સ્વરપેટીને લગતો કોઇ રોગ થાય ત્યારે અવાજ બેસી જાય છે અથવા ઘસાઇ જતો હોય તેવું લાગે. આવું થવા માટે અનેક પ્રકારનાં કારણો હોઇ શકે. સ્વરપેટીમાં જન્મથી ગાંઠ હોવી, વધારે પડતું બોલવું, ચીસો પાડવી, ખરાબ રીતે ગાવું, ઇજા થવી, ઇન્ફેકશન થવું વગેરે જેવાં અનેક કારણો અવાજ બેસી જવા માટે જવાબદાર હોય છે. સ્વરપેટીમાં સોજો આવવો અથવા ગાંઠ થવાથી પણ અવાજ બેસી જાય છે. સ્વરપેટીની નસમાં પેરેલિસિસ થવાથી પણ અવાજ બેસી જાય છે. કેટલાક પ્રકારની થાઇરોઇડની, હૃદયની તથા કિડનીની બીમારીમાં પણ અવાજ ઉપર અસર પડતી હોય છે.
બીમારી નક્કી કરવા માટે લેરીન્ગોસ્કોપી, સી.ટી. સ્કેન, એક્સ-રે મદદરૂપ થાય છે. રોગ નક્કી થાય પછી સારવાર કરાવવી હિતાવહ છે. હોમિયોપથીમાં બેસી ગયેલા અવાજ માટે અથવા ખોખરા અવાજ માટે કેટલીક ઉપયોગી દવાઓ છે. ઠંડી હવાને કારણે ગળામાં ઇન્ફેકશન થવાથી અવાજ બેસી જાય તો કોસ્ટિકમ, ક્રયુપ્રમ, હેપાર સલ્ફ, મર્કસોલ જેવી દવાઓ વપરાય છે.
વારંવાર અવાજ બેસી જતો હોય તો પણ ઉપર જણાવેલ દવાઓ ઉપરાંત ફોસ્ફરસ, સીલીસિયા, મેંગેનેમ વગેરે દવાઓ ઉપયોગમાં આવે છે. જેમનો વ્યવસાય વધારે પડતું બોલવા સાથે સંકળાયેલો હોય દા.ત. શિક્ષક અથવા ગાયકોમાં એરમ ટ્રીફાયલમ, કેપ્સીકમ, રસટ્રીકસ, કાલીફીસ જેવી દવાઓ અણીના સમયે કામમાં લાગે છે. આ સિવાય પણ ઘણી બધી દવાઓ છે જે દર્દીની શારીરિક અને માનસિક પ્રકૃતિનો અભ્યાસ કર્યા બાદ આપવામાં આવે છે.
સ્વરપેટીને ઇજા પહોંચી હોય તો અનિકા, હાયપેરીકમ, રસટ્રીકસ જેવી દવાઓ વપરાય છે. જો પેરેલિસિસની અસર હોય તો કોસ્ટિકમ, લેકેસીસ, પ્લમ્બમ, જેલ્સેમીયમ જેવી દવાઓ નસને નબળી બનતાં અટકાવે છે. આ માટે દર્દીના વૈકલ્પિક ઈતિહાસની વિગતોને આધારે કેસ-સ્ટડી કરવામાં આવે છે ત્યારબાદ દવા નક્કી કરવામાં આવે છે. જો યોગ્ય માર્ગદર્શન હેઠળ આ દવા લેવામાં આવે તો અવાજ બેસી જવાની તકલીફમાંથી છુટકારો મેળવી શકાય છે.‘
જેઠીમધ, આંબળાં અને સાકરનો ઉકાળો પીવાથી લાભ થાય છે.
ભોજન પછી કાળા મરી ઘીમાં નાખી ખાવાથી લાભ થાય છે.
બહેડાની છાલને ગોમૂત્રમાં ભાવિત કરી ચૂસવાથી અવાજ સૂરીલો થાય છે.દસ દસ ગ્રામ આદુ અને લીંબુના રસમાં 1 ગ્રામ સિંધવ મેળવી દિવસમાં ત્રણ વાર ભોજન પહેલા ધીરે ધીરે પીવાથી અવાજ મધુર થઇ જાય છે.ઘોડાવજનું ચૂર્ણ મધ સાથે લેવાથી અવાજ સૂરીલો બને છે અને ગમે તે કારણે બેસી ગયેલો અવાજ ખૂલે છે.
દરરોજ રાતે જમવામાં ગોળ નાખી રાંધેલા ચોખા ખાવાથી અવાજ સુરીલો બને છે.
આંબાના મોરમાં ખાંડ મેળવીને ખાવાથી બેસી ગયેલું ગળું ઉઘડે છે.
ત્રિફલા, ત્રિકુટ અને જવાખારનું ચુર્ણ પાણીમાં આપવાથી બેસી ગયેલું ગળું ખૂલી જાય છે.કોળાનો અવલેહ (જૂઓ અનુક્રમ) ખાવાથી સ્વરભેદ મટે છે.
ગરમ કરેલા દૂધમા ચપટી હળદર નાખી રાત્રે પીવાથી સાદ બેસી ગયો હોય તો તે ઉઘડે છે.
ગળા પાસે વધુ પડતું કામ લેવાને કારણે સ્વરહાનિ થઇ હોય તો જાંબુના ઠળિયાનો બારીક પાઉડર એકાદ નાની ચમચી જેટલો લઇ મધ સાથે દિવસમા બે ચાર વાર નિયમિત ચાટતા રહેવુ.
એક કપ પાણીમાં એક મોટો ચમચો ઘઉં નાખી ઉકાળી ગાળીને પીવાથી દબાઇ ગયેલો અવાજ ઉઘડવા લાગે છે.આંકડાના ફૂલના 3-4 રેવડામાં 2-3 મરી નાખી, ઝીણું વાટી મોંમા રાખવાથી બળતરા થશે અને કફ છૂટોપડશે. પછી થોડી જ વારમાં અવાજ ખૂલી જશે.ગરમ પાણીમાં હિંગ નાખી પીવાથી ગળું બેસી ગયુ હોય તો તે મટે છે.પાકું દાડમ ખાવાથી અવાજ બેસી ગયો હોય તો તે ખુલશે.રાત્રે શેકેલા ચણા ખાઈ ઉપર ગરમ પાણી પીવાથી અવાજ બેસી ગયો હોય તો ખુલશે.
બોરડીની છાલનો કકડો ચૂસવાથી અવાજ બેસી ગયો હોય તો તે ખુલશે.લવીંગને જરા શેકી મોંમા રાખી ચૂસવાથી ગળાનો સોજો મટે છે.ભોજન કર્યા પછી મરીનું ચૂર્ણ ઘી સાથે ચાટવાથી અવાજ બેસી ગયો હોય તો ખુલશે.સાકરની ગાંગડી મોં માં રાખી ચુસવાથી અવાજ બેસી ગયો હોય તો ખુલશે.