જાડા લોકો હંમેશા વજન ઓછું કરવા પાછળ મથ્યાં રહેતા હોય છે. અરે આજકાલ તો સામાન્ય ગણાય તેટલું વજન વધી જતાં પણ યુવતીઓ દોડાદોડ કરી મૂકે છે. પણ શું તમે જાણો છો કે વજન ઓછું કરવા કરતાં વધુ મહત્વનું છે તમારી કમર અને પેટનો ભાગ ઓછો કરવામાં આવે. એકવાર તમે તમારું વજન તો સરળતાથી ઓછું કરી શકશો પણ સૌથી વધુ જે સમસ્યા સર્જાય છે તે કમર અને પેટની આસપાસની ચરબીને દૂર કરવાની રહે છે. શું તમે જાણો છો કે કેટલાંક લોકો જાડા નથી હોતા પણ તેમના પેટની આસપાસ એટલી બધી ચરબી જમા થઇ જાય છે જેનાથી તે પરેશાન થવા લાગે છે અને પોતાની જાતને જાડી સમજવા માંડે છે. ખાસકરીને છોકરીઓ પોતાની કમર અને પેટની આસપાસ જામેલી ચરબીને કારણે ટાઇટ કપડાં નથી પહેરી શકતી અને જો પહેરે છે તો તેમને સારા નથી લાગતા. જો તમે ઇચ્છો છો કે તમારા પેટ અને કમર સરળતાથી ઓછા થઇ જાય તો અહીં આપવામાં આવેલી ટિપ્સ અજમાવી શકો છો.
આપણામાંથી ઘણા બધા લોકો આજે ઓવરવેટ છે અને બહાર નિકળેલી ફાંદથી પરેશાન છે. આવું શરીરમાં એનર્જીનાં ઇમબૅલેંસનાં કારણે થાય છે. આ ઇમબૅલેંસથી ફૅટનાં સેલ્સ બૉડીની અંદર જમા થવા લાગે છે, પરંતુ આ ઇમબૅલેંસને સાજુ કરવા માટે આયુર્વેદ આપણી મદદ કરી શકે છે.પેટનું જાડાપણું ઓછું કરવા માટે હળદર-લિંબુનું પાવરફુલ કૉમ્બિનેશન ખૂબ અસરકારક બની શકે છે. હળદરમાં કૅલ્શિયમ, પોટેશિયમ, સોડિયમ, આયર્ન, મૅગ્નેશિયમ અને ઝિંક જેવા ઢગલાબંધ મિનરલ્સ હોય છે. તેની સાથે જ તેમાં વિટામિન એ, વિટામિન સી અને વિટામિન ઈ, નિયાસિન અને પ્રોટીન વગેરે પણ હોય છે.હળદરને ડાયેટમાં લેવાથી શરીરમાં સોજો નથી આવતો. સાથે જ તેમાંથી મોજૂદ એંટી-ઑક્સીડંટ ગુણો શરીરનું મેટાબૉલિઝ્મ વધારે છે અને ભૂખ ઓછી કરે છે.તેમાં કુર્કૂમિન હોય છે કે જે શરીરમાં ફૅટ જામતા રોકે છે. આ જ રીતે લિંબુમાં વિટામિન સી હોય છે કે જે વારંવાર ભૂખ લાગવાથી રોકે છે અને પેટ સાફ રાખે છે. તેનાથી શરીરનું મેટાબૉલિઝ્મ પણ વધે છે. તો આવો જોઇએ કે આ જાદુઈ કૉમ્બિનેશન કેવી રીતે કામ કરે છે ?
હળદર-લિંબુ-ગરમ પાણી
1 કપ ગરમ પાણીમાં અડધું લિંબુ નિચોવીને નાંખો અને સાથે 1/4 ટેબલ સ્પૂન હળદર મેળવો. આપ તેમાં મિઠાશ માટે 1/8 કપ ટેબલ સ્પૂન મધ પણ મળવી શકો છે. તેને હુંફાળું જ પી જાવો.
હળદર-લિંબુ ગોલ્ડન પેસ્ટ
એક વાટકીમાં લિંબુનો રસ નાંખી તેની સાથે 1/4 ટી સ્પૂન હળદર મેળવો. પછી તેમાં 1/4 ટી સ્પૂન કાળી મરી અને 1/4 ટી સ્પૂન ઑલિવ ઑયલ તેલ નાંખીનું પેસ્ટ બનાવો. આપ આ પેસ્ટને 1-2 ટી સ્પૂન લો અને દિવસમાં બે થી ત્રણ વાર ખાવો. તેને ભોજન બાદ ખાવો, કારણ કે નરણા કોઠે કાચી હળદર ખાવાથી પેટમાં એસિડ વધશે.
હળદર-લિંબુની ચા
મધ્યમ આંચ પર એક પૅનમાં 1 કપ દૂધ ઉકાળો. તેમાં 1/2 ટી સ્પૂન લિંબુનો રસ અને 1/2 ટી સ્પૂન મધ મેળવો અને ઉપરથી થોડુંક વૅનિલા એસેંસ પણ મેળવો. તે પછી તેમાં અડધી ટી સ્પૂન હળદર મેળવો. આચ ધીમી કરો અને પાંચ મિનિટ સુધી ધીમી જ આંચમાં પકાવો. આંચને બંધ કરી આ ચાને ગાળી લો અને ગરમ જ પીવો.
હળદર અને લિંબુનો કૉમ્બો સલાડ
પેટ ઓછું કરવા માટે આપ જે પણ સલાડ ખાવો, તેમાં 1 ટી સ્પૂન હળદર પાવડર અને 2 ટી સ્પૂન લિંબુનો રસ મેળવો. આ ઉપરાંત અડધું ટી સ્પૂન તજ પાવડર પણ મેળવી શકો છો. તેમાં શરીરનો સોજો પણ ઓછો થશે અને આપનું પેટણ પણ ઘટશે.આ રેસિપી લેતી વખતે આપે સાવચેતી રાખવાની જરૂર છે. જો આપને ગઠિયા, કિડની સ્ટોન કે ગૉલ સ્ટોન છે, કોઈ સર્જરી થવાની છે, તો આપ પોતાનાં ડૉક્ટરને આ રેસિપી અંગે પૂછી લો. અને હા, જો આપ પ્રેગ્નંટ છો કે સ્તનપાન કરાવી રહ્યા છો, તો પણ સાવચેતી રાખો.આ સિવાય તમે બીજા પણ ઉપાય કરી શકો છો.ખાનપાન સંતુલિત રાખો – જો તમે જંકફૂડ ખુબ ખાતા રહો છો કે પછી તમને તળેલા પદાર્થો ખાવા પસંદ છે તો તમારે આવા ભોજનથી પરેજી પાળવી જોઇએ. સામાન્ય લોટને બદલે તમે ચણાનો લોટ મિક્સ કરીને રોટલી બનાવી ખાઓ તેનાથી પણ તમને ટ્રીમ થવામાં મદદ મળશે.
મધ છે ફાયદાકારક – મધના અનેક ગુણો છે. તે તમને જાડા થવાની સાથેસાથે પાતળા થવામાં પણ મદદ કરે છે. તમારે દરરોજ સવારે પાણીની સાથે મધનું સેવન કરવું. આનાથી તમે ઝડપથી કમર અને પેટને ઓછા કરી શકશો.ગ્રીન ટી પણ મદદ કરશે – તમે ચા પીવાના શોખીન છો અને તમારે ઝડપથી વજન પણ ઘટાડવું છે તો દૂધની ચા પીવાને બદલે નિયમિત એન્ટીઓક્સિડેન્ટથી ભરપુર ગ્રીન ટી, લેમન ટી કે બ્લેક ટી પીઓ. વાસ્તવમાં દૂધવાળી ચા પીવાથી તમારી સ્થૂળતા વધવાની સંભાવના વધી જાય છે.સવાર-સાંજ ચાલો – તમારે કમર અને પેટની આસપાસની ચરબી દૂર કરવા માટે દરરોજ સવારે થોડીવાર ફરવા જવું અને રાત્રે જમ્યા બાદ પણ ચાલતા ફરવા નીકળવું જોઇએ. આનાથી તમને વધારાની કેલરી બાળવામાં મદદ મળશે અને પેટ-કમરની વધારાની ચરબી ઓછી થશે.
બ્રાઉન રાઇસ
સફેદ રાઇસનું સેવન કરવાનું બંધ કરો અને જો તમને ભાત વગર નથી ચાલી રહ્યું તો તમે તેની જગ્યાએ બ્રાઉન રાઇસનું સેવન કરવું જોઇએ, તેની સાથે આખા અનાજ અને ઓટ્સ ભોજનમાં સામેલ કરો.સ્વીટથી રહો દૂરચરબી ઓછી કરવા માટે સ્વીટ વસ્તુથી દૂર રહો. તે સિવનાય તેલ વાળા ખોરાકથી પણ દૂર રહો. તેનું વધારે સેવન કરવાથી પેચ અને સાંથળ પર ચરબી એકઠી થવા લાગે છે.જેથી સ્વીટ વસ્તુથી દૂર રહેવું જોઇએ.દિવસભર વધારે પ્રમાણમાં પાણી પીઓ. નિયમિત રીતે પાણી પીતા રહેવાથી તમારા મેટાબોલિજ્મ વધી જાય છે અને તમારા શરીરમાંથી ઝેરી તત્વોને બહાર નીકાળે છે. જેથી તમારુ શરીર સ્વસ્થ રહે છે.
કાચા લસણનું સેવન
સવારે કાચી લસણ ખાવાથી તમારા શરીરને ખૂબ ફાયદા થાય છે. રોજ સવારે લસણની 2-3 કળી ખાવી અને તે બાદ લીંબુ પાણી પીવાથી તમને ઘણો ફાયદો થશે અને તમારું વજન ઝડપથી ઓછું થશે. સાથે પેટની ચરબી ઓછી થાય છે.
શાક- ફળનુ સેવન
ખોરાકમાં ફળ અને શાકનું સેવન કરો. સવારે એક વાટકી ફળની સાથે શાક ખાવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. તેનાથી તમારું પેટ પણ ભરેલું રહેશે. તે સિવાય તમને વધારે પ્રમાણમાં એન્ટી ઓક્સીડેંટ્સ, મિનરલ અને વિટામીન મળશે.
મસાલેદાર ખાવાનાથી દૂર
ભોજન બનાવતી સમયે વધારે મસાલાનો ઉપયોગ ન કરો. તજ, આદુ અને કાળામરીનો ઉપયોગ ભોજન બનાવતી વખતે કરવો જોઇએ. આ મસાલામાં સ્વાસ્થ્ય માટે ફાયદાકારક તત્વ રહેલા છે. તેનાથી તમારી ઇન્સ્યુલિન ક્ષમતા વધે છે અને સાથે જ લોહીમાંથી સુગરનું પ્રમાણ ઓછું થાય છે.
બદામ
બદામમાં વિટામીન ઇ અને પ્રોટીન સિવાય ફાઇબર વધારે પ્રમાણમાં હોય છે. જેથી વ્યક્તિનું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. જોકે તેમા કેલરીનું પ્રમાણ ઓછું હોય છે. પરંતુ તેનાથી પેટની ચરબી વધતી નથી.
સલાડ ખાઓ
તમારે તમારા નિયમિત આહાર મા નિત્યપણે પૂરતા પ્રમાણ મા સલાડ નો ઉપયોગ કરવો. જયારે પણ ભૂખ લાગે ત્યારે વેફર ની જગ્યાએ સલાડ જેવા કે ગાજર, કાકડી, ફ્ગાવેલા મગ, ચણા નું સેવન કરવું જોઈએ.
ભોજન લીધા બાદ ૧૫ મિનીટ માટે ટહેલવા ની ટેવ પાડો
બપોર ને સમયે આરોગવામા આવેલ ભોજન હોય કે પછી રાત્રી નુ ભોજન નિયમિત ભોજન લીધા બાદ ૧૫ થી ૨૦ મિનીટ માટે ચાલવાની ટેવ પાડો. ઘર હોય કે પછી ઓફિસ, આપણે જ્યાં પણ જમ્યા હોઈએ ત્યારબાદ આપળી આજુ બાજુ જો કોઈ પાર્ક હોય તો ત્યાં સુધી ચાલવા જવું અને ત્યાં પણ ચાલવું. ભોજન આરોગ્યા બાદ જો તરત જ સુવા મા આવે અથવા તો કોઇપણ બેસી ને કામ કરવામા આવે તો વજન મા વધારો થાય છે અને પેટ પણ બહાર નીકળતું જાય છે.
ઓવરઈટિંગ ના લીધે થાય છે વજન મા વધારો
ઓવર ઈટિંગ નો અર્થ થાય છે કે જયારે માણસ ને ભૂખ લાગી હોય અને તે તેના કરતા વધુ ભોજન આરોગે તો તેના શરીર મા વજન નો વધારો થાય છે. આ માટે જયારે પણ જમવા બેસો તો ત્યારે જેટલી ભૂખ હોય તેટલું જ ભોજન આરોગો.નિયમિત ત્રણ થી ચાર લીટર પાણી પીઓજો તમે તમારો વજન ઘટાડવા ઇચ્છતા હોય તો દિવસ દરમિયાન દસ થી બાર ગ્લાસ પાણી અટેલે કે ત્રણ થી ચાર લીટર જેટલું પાણી પીવા નો નિયમ લઇ લો. આટલું પાણી જો રોજ પીવા મા આવે તો તેના થી શરીર નું મેટાબોલિઝમ સારી રીતે કાર્ય કરે છે અને સાથોસાથ જમવાનું પાચન પણ સારી રીતે થાય છે.