને સ્રાવિત કરવામાં પણ મદદ કરે છે, જેનાથી પાચન સારી રીતે થઈ શકે છે. આ બધા જ કારક વજન ઘટાડવામાં મદદ કરે છે.તાજેતરમાં જ થયેલી એક રિસર્ચમાં સ્પષ્ટ થયું છે કે જીરાના પાવડરથી બોડી ફેટ ઘટાડી શકાય છે. તેમજ જીરું બેડ કોલેસ્ટ્રોલને પણ કુદરતી રીતે ઘટાડી દે છે. ભોજન પચાવવામાં પણ જીરું ઉપયોગી સાબિત થાય છે અને પાચનશક્તિ પણ સુધરે છે. તો પછી આજે જાણી લો કે કેવી રીતે જીરું તમારું વજન ઘટાડી શકે.

વજન ઘટાડવામાં જીરુની ભૂમિકા.

સ્થૂળતાથી ગ્રસ્ત ૮૦ મહિલાઓ પર એક અધ્યયન કરવામાં આવ્યું. તેમને બે સમુહોમાં વિભાજીત કરવામાં આવ્યા. જેમાં પહેલા જીરા ડ્રિંક સમૂહને બીજા ડાયટ કંટ્રોલ સમૂહમાં સામેલ કરવામાં આવ્યા. જીરા ડ્રિંક વાળા સમૂહને દૈનિક આહાર પર જીરાનો ઉપભોગ કરવા માટે કહેવામાં આવ્યું, તો વળી બીજા સમૂહને એક વિશિષ્ટ ડાયટનું પાલન કરવા માટે કહેવામાં આવ્યું. અંતમાં તેમણે જાણ્યું કે બીજા સમૂહની તુલનામાં જીરા સમૂહ વાળી મહિલાઓનું વજન મહત્વપૂર્ણ રીતે ઓછું થઈ રહ્યું હતું. વળી વાત કરીએ ધાણાની તો તેમાં ઘણા ખનિજ અને વિટામીન મળી આવે છે. જે તમારા શરીરમાં રહેલ વધારાના પાણીને જમા થવા દેતા નથી. વજન વધવાના કારણો માંથી એક છે શરીરમાં પાણીની માત્રા વધારે થઈ જવી.

વજન ઘટાડવામાં વરીયાળીની ભૂમિકા.

બધાથી છેલ્લે અને ગુણોમાં ભરપૂર વરિયાળીની વાત કરીએ તો તેનો શરીર પર ઠંડો પ્રભાવ પડે છે અને તે પાચન અને સારા મેટાબોલિઝમમાં સહાયતા કરે છે. વરીયાળીનાં બી પણ ફાઇબરનું એક સમૃદ્ધ સ્ત્રોત હોય છે. વળી લાંબા સમય સુધી આપણા પેટને ભરેલું રાખવામાં મદદ કરે છે. એટલું જ નહીં આપણને ક્રેવિંગ અને વધુ પડતું ખાવાથી રોકવામાં પણ મદદ કરે છે. વરીયાળી હળવી મૂત્રવર્ધક હોય છે જેના કારણે આપણા મૂત્રમાર્ગ થી ઝેરી પદાર્થોને બહાર કાઢવાનું પણ કામ કરે છે અને વજન ઘટાડવામાં પણ યોગદાન આપે છે. શું તમે જાણો છો કે આપણા શરીરમાં ઓક્સિડેટિવ તણાવ સ્થૂળતાનું કારણ બની શકે છે? ફોસ્ફરસ, સેલેનિયમ, ઝીંક, બીટા-કેરોટીન, લ્યૂટીન, જેક્સેન્થિન અને અન્ય એન્ટીઓક્સીડેન્ટ મુક્ત કણોથી લડે છે, જે ઓક્સિડેટિવ તણાવનું કારણ બને છે.

કેવી રીતે બનાવશો જીરૂ ધાણા અને વરિયાળીનો ઉકાળો,૩ કપ પાણી ઉકાળો,હવે ગેસ બંધ કરી દો અને પછી આ મસાલાને અડધી-અડધી ચમચી આ પાણીમાં ઉમેરો.તેને ૫-૧૦ મિનિટ માટે છોડી દો અને પછી તમે તેને થર્મોસમાં સ્ટોર કરી શકો છો.તમે આ મસાલાના પાઉડરના રૂપને પાણીમાં નાખતાં પહેલાં તેને શેકી પણ શકો છો.તમે આ મિશ્રણમાં કાચું મધ અને લીંબુનો રસ પણ ઉમેરી શકો છો.

પાચનશક્તિ જો નબળી હોય તો જીરાંની ચા પી શકાય. વજન ઘટાડવા માટે કેળાંની સાથે જીરું પાવડરનો ખાવામાં ઉપયોગ કરો.એક ગ્લાસ પાણીમાં રાત્રે એક ચમચી જીરું ઉમેરી દો. સવારે આ પાણી ઉકાળો. પાણીનો રંગ બદલાય પછી ગેસ બંધ કરો અને તેને ઢાંકી રાખો. ઠંડું થયા પછી આ પાણી પી જવું. આ પ્રયોગ દિવસમાં ત્રણ વખત કરી શકાય.બે ચમચી જીરાંને રાત્રે પાણીમાં પલાળી રાખવું અને સવારે તેને ચાવીને ખાઈ જવું. રોજ આમ કરવાથી વજન ઘટવા લાગશે.

જીરાની ઉપયોગિતા માત્ર રસોડા સુધી જ સીમિત નથી, પણ તેનો જો સાચી રીતે ઉપયોગ કરવામાં આવે તો તે ઘણાં હેલ્થ પ્રોબ્લેમ્સ દૂર કરી શકે છે. આવો જાણીએ જીરામાં રહેલા કેટલાક એવા ગુણો વિશે,ખાવાનું પચાવવા માટે : જો તમને ભૂખ ન લાગતી હોય કે ખાવાનું ન પચે તો એક ચમચી જીરું પાવડર અને મરી એક ગ્લાસ દૂધમાં નાખી પીવો. જીરાને લીંબુના રસમાં પલાળી નમક મેળવીને લેવાથી ગર્ભવતી મહિલા માટે સારું રહે છે. પેટની સમસ્યા ગેસ જેવી તકલીફો થતી નથી.

ડાયાબિટીસ : જેમને ડાયાબિટીસ હોય તે લોકો ખાવામાં પોતાની બેદરકારીને લીધે ભોગ બનેલા હોય છે. પોતાના ખાવા-પીવામાં સંતુલન ન રાખે તો આ અસંતુલિત બ્લડ સુગરને કારણે તેને આંખ, કિડની, હૃદય, પગના રક્તસંચારમાં સમસ્યા આવી જાય છે. ડાયાબિટીસને નિયંત્રિત કરવા માટે અડધી ચમચી પીસેલું જીરૂં દિવસમાં બે વાર પાણી સાથે પીવો, ડાયાબિટીસ રોગીઓ માટે ઘણો ફાયદો આપે છે.

About Admin

Check Also

શિયાળામાં આ ડ્રાયફ્રૂટ્સ ખાવાનું ફાયદાકારક છે, ફાઈબરથી ભરેલું આ ડ્રાયફ્રૂટ્સ સ્વાસ્થ્યને આપશે ઘણા ફાયદા

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, શિયાળામાં લોકો પાસે ખાવાના ઘણા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *