દરેક છોકરીને સુંદર લાગવું તો ગમતું જ હોય છે. આ માટે વાત વાળાની હોય કે ત્વચાની માનુનીઓ બહુ મહેનત કરતી હોય છે. પરંતુ શરીરના કેટલાગ ભાગ એવા હોય છે, જેના પર આપણું ધ્યાન જ નથી પડતું, તેમાંનું એક છે ગળું. ચહેરાને સુંદર બતાવવા બધાં બહુ મહેનત કરતાં હોય છે, પરંતુ ગળાને તો ભૂલાઇ જ જાય છે, જેના કારણે ચહેરા કરતાં ગળાનો ભાગ શ્યામ લાગે છે. જેના કારણે ચહેરાની સુંદરતા પણ ઝાંખી પડે છે.શરીર કરતા ગરદન કાળી પડે તે અવસ્થાને અકેંથિસિસ્નિગ્રિકેન્સ કહેવામાં આવે છે. ગરદનની સુંદરતાને ખરાબ કરવા માટે ગરદન પર પડતી કરચલીઓમાં મેલ ભરાઈ જાય છે જેને કારણે ગરદન કાળી અને ખરાબ દેખાય છે.ગરદન કાળી પડવા પાછળ અનેક કારણ છે. ગરદનની બરાબર સફાઈ ન રાખવામાં આવે તો તેમાં ધૂળ અને ગંદકી ભરાઈ જાય છે જેને કારણે તે કાળી દેખાય છે. ઘણી વાર તમે લાંબો સમય સુધી તાપમાં રહો તો ત્યાં મેલેનિન બનવા માંડે છે જેને કારણે પહેલા કરતા ગરદન કાળી થઈ જાય છે.
પસીનો પણ હોઈ શકે કારણઃ
જો તમને વધારે પરસેવો થતો હોય તો પણ ગરદન કાળી પડી શકે છે. લાંબો સમય પરસેવો થાય તો યૂરિક એસિડને કારણે તમારી ગરદનની ત્વચા કાળી થઈ જાય છે.આપણે પોતાના ચહેરાને સુંદર બનાવવા માટે અલગ-અલગ પ્રકારના ક્રીમ અને ઘરેલુ ઉપચારોનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ પોતાના ગળા અને કોણીની સફાઈ કરવાનુ ભૂલી જાવ છો. માત્ર ચહેરો વ્હાઈટ દેખાઈ અને બાકીનો ભાગ કાળો નજર આવે તો તમારી સુંદરતા પર દાગ લાગી શકે છે. તેથી તે ખૂબ જ જરૂરી છે કે, તમે પોતાના ચહેરાની સાથે-સાથે પોતાના ગળા અને કોણી પર પણ તેટલુ જ ધ્યાન આપો. આજે અમે તમારા માટે એક એવી ટ્રિક લઈને આવ્યા છીએ, જેથી માત્ર 15 મિનિટમાં તમારી કાળી ગરદનને બિલકુલ દુધની જેમ સાફ અને ગોરી થઈ જશે. આ ઉપાયને દર 15 દિવસમાં એક વખત કરવાથી ખૂબ જ રાસુ રિઝલ્ટ મળી શકે છે. તો આવો જાણીએ શું છે તે…સૌ પ્રથમ આપણે એક ખૂબ સરળ ઉપાય વિશે વાત કરીશું જેમાં તમારે વધારે મહેનત કરવાની જરૂર નથી અને આ માટે તમારે ફક્ત બે જ વસ્તુઓની જરૂર પડશે, લીંબુનો રસ અને ગુલાબજળ.કેવી રીતે ઉપયોગ કરવોએક તાજો લીંબુ લો અને તેના રસને ગુલાબજળ સાથે મિક્સ કરો. આ પછી, તેને તમારા ગળા પર લગાવો અને તેને રાતોરાત છોડી દો. સવારે ઉઠીને તેને પાણીથી ધોઈ લો. કાળી ગરદન વાજબી થવા માંડશે
બનાવવાની રીત.
લીંબુને અડધુ કાપી લો બાદમાં અડધા વધેલા લીંબ પર નમક છાંટો. એક બાઉલમાં ખાવાનો સોડા નાખો. તમે ઈચ્છો તો તેની જગ્યા પર ઈનો પણ નાખી શકો છો. હવે ઉપરથી વ્હાઈટ ટૂથપેસ્ટ નાખો. તમારી પેસ્ટ તૈયાર છે.લગાવવાની રીતબેકિંગ સોડા તમારી સ્કીન માટે ખૂબ જ ફાયદાકારક છે. આ પ્રકૃતિરૂપથી એસિડિક હોય છે. તેથી તમે તમારી સ્કીનના પીએચ સ્તરને સંતુલિત કરે છે. તેથી આ સ્કીનને ચમકદાર બનાવી શકે છે. આ સ્કીનમાંથી મૃત કોશિકાઓને એક્સફોલિએટ કરવામાં પણ મદદ કરે છે. આ સ્કિનમાંથી ખીલ-ડાધને પણ મટાડે છે. તેને સ્કિન પર લગાવવાથી સ્કીનનો મેલ સાફ થઈ જાય છે અને સ્કિન બ્રાઈટ બની જાય છે.
સ્કીન માટે ટૂથપેસ્ટ છે લાજવાબ
સુંદર ચમકતા દાંત માટે જે ટૂથપેસ્ટનો તમે વપરાશ કરો છો, તે સ્કિનને સાફ કરવામાં ખૂબ જ મદદગાર છે. આ તમારી સુંદરતાને નિખારી શકે છે. તેને સ્કીન પર લગાવવાથી પોર્સ બંધ થઈ જાય છે, સ્કિન ટાઈટ થઈ જાય છે અને ચહેરાનો ગ્લો વધી જાય છે. વાઈટનિંગ પ્રોપર્ટીવાળા ટૂથપેસ્ટ સનટેનને દૂર કરવામાં ફાયદાકાર છે.બે ચમચી લીંબુના રસમાં મધ મિક્સ કરી પેસ્ટ બનાવી લગભગ અડધો કલાક ગળા પર લગાવી રાખવું. ધોતી વખતે ગળવા હાથે મસાજ કરવાથી કચરો સાફ થઈ જશે. મધ અને લીંબુની આ પેસ્ટ સ્કીનને સાફ કરવાથી સાથે-સાથે મુલાયમ અને ચમકીલી પણ બનાવે છે.લીંબુના રસમાં થોડી હળદર ઉમેરો. તેને ગળા પર લગાવો અને તેને 10-15 મિનિટ માટે મૂકો.હવે ગરમ પાણીથી ધોઈ લો. તમારી ત્વચા ગ્લો કરશે. આ ઉપાય કર્યા પછી તડકામાં તરત જવાનું ટાળો.
ઓટ્સ સ્ક્રબ
ત્રણ ચાર ચમચી ઓટ્સ લઈને સરખી રીતે પીસી લો. પછી તેમાં બે ચમચી ક્રશ કરેલું ટામેટું મિક્સ કરી પેસ્ટને વીકમાં બે-ત્રણવાર ગળા પર લગાવવી. ઓટ્સ સ્ક્રબની જેવી અસર ચહેરા પર જોવા મળે છે તેવી જ ગળા પર પણ જોવા મળે છે. થોડા જ સમયમાં તમને તેનું રિઝલ્ટ દેખાવા લાગશે.
ખીરા કાકડી
ખીરાની પેસ્ટ બનાવી તેમાં ગુલાબજળ મિક્સ કરી ગળા પર લગાવી 10 મિનિટ રહેવા દેવું. પાણીથી ધોતાં પહેલાં બરાબર મસાજ કરવો. કાળાશ દૂર થવા લાગશે. હેલ્થ માટે ખીરાનો ઉપયોગ જેટલો થાય છે એટલો જ બ્યૂટી માટે પણ થાય છે. ત્વચાને ઠંડક આપવાની સાથે-સાથે બ્યૂટી પણ આપે છે.
દહીં
દહીં સ્કીનને કુદરતી નિખાર આપે છે. એક મોટી ચમચી દહીંમાં થોડી હળદર મિક્સ કરી પેસ્ટ બનાવી ગળા પર મસાજ કરો. થોડા જ દિવસોમાં અસર જોવા મળશે. ત્વચાને નીખારવા માટેના ઘરેલું નૂસખાઓમાંનો એક ઉપાય છે દહીં. બહુ સરળ એવા આ ઉપાયનું પરિણામ બહુ જલદી મળે છે.
કાચું પપૈયું
ગળા પર કાચા પપૈયાની પેસ્ટ લગાવી 20 મિનિટ સુધી રહેવા દેવું. ત્યારબાદ સાદા પાણીથી ધોઇ દેવું. વીકમાં બે વાર આ ઉપાય કરવો. ક્રશ કરેલું કાચું પપૈયું સ્કીન માટે બહુ ફાયદાકારક છે. વીકમાં બે વાર આ ઉપાય કરવાથી ગળાની કાળાશ દૂર થવા લાગે છે.
બેસન (ચણાનો લોટ) :
જો તમે ગળાની કાળાશથી છુટકારો મેળવવા માંગો છો, તો એના માટે તમે બેસનમાં અડધી ચમચી સરસીયાનું તેલ અને ચપટી હળદર મિક્ષ કરીને પેસ્ટ તૈયાર કરો. આ આ પેસ્ટને પોતાના કાળા ગળા પર લગાવી ઓછામાં ઓછું 15 મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ આને થોડું ધસી લો અને પાણીથી ધોઈ લો.
વિટામિન ઈ ઓઈલ :
વિટામિન ઈ માં રંગને સાફ કરવા વાળા નેચરલ ગુણ રહેલા હોય છે. જો તમે પોતાના ગળાની કાળાશથી છુટકારો મળેવવા માંગો છો, તો એના માટે વિટામિન ઈ ના 2 થી 3 કેપ્સુલ લેવ અને આને પોતાના ગળા પર મસાજ કરો. થોડાક જ દિવસોમાં પોતાના ગળામાં ફરક દેખાવા લાગશે.
બટાકાનો રસ :
જુના સમયથી જ ત્વચાનો રંગ ગોરો કરવા માટે બટાકાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તમે કાચા બટાકાને ઘસીને સીધા ગળામાં લગાવી શકો છો. અથવા ધસેલા બટાકાનો રસ અને લીંબુનો રસ એક સાથે મિક્ષ કરીને ગળા પર લગાવો અને 20 મિનિટ પછી ઠંડા પાણીથી ધોઈ લો.
એલો વેરા :
એલો વેરા ત્વચાને તરત સારું કરવા માટે સારું પરિણામ આપે છે. આને લગાવવા માટે એલોવેરાનો રસ લો અને તેને ગળા પર લગાવો અને 20-30 મિનિટ સુધી લગાવીને છોડી દો. પછી તેને સાદા પાણીથી ધોઈ લો. આ વિધિને દરરોજ કરો અને પછી પરિણામ જુઓ.
મુલ્તાની મીટ્ટી
એક ચમચી મુલ્તાની મીટ્ટી, એક ચમચી ચંદન પાવડર અને એક ચપટી હળદર અને એક ચમચી દૂધ મિક્ષ કરીને પેસ્ટ બનાવો અને તેને 15 મિનિટ સુધી ગળામાં રાખો, પછી તેને ધોઈ લો. આ તમારી ગળાની ત્વચાને ખૂબ નરમ રાખશે અને થોડા દિવસોમાં રંગ સ્પષ્ટ થઈ જશે.
ક્રીમ અને લીંબુ.
ગળાને શુધ્ધ પાણીથી ધોઈ લો અને રાત્રે સૂતા પહેલા સાફ કરો. એક ચમચી મિલ્ક ક્રીમ, લીંબુનો રસ અને ગ્લિસરિન મિક્સ કરીને ગળાની માલિશ કરો.