પિતાની નજર પોતાની પુત્રી સાક્ષાત્ લક્ષ્મી રૂપ હોય છે. એટલા માટે પુરુષો મોટેભાગે પોતાની ઘરે પુત્રી જન્મ લે તેવી ઈચ્છા રાખતા હોય છે.કારણે પિતા જાણે છે.કે પુત્રી હસે તો જ્યારે હું બીમાર પડી ત્યારે, તે પોતાની સાસરી માંથી મારી સંભાળ લેવા માટે જરૂર આવશે. અને જો પુત્ર હસે તો મને લાગે છે કે કદાચ મારી દેખ રેખ પણ નહિ રાખી શકે.એટલા માટે દરેક પુરુષને ઈચ્છા હોય છે કે તેના ઘરે પણ પુત્રીનો જન્મ થાય.પરંતુ પિતા અને પુત્રીના પવિત્ર સંબંધોને લાંછન લગાવતો એક કિસ્સો મુંબઈમાં સામે આવ્યો છે. ફેશન ડિઝાઈનર પિતાને પોતાની જ સગીર પુત્રીઓનું જાતિય શોષણ કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. પોક્સો કોર્ટે આરોપી ફેશન ડિઝાઈનરને પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. પીડિત પુત્રીઓની ઉંમર 17 અને 13 વર્ષ છે અને તેઓ સતત બે વર્ષથી પિતાની હવસનો શિકાર બની રહી હતી.
પુત્રીએ જ્યારે પિતાની આ કરતુતનો વિરોધ કર્યો તો તેને ભણવા માટે પૈસા આપવા અને ઘરની બહાર કાઢી મૂકવાની ધમકી આપી હતી. જો કે બાદમાં ધો. 11માં અભ્યાસ કરતી 17 વર્ષની પીડિત પુત્રીએ સમગ્ર હકિકતથી તેની માતાને વાકેફ કરી અને આપવીતી જણાવી હતી. જ્યારે માતાએ આ અંગે પતિને પૂછ્યું તો હવસખોર પિતાએ તેની પુત્રી અને પત્નીને ફટકાર્યા હતા.
ત્યારબાદ બન્નેએ પોલીસ સ્ટેશનમાં જઈને પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. સગીરાએ નિવેદનમાં જણાવ્યું હતું કે તેને તારીખ બરોબર યાદ નથી પરંતુ છેલ્લા બે વર્ષથી તેનો પિતા તેનું જાતિય શોષણ કરી રહ્યો છે. ઘરમાં તે માતા-પિતા સાથે રહે છે તેમજ તેની વધુ બે બહેનો છે જેમની ઉંમર 13 અને 10 વર્ષ છે. આ ઉપરાંત એક ત્રણ વર્ષનો નાનો ભાઈ પણ છે. પીડિતાએ જણાવ્યું કે તેના દાદા-દાદી પણ સાથે રહે છે.
સગીરાએ પોલીસને જણાવ્યું કે તેની બીમાર માતા ઘરના નીચેના હિસ્સામાં રહે છે જ્યારે તેઓ ઉપરના માળે અભ્યાસ કરતી હતી, ત્યારે પિતાએ સૌપ્રથમ વખત ખરાબ નજર નાંખી હતી. સગીરાએ પોલીસને આપવીતી વર્ણવતા કહ્યું કે તેને ખ્યાલ નથી કે તેની સાથે શું થઈ રહ્યું છે પરંતુ તે જ્યારે પિતાને પ્રશ્ન કરતી તો તેઓ તેને મારપીટ કરતા અને તેના નાના ભાઈને જાનથી મારી નાંખવાની ધમકી આપતા હતા.
હોટેલમાં ધંધો કરાવવાની આપી ધમકી, પિતા દ્વારા ત્યારબાદ અનેક મહિનાઓ સુધી તેનું જાતિય શોષણ કરાયું હોવાનું પુત્રીએ આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ ગત નવેમ્બર-ડિસેમ્બરમાં જ્યારે તેની નાની બહેન ટીવી જોઈ રહી હતી ત્યારે તેના પિતાએ નાની બહેન સાથે પણ કુકર્મ આચર્યું હતું. પીડિતાએ જણાવ્યું કે જ્યારે નાની બહેન બૂમો પાડવા લાગી તો તેણે પિતાને રોકવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ પિતાએ તેનું પણ જાતિય શોષણ કર્યું હતું.
પીડિતાએ વધુમાં જણાવ્યું કે તેના પિતાએ તેને અને તેની માતાને હોટેલમાં ધંધો કરાવવા અને અન્ય પુરૂષો સાથે શારીરિક સંબંધ બાંધીને પૈસા કમાવવાની ધમકી પણ આપી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ અલગ-અલગ કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે. સોમવારે સવારે ઘરેથી જ આરોપી પિતાની ધરપકડ કરવામાં આવી હતી.
બીજો એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક પિતા પોતાનીજ પુત્રી પર સતત પાંચ વર્ષ સુધી શારીરિક સંબંધ બાંધ્યા હોવાની ચોકવાનારી ઘટના સામે આવી છે.મકરપુરા વિસ્તારમાં રહેતા ડ્રાઇવરે ખુદની જ સગી પુત્રી પર સતત પાંચ વર્ષ સુધી બળાત્કાર ગુજાર્યો હતો. પિતા થકી સગર્ભા બનેલી પુત્રીના ગર્ભપાત કરાવવામાં આવ્યો હતો. આ ગર્ભ પિતા થકી જ પુત્રીને રહ્યો હોવાની ડી.એન.એ. રિપોર્ટ પણ આવ્યો હતો. તમામ પુરાવાઓના આધારે સ્પેશ્યલ કોર્ટે નરાધમ પિતાને ૧૪ વર્ષની સખત કેદ કરી છે.
સાક્ષાત કળિયુગની પ્રતીતિ કરાવતા સામાજિક કલંકરૃપ આ શરમજનક કિસ્સામાં ત્રણ સંતાનોના પિતાએ વાસનામાં ભાન ભૂલીને પોતાની જ સગી પુત્રીની જિંદગી બરબાદ કરી નાંખી છે. મકરપુરા જી.આઇ.ડી.સી.માં ડ્રાઇવર તરીકે નોકરી કરતા કામાંધને સંતાનમાં બે દીકરીઓ અને એક દીકરો છે. સૌથી મોટી પુત્રી અને પુત્ર જીઆઇડીસી નોકરી કરે છે. જ્યારે સૌથી નાની ૧૯ વર્ષની પુત્રી ઘરકામ જ કરતી હતી.
વર્ષ ૨૦૧૨ માં દેવદિવાળીના સમયે સૌથીનાની પુત્રી ૧૪ વર્ષની હતી તે સમયે તેની માતાને થાઇરોડની બીમારીના કારણે સયાજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાઇ હતી. એક દિવસ તેનો ભાઇ મિત્રો સાથે બહાર ગયો હતો અને મોટી બહેન માતા સાથે દવાખાનામાં રહેવા ગઇ હતી. તે રાત્રે ઘરમાં સૌથી નાની પુત્રી અને પિતા એકલા જ હતા. પિતાની હૂફમાં નિશ્ચિતપણે સુતેલી પુત્રીને ખબરન હતી કે, જે પિતાની નિયત પર તેને સ્હેજ સરખીય આશંકા નહોતી તે ત્યાં જ આજે કામવાસનામાં અંધ બની તેની જિન્દગી ધૂમધાણી કરી નાંખશે.
રાત્રે દશેક વાગ્યાના સુમારે નરાધમ પિતાએ માંદગીનો ડોળ કરી ૧૪ વર્ષની ખીલતી કળી જેવી દીકરીને કહ્યું મને પેટમાં બહુ દુઃખે છે. તું મારી સાથે સૂઈ જા એટલે મને થોડું સારૃ લાગે. ભલી ભોળી દીકરી પિતાનું દુઃખદર્દ હળવું કરવાના આશયથી ઊઠીને પિતાની બાજુમાં જઈને સુઈ ગઈ હતી. પરંતુ ત્યારબાદ વાસના ભૂખ્યા પિતાએ બળજબરીપૂર્વક નાની દીકરીના તમામ વસ્ત્રો ઊતારી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતુ.
હવસખોર બાપના દુષ્કૃત્યથી માસૂમ દીકરી હેબતાઈ ગઈ. બાપના આ પાપાચારથી તેને ભયંકર દુઃખાવો પણ થયો, પરંતુ બાપે ધમકી આપી તેને ચૂપ કરી દીધી હતી. પહેલીવારની આ ઘટના પછીય બાપ સુધર્યો નહીં. અવારનવાર પુત્રીને ધમકાવી સતત પાંચ વર્ષ સુધી કામલોલુપ બાપ દીકરીની સાથે શરીર સુખ માણતો રહ્યો. ” કોઈમારી વાત નહીં માને તેવા ડરથી ” અને પિતાની ધમકીથી માસૂમ પુત્રી ચૂપચાપ પિતાની વાસનાનો શિકાર બનતી રહી.
એક દિવસ અચાનક પુત્રીને પેટમાં દુઃખાવો શરૃ થતા માતાને જાણ કરી હતી. પુત્રીના દુઃખાવાની સારવાર માટે માતા તેને સયાજી હોસ્પિટલમાં લઈ ગઈ હતી. ડોકટરે તેને તપાસીને તે સગર્ભા હોવાનું નિદાન કરતા માતાના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ હતી. પુત્રીને પટાવીને પ્રેમથી પૂછતાં પુત્રીએ આપવીતી જણાવી હતી.
છેવટે પરિવારજનોની સમજાવટથી કિશોરીમાં હિંમત આવી હતી. અને તેને નરાધમ પિતા વિરૃધ્ધ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસ સ્પેશ્યલ કોર્ટમાં ચાલી જતા તમામ પુરાવા, તેમજ ભોગ બનનારની જુબાની તથા સરકારી વકીલ રામસિંહ ચૌહાણની રજૂઆતો ધ્યાને લઈ ન્યાયાધીશ એસ.ડી. સુથારે નરાધમ પિતાને ૧૪ વર્ષની સખત કેદની સજા ફટકારી છે.