Breaking News

વજન ઓછું કરવું છે તો એના માટે રામબાણ છે આ 5 યોગાસન,10 જ દિવસમાં જોવા મળશે અસર…

હાલ મોટેભાગે બધા માણસો ને સ્થૂળતા ને લીધે શરીર મા વજન નો વધારો જોવા મળે જ છે અને આ વધતા વજન ને નિયંત્રિત કરવા માટે માણસો જાત-જાત ના નિત નવા પ્રયોગ કરતા હોય છે. હાલ આમ જો જોવા જઈએ તો મોટેભાગે માણસો કસરત, ઘરેલુ નુસ્ખાઓ, ડાયેટિંગ જેવા ઘણા પ્રયોગો કરવા છતાં પણ જો વજન ઓછુ ન થતું હોય તો તેનું એકમાત્ર કારણ એ જ હોઈ શકે કે તમારી જીવનશૈલી કદાચ ખોટી છે.દુનિયાના મોટાભાગના લોકોને સતાવતી શારીરિક સમસ્યાઓમાંથી એક છે સ્થૂળતા. અનિયમિત લાઈફસ્ટાઈલ, ખોરાકના કારણે યુવાનોની કાયા પણ સ્થૂળ થઈ જાય છે. આ ઉપરાંત સીડી ચઢવા કે ઉતરવામાં શ્વાસ ચઢવો, કમર અને પગમાં દુખાવા જેવી તકલીફો જ્યારે નાની ઉંમરમાં વજનના કારણે થઈ જાય ત્યારે સમયસર વધેલા વજનને કાબૂમાં લઈ લેવું જોઈએ.

જો આપણા શરીર મા વજન થોડુ ઘણું પણ ઓછુ થશે તો ખાવા પીવા મા પૌષ્ટિક તત્વો ની ખામી ને લીધે શરીર નબળું પડતું જાય છે તેના લીધે શરીર ની રોગપ્રતિકારક મા પણ ઘટાડો આવે છે જેથી બીમારી ની શક્યતાઓ મા વધારો જોવા મળે છે. આ માટે જ શરીર ના વજન ઓછુ કરવા માટે એવા પ્રયોગ કરવા કે જેથી શરીર નુ વજન પણ ઓછુ થાય અને શરીર ને નુકશાન પણ ના પોહચે. તો નીચે જણાવેલા ઉપાયો ના ઉપયોગ કરવા થી વજન મા ઘટાડો થશે અને એ પણ કોઈ શારીરિક નુકશાની વિના.વજન જો નિયંત્રણમાં ન હોય તો તેના કારણે ડાયાબિટીસ, હૃદયની બીમારીઓ પણ થઈ શકે છે. વધેલા વજનના કારણે આત્મવિશ્વાસ પણ ડગમગી જાય છે. તો ચાલો આજે તમને જણાવીએ વજન ઘટાડવા માટેનો સૌથી સરળ રસ્તો. આ ઉપાય એટલા અસરકારક છે કે તેની અસર તમને 10 દિવસમાં જ જોવા મળશે.

સૂર્ય નમસ્કાર

વજન ઘટાડવા માટે સૂર્ય નમસ્કાર સૌથી પ્રભાવી આસન છે. 1 સૂર્ય નમસ્કારમાં અલગ અલગ 12 આસન હોય છે. આ 12 આસનનો પ્રભાવ શરીરના દરેક ભાગ પર પડે છે. તેનાથી ગરદન, ફેંફસા, પાંસળા, સ્નાયૂ પણ મજબૂત થાય છે. નિયમિત રીતે સૂર્ય નમસ્કાર કરવાથી શરીરની વધારાની ચરબી ઓગળી જાય છે.

ભુજંગાસન

આ આસનને કરવાથી શરીરમાં ઓક્સીજન ભરાય છે. આ આસન ઝડપથી વજન ઘટાડવા માટે ઉપયોગી છે. આ આસનને દિવસભરમાં 10 વાર કરવામાં આવે તો કૂલ્હા તેમજ પેટના નીચેના ભાગની ચરબી ઉતરી જાય છે.

ધનુરાસન

આ આસન વજન ઘટાડવાની સાથે સાથળ, પેડુ, છાતીનની વધારાની ચરબી પણ ઘટાડે છે. સામાન્ય કસરતો કરીને પણ શરીરના જે ભાગની ચરબી ઘટતી નથી તે ભાગની ચરબી આ આસનથી ઘટી જાય છે. આ આસન કરવાથી પેટમાં ખેંચાણ થાય છે અને શરીરમાં લચક આવે છે.

ત્રિકોણાસન

મહિનાઓથી કસરત કર્યા બાદ પણ વજન ઘટતું ન હોય તો આ આસન તમારા માટે એકમાત્ર ઉપાય છે. આ આસન નિયમિત કરવાથી શરીરની કેલેરી ઘટે છે. આસન શરૂ કર્યાના થોડા જ દિવસોમાં કમરની ચરબી ઘટવા લાગે છે.

વીરભદ્રાસન

આ આસનથી સાથળ, પેટ, નિતંબની ચરબી દૂર થાય છે. તેનાથી શરીરની આંતરિક શક્તિ પણ વધે છે. આ આસન નિયમિત કરનાર લાંબા સમય સુધી કામ કરે તો પણ થાક જણાતો નથી. આ આસન હાથના બાવળા અને ખભાને ટોન પણ કરે છે.ભોજન લીધા બાદ ૧૫ મિનીટ માટે ટહેલવા ની ટેવ પાડોબપોર ને સમયે આરોગવામા આવેલ ભોજન હોય કે પછી રાત્રી નુ ભોજન નિયમિત ભોજન લીધા બાદ ૧૫ થી ૨૦ મિનીટ માટે ચાલવાની ટેવ પાડો. ઘર હોય કે પછી ઓફિસ, આપણે જ્યાં પણ જમ્યા હોઈએ ત્યારબાદ આપળી આજુ બાજુ જો કોઈ પાર્ક હોય તો ત્યાં સુધી ચાલવા જવું અને ત્યાં પણ ચાલવું. ભોજન આરોગ્યા બાદ જો તરત જ સુવા મા આવે અથવા તો કોઇપણ બેસી ને કામ કરવામા આવે તો વજન મા વધારો થાય છે અને પેટ પણ બહાર નીકળતું જાય છે.

જો તમે તમારો વજન ઘટાડવા ઇચ્છતા હોય તો દિવસ દરમિયાન દસ થી બાર ગ્લાસ પાણી અટેલે કે ત્રણ થી ચાર લીટર જેટલું પાણી પીવા નો નિયમ લઇ લો. આટલું પાણી જો રોજ પીવા મા આવે તો તેના થી શરીર નું મેટાબોલિઝમ સારી રીતે કાર્ય કરે છે અને સાથોસાથ જમવાનું પાચન પણ સારી રીતે થાય છે.અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ કરો – જો તમે ખાવાપીવાના ઘણાં શોખીન છો અને તમારી આ ટેવથી પરેશાન છો તો તમારે અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર ઉપવાસ કરવો જોઇએ. તમે ઇચ્છો તો અઠવાડિયામાં એક દિવસ પ્રવાહી પદાર્થો પર પણ રહી શકો છો. આમાં પાણી, લીંબુ પાણી, દૂધ, જ્યુસ, સુપ વગેરે વસ્તુઓને પ્રાથમિકતા આપો. તમે ઇચ્છો તો એક દિવસ સેલેડ કે ફળાહાર પણ લઇ શકો છો. જેમાં તમે માત્ર પળ કે સેલેડ જ ખાઓ. સેલેડ ખાઇને વજન ઘટાડવામાં તમને મદદ મળશે.

સંતુલિત આહાર: ભૂખથી વધારે ખાવું તે વજન વધવાનું મુખ્ય કારણ બની શકે છે. તેથી પ્રયત્ન કરો કે તમારી આહાર પ્રણાલી સંતુલિત હોય. દિવસનું ભોજન શારીરિક શ્રમઅનુસાર તેમજ રાત્રિનું ભોજન હલકું તેમજ સુપાસ્ય હોવું જોઈએ.નિયમિત સમય પર જમો: નિયમિતતા કોઈ પણ વસ્તુ માટે મહત્વની છે. નિયમિત સમયે જમવાથી પાચન ક્રિયા સારી રહે છે. અને સાથે સાથે વધારે ખાવાથી પણ બચી શકીએ છીએ. રાત્રિનું સુતા પહેલા બે ત્રણ કલાક પહેલા જામી લેવું જોઈએ.

ધીમે ધીમે ખાવું: જમવા સમયે દરેક કોળીયો ઓછામાં ઓછા 15 વાર ચાવવો જી તેનાથી પાચન તંત્ર પણ સારું રહે છે. અને જરૂરિયાત કરતા વધારે જમવાની આદતથી પણ બચી શકાય છે. એક સર્વે દ્વારા જાણવામાં આવ્યું છે કે જેટલું ઝડપથી તમે ખાઓ છો તો તમે વધારે માત્રામાં જમો છો.થોડા થોડા અંતરે જમવું: એક જ સમયે વધારે ખોરાક લેવાને બદલે જો તમે તેટલો ખોરાક બે ભાગમાં વહેંચી બે વાર ખાઓ તો તે વહ્દરે સારું રહે છે અથવા થોડો થોડો કરી ૩ થી 4 વાર લેવાથી વધારે અસરકારક નીવડે છે.

About Admin

Check Also

શિયાળામાં આ ડ્રાયફ્રૂટ્સ ખાવાનું ફાયદાકારક છે, ફાઈબરથી ભરેલું આ ડ્રાયફ્રૂટ્સ સ્વાસ્થ્યને આપશે ઘણા ફાયદા

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, શિયાળામાં લોકો પાસે ખાવાના ઘણા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *